ગૃહમાં વિપક્ષે અનેક સવાલો કર્યા હતાં જેના જવાબ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિકાસના કરેલા કામો દર્શાવી આપ્યા હતાં અને જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકસભાની 26માંથી 26 બેઠક મળી છે. અને યાત્રાધામ સહિત અનેક જગ્યાએ cctv સહિત વિકાસના કામોમાં 31329 કરોડ રૂપયાના ખર્ચે અનેક વિકાસના કામો કરશે. અને cctvના માધ્યમથી રાજયમાં કથળેલી કાયદાકીય વ્યવસ્થા પર પકડ મજબુત બનાવશે.
આ ઉપરાંત કહ્યું હતું કે પોલીસ વિભાગમાં 50 હજાર કરતા વધારે ભરતી કરાઇ છે. જેમાં ગત વર્ષે 9 હજાર 447 જેટલી ભરતી અંતિમ તબક્કામાં છે. જ્યારે આગામી દિવસોમાં પણ 4736 પોલીસ જવાનની ભરતી કરવામાં આવશે. રાજ્યમાં દલિતો સામે અત્યાચારની ઘટનાઓના પગલે રાજ્ય સરકારે આ ઘટનાઓ સામે આકરા પગલા ભરવા પણ લીઘા છે. રાજ્યમાં મહિલાઓની સલામતી માટે કડકમાં કડક સ્ટેજની સામે ગુજરાતની ધરતી પર કોઇ મહિલાના ગળા ઉપર હાથ મુકવા માટે કોઈ પ્રયત્ન કરશે તો તેના વિરૂદ્ધ 7 વર્ષની જોગવાઈનો કાયદો રાજ્ય સરકારે અમલમાં મુક્યો છે.
આ ઉપરાંત દારૂના નિયમો પણ કડક કરેલા છે જેમાં હેરાફેરી કરે તો 10 વર્ષની સજા અને 5 લાખ રૂપયાના દંડની જોગવાઇ કરી વિધાનસભામાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી હેઠળ પસાર થયો છે. જે વિપક્ષના અનેક પ્રશ્નોના જવાબ ગૃહપ્રધાને આપ્યા હતા.