ગાંધીનગર: ગુજરાતના દરિયા કિનારે 15 જૂનની આસપાસ જામનગર, દ્વારકા, કચ્છના દરિયાકિનારે બિપરજોય નામનું વાવાઝોડું ટકરવાનું છે તેને ધ્યાનમાં લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય અધિકારીઓ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમાર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને સમીક્ષા કરી હતી. ઉપરાંત આ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્યારે પવનની ગતિ 55 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચે ત્યારે તમામ ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ બંધ કરવામાં આવશે.
-
#WATCH | Prime Minister Narendra Modi holds a meeting to review the situation related to Cyclone Biparjoy. pic.twitter.com/bYVZh9XWwd
— ANI (@ANI) June 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Prime Minister Narendra Modi holds a meeting to review the situation related to Cyclone Biparjoy. pic.twitter.com/bYVZh9XWwd
— ANI (@ANI) June 12, 2023#WATCH | Prime Minister Narendra Modi holds a meeting to review the situation related to Cyclone Biparjoy. pic.twitter.com/bYVZh9XWwd
— ANI (@ANI) June 12, 2023
બિપરજોય 300થી 400 કિલોમીટર દૂર: સમીક્ષા બેઠકમાં રિલીફ કમિશ્નર અલોક પાંડેએ બિપોરજોય બાબતે વિગત આપતા જણાવ્યું હતું કે હાલમાં વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારેથી ફક્ત 300 થી 400 કિલોમીટર દૂર છે અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે હાલમાં તમામ 6 પ્રભાવિત જિલ્લામાં સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે અને શાળામાં રજાની જાહેરાત કરી દેવામાં આવી છે.
25 તાલુકામાં 267 ગ્રામ્ય વિસ્તારમાં અસર: રાહત કમિશનર આલોક પાંડે વધુમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાતના દરિયા કિનારા ના છ જિલ્લાઓ જેવા કે દ્વારકા પોરબંદર જામનગર કચ્છ અને ગીર સોમનાથ ના છ જિલ્લામાં કુલ 25 તાલુકાઓ દરિયા કિનારે છે આ 267 ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળશે જ્યારે આ તમામ વિસ્તારમાં મળીને કુલ 12,27,000 લોકો દરિયાકિનારેથી 0 થી 25 કિલોમીટરની આસપાસના વિસ્તારમાં રહે છે ત્યારે આ તમામ લોકો માટે જરૂર પડે ત્યારે સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે હાલમાં સ્થળાંતર માટે સગર્ભા સ્ત્રીઓ બાળકો બીમાર વ્યક્તિઓને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવી રહી છે.
તમામ જિલ્લામાં NDRFની ટીમમાં વધારો કરાયો: આલોક કુમાર પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે જે રીતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને વધુ ખતરનાક બની રહ્યું છે તેને ધ્યાનમાં લઈને તમામ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ અગાઉ એક એક ફાળવવામાં આવી હતી. પરંતુ હવે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તમામ જિલ્લાઓમાં બે બે એનડીઆરએફની ટીમ મૂકવામાં આવી છે. આમ બાયોટીમોનું ડિપ્લોયમેન્ટ કરી દેવામાં આવી છે. જ્યારે 60 કિલોમીટર પ્રતિ કલાકની પણ ઝડપે પવન ફૂંકાશે તો તમામ ટ્રાન્સપોર્ટેશન રેલવે રોડ રસ્તાઓ પણ બંધ કરવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાનોને જિલ્લાની જવાબદારી: રાજ્ય સરકાર દ્વારા રવિવારે રાજયના પ્રધાનોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે જેમાં ઋષિકેશ પટેલને કચ્છ જિલ્લો મોરબીમાં કનુભાઈ દેસાઈ રાજકોટમાં રાઘવજી પટેલ પોરબંદરમાં કુવરજી બાવળીયા તેમજ જામનગરમાં જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોતમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે કેન્દ્ર સરકારે પણ કેન્દ્રીય નેતાઓને જિલ્લાઓની જવાબદારી આપવામાં આવી છે જેમાં મનસુખ માંડવીયા કચ્છ જિલ્લા અને પરસોતમ રૂપાલા ને પણ અન્ય જિલ્લા સહિતની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
Pgvcl અને આરોગ્યની ટીમ સ્ટેન્ડબાય: કુમાર પાંડે વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડાને ધ્યાનમાં લઈને વીજ કંપનીઓને પણ સ્ટેન્ડ રાખવામાં આવી છે અને જો વધુ ઝડપથી પવન પુકાસે તો વીજના થાંભલા પણ પડી જશે. જ્યારે 60 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે તો વીજળીનો સપ્લાય બંધ કરવામાં આવશે. આ ઉપરાંત આ છ જિલ્લાને સરકારી અને ખાનગી હોસ્પિટલના તમામ સ્ટાફની અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. તમામ લોકોના કોન્ટેક નંબર પણ રાજ્ય સરકાર પાસે રાખવામાં આવ્યા છે.