ETV Bharat / state

ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં 5 કોરોનાના પોઝિટિવ કેસ

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 5 કોરોનાના પોઝિટિવ કેસ નોધાયા છે. જેમાંથી એક વ્યક્તિને સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાવામાં આવ્યો છે

author img

By

Published : May 27, 2020, 10:51 PM IST

ગ્રામ્ય વિસ્તારમાં 5 કોરોનાના પોઝિટીવ કેસ

ગાંધીનગરઃ જિલ્લામાં 3 અને કલોલ તાલુકામાં 2 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ચાર પુરૂષ અને એક સ્ત્રીનો સમાવેશ થાય છે. ગાંધીનગર તાલુકામાં નોંધાયેલા ત્રણ કોરોનાના પોઝિટિવ કેસમાં રૂપાલ ગામમાં 26 વર્ષીય યુવતી, રાંધેજા ગામમાં 60 વર્ષીય પુરૂષ અને સાદરા ગામમાં 35 વર્ષીય યુવાનનો સમાવેશ થાય છે. કલોલ અર્બન – 1 માં 26 વર્ષીય અને 42 વર્ષીય યુવાનોને કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.

મહેન્દ્રમીલની ચાલીમાં રહેતો 26 વર્ષીય યુવક કોરોનાગ્રસ્ત થયો છે, ત્યારે આ યુવક કલોલની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. જેમાં અમદાવાદના યુવકો નોકરી કરે છે. પરિણામે પરિવારના ચાર સભ્યો ફેસેલિટી ક્વોરેન્ટાઇન કરાયા છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ગયોલો રબારીવાસમાં રહેતો 43 વર્ષીય યુવક કોરોના પોઝિટિવ આવ્યો હોતો. તે પોઝિટિવ આવતાં પરિવારના 7 સભ્યો ફેસેલિટી ક્વોરેન્ટાઇન કરાયા છે. ગાંધીનગર પાસેના રાંધેજા 48 વર્ષીય યુવાન કેન્સરની બિમારી હોવાથી એપોલોમાં સારવાર લેતો હતો.

એપોલોએ ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. સાદરા ડેન્ટીસ્ટના લુહારીકામ કરતો 35 યુવાન કોરોના પોઝિટિવ, ક્વોરન્ટાઇન કર્યો હતો. રૂપાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની 24 વર્ષીય ફિમેલ હેલ્થ વર્કર કોરોના સંક્રમિત થઇ છે.

ગાંધીનગર જિલ્લામાં 127કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં 30 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. તેમજ 85 વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત જિલ્લામાં 2644 વ્યક્તિઓનો લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યો છે. કોરોના રીલેટેડ 389 કોલ મળ્યા છે. ગાંધીનગર જિલ્લામાં 3530 હોમ ક્વોરોન્ટાઇન, 66 સરકારી ફેસીલીટી ક્વોરેન્ટાઇન અને 64 વ્યક્તિઓ ખાનગી ફેસેલીટી ક્વોરેન્ટાઇન 3660 વ્યક્તિઓ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.