ETV Bharat / state

અક્ષરધામ હુમલોઃ જાણો શું કહ્યું ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ... - pradipsinh jadeja

ગાંધીનગરઃ અક્ષરધામ મંદિર પર 2002માં આંતકી હુમલો કરાયો હતો. લશ્કર-એ-તોયબાના આંતકી સંગઠન દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય આરોપી યાસીન બટ્ટને શુક્રવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.

terrorist attack
author img

By

Published : Jul 26, 2019, 8:27 PM IST

આ આંતકી હુમલામાં 30 લોકો મોતને ભેટ્યા હતા. તે દિવસે મંદિરમાં આરતીની ધૂનને બદલે ફાયરિંગનો અવાજ સંભળાતો હતો. પાટનગર ખાતે 2002માં આ હુમલો થયો હતો. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, 24-2-2002ના રોજ આંતકીઓએ હથિયાર સાથે હુમલો કર્યો હતો. આ મંદિરમાં પ્રવેશી ભક્તોને બાનમાં લીધા હતા. આ દરમિયાન નેશનલ સિક્યુરીટી ગાર્ડને દિલ્હીથી બોલાવાયા હતા. જ્યાં વિશેષ ઓપરેશન કરી બંને આંતકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

જુઓ શું કહ્યું, રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા...

જુઓ શું કહ્યું રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ

હુમલામાં એન.એસ.જી કમાન્ડો ફોર્સ જવાન અને ત્રણ એસ.આર.પી. જવાન સહિત 33 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 23 પોલીસ જવાનો સહિત 86 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. યાસીન કાશ્મીર પાર્સિંગ એમ્બેસેડર કારમાં કેવિટી બનાવડાવી તેમાં AK47 અને અન્ય હથિયારો ચાંદખાન મારફતે ઉત્તર પ્રદેશના બરેલીમાં પહોંચાડ્યા હતા. બાદમાં અન્ય આંતકવાદીઓ સાથે મળી આ ઘટનાને અંજામ આપ્યો હતો.

હુમલા બાદ મુખ્ય આરોપી યાસની મહંમદી POKમાં છુપાઈ ગયો હતો. ગુજરાત એ.ટી.એસની ટીમ તેને શોધી રહી હતી. દરમિયાન તે જમ્મુ કાશ્મીરના અનંતનાગમા હોવાની માહિતી મળતાં એટીએસની ટીમે તેની ધરપકડ કરી છે અને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

Intro:હેડિંગ) ગાંધીનગરના અક્ષરધામને રક્તરંજિત કરનાર આતંકવાદી યાસીન બટ્ટને અનંતનાગથી ઝડપી લીધો

ગાંધીનગર,

ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિર ઉપર 2002માં આતંકવાદી કરવામાં આવ્યો હતો જેમાં 30 જેટલા લોકો મોતને ભેટ્યા હતા અક્ષરધામ મંદિરમા આરતીની જગ્યાએ રાત ભર ગોળીઓનો અવાજ સંભળાતો હતો. હુમલાના મુખ્ય કાવત્રાખોર યાસીન ગુલામ મહંમદીન બટ્ટને એ.ટી.એસ. દ્વારા જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતેથી ઝડપી લીધો છે. જેને આજે ગુજરાત લાવવામાં આવ્યો છે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. Body:રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેના અક્ષરધામ ખાતે વર્ષ 2002માં આતંકીઓએ હુમલો કર્યો હતો અને મંદિરમાં પ્રવેશીને ભાવિક ભક્તોને બાનમાં લીધા હતા. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, 24/09/2002ના રોજ સાંજના આશરે 4:30 વાગે, એ.કે.-47 રાયફલ અને હેન્ડ ગ્રેનેડ વિગેરે સાથે બે ઇસમો ગાંધીનગર, ગુજરાત ખાતે આવેલ પ્રખ્યાત અક્ષરધામ સ્વામીનારાયણ મંદિરમાં ઘુસી જઇ દર્શનાર્થીઓ તથા રાઇડ્સમાં બેઠેલા બાળકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરેલ અને હેન્ડ ગ્રેનેડ નાખવાનું ચાલુ કરી દીધું હતું. જે સંદર્ભે નેશનલ સીક્યુરીટી ગાર્ડ (એન.એસ.જી) કમાન્ડોને નવી દિલ્હીથી બોલાવાયા હતા. એન.એસ.જી દ્વારા કરવામાં આવેલ ઓપરેશનમાં થયેલ ઇજાઓના કારણે બન્ને વ્યક્તિઓના મોત થયા હતા. આ હુમલામાં, એન.એસ.જી કમાન્ડો, સ્ટેટ કમાન્ડો ફોર્સના જવાન અને ત્રણ એસ.આર.પી.ના જવાનો સહિત કુલ 33 વ્યક્તિઓએ પણ જાન ગુમાવ્યા હતા. આ હુમલામાં 23 પોલીસ જવાનો સહિત લગભગ 86 જેટલા વ્યક્તિઓ ગંભીરરૂપે ઇજાગ્રસ્ત થયા હતા. Conclusion:યાસીન બટ્ટ કશ્મીરના અનંતનાગ ખાતે મંઝૂર, કામીલ અને ઝૂબેર સહિતના LeT આતંકવાદીઓ સાથે મળીને ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરૂ રચી LeT આતંકવાદીઓ દ્વારા અક્ષરધામ મંદિર પર હુમલો કરાવ્યો હતો. યાસીન બટ્ટ જમ્મુ અને કાશ્મીર પાસીંગ એમ્બેસેડર કારમાં કેવિટી (ગુપ્ત ખાનુ) બનાવડાવેલ અને તેમાં એ.કે.- 47 તથા અન્ય હથિયારોનો જથ્થો તેમાં મૂકી આ એમ્બેસેડરને ચાંદખાન મારફતે બરેલી, ઉત્તર પ્રદેશ ખાતે પહોંચાડેલ અને અન્ય આતંકવાદીઓ સાથે ચાંદખાનની મુલાકાત કરાવેલ. ત્યારબાદ ચાંદખાન અને શકીલ ટ્રેન મારફતે AK-47 અને અન્ય હથિયારો સાથે અમદાવાદ આવ્યો હતો. અમદાવાદમાં અન્ય LeT આતંકવાદીઓ સાથે મળીને તેઓએ અક્ષરધામ હુમલાને અંજામ આપ્યો હતો. વર્ષ 2003માં ચાંદખાન પકડાઈ જતાં યાસીન બટ્ટ તેને પોતાની અક્ષરધામ હુમલામાં કોઈપણ પ્રકારની સંડોવણી વિષેનો ઉલ્લેખ ન કરવા જણાવ્યું હતું અને જો તે એમ કરશે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ આરોપી હુમલા પછી પી.ઓ.કે. (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર)માં નાસી ગયો હતો. ગુજરાત એ.ટી.એસ. આ આરોપીની શોધ-ખોળમાં હતી, આ દરમ્યાન જાણકારી મળતા કે આ આરોપી અનંતનાગમાં આવેલ છે. જેથી, એ.ટી.એસ. અને એસ.ઓ.જી.-અમદાવાદની સયુંક્ત ટીમ અનંતનાગ રવાના થયેલ, અને અનંતનાગ પોલીસની મદદ વડે આરોપીની અટકાયત કરવામાં આવેલ છે. LeT (લશ્કર-એ-તોયબા) નો આ આતંકી મોહમ્મદ યાસીન ગુલામ મોહિઉદ્દીન બટ્ટ હાલ અનંતનાગ ખાતે લાકડાના વેરહાઉસમાં કામ કરતો હતો. આરોપીને અનંતનાગની નામદાર કોર્ટમાં રજુ કરી દિવસ 6ની ટ્રાંઝીટ રીમાન્ડ મેળવી ગુજરાત લાવવામાં આવ્યો છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.