ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે લૉક ડાઉન અમલ માટે હવે પોલીસને વધારે સૂચના આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં જે વિસ્તારોને ક્વોરન્ટાઈનમાં મૂકવામાં આવ્યા છે ત્યાં વધુ પોલીસ ફોર્સ ઉતારવામાં આવશે અને વધુ કડકાઇ દાખવવામાં આવશે. આ સાથે જ અમુક વિસ્તારોમાં ઊંચી બિલ્ડિંગના ધાબા ઉપર ખાસ પોઈન્ટ મુકવામાં આવશે. સાથે જ ખાનગી સોસાયટીઓના સીસીટીવી કેમેરાનો ઉપયોગ પણ પોલીસ હવે લૉક ડાઉનને વધુ મજબૂત કરવા માટે કરશે.
સોસાયટીના સીસીટીવી પણ પોલીસ ચેક કરશે, ભીડ જોઈ તો કેસ : ડીજીપી Dgp ઝાએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના હોટસ્પોટ અને ક્લસ્ટર કન્ટેનમેટ વિસ્તારમાં વધુ પોલીસ ફોર્સ,વધુ પેટ્રોલીંગ થશે, જ્યારે સ્માર્ટ સિટી પ્રોજેકટ અને વિશ્વાસ પ્રોજેકટ હેઠળ લગાવેલ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. પણ હવે ખાનગી સોસાયટીમાં મુકવામાં આવેલ સીસીટીવીને રેન્ડમલી તપાસ કરાશે. જ્યારે અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં એક કોન્સ્ટેબલને કોરોના પોઝિટિવ સામે આવતાં રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું હતું કે ખાખી પહેરી છે તો રિસ્ક તો ઉપાડવું પડશે. ઉલ્લેખનીય છે કે લૉક ડાઉનમાં તંત્ર દ્વારા આપવામાં આવેલ પાસનો પણ ગેરઉપયોગ થઈ રહ્યો છે. અમુક લોકો નકલી પાસ બનાવીને રસ્તા ઉપર ફરી રહ્યાં છે. તેવી બે ઘટના સામે આવી છે જેમાં વલસાડ અને ભરૂચ માં કેન્દ્ર સરકારે પાસ આપ્યો નહીં હોવા છતાં ખોટી માહિતી આપીને તેઓ લૉક ડાઉન ભંગ કરી રહ્યાં હતાં. તેમના વિરુદ્ધ પણ કેસ દાખલ કરીને તપાસની કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યારે તબલીગી જમાત બાદ સુરા જમાત પણ સામે આવી છે ત્યારે સુરા સમાજના તમામ વ્યક્તિઓની ઓળખ થઈ ગઈ છે જેમાંથી જે વ્યક્તિને કોરોના વાયરસ પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યાં છે તેમાં આઠ ભરૂચના અને પાંચ અમદાવાદના વ્યક્તિ હોવાની વિગતો સામે આવી છે.