ETV Bharat / state

પીએમ મોદી આજે વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો શિલાન્યાસ કરશે - kutch news

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી આજે મંગળવાર બપોરે 2 વાગ્યે ખાતમુર્હૂંત કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી વડાપ્રધાન સાથે આ અવસરે ઉપસ્થિત રહેવાના છે.

પીએમ મોદી મંગળવારે વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટના અલ્ટ્રા મેગા હાઇબ્રીડ પાર્કનો શિલાન્યાસ કરશે

author img

By

Published : Dec 14, 2020, 7:46 PM IST

Updated : Dec 15, 2020, 6:22 AM IST

  • વડાપ્રધાન આજે કચ્છના એક દિવસીય પ્રવાસે
  • દરિયાના મીઠા પાણી બનાવતાં ડિસેલિનેશન પ્લાટનું ભૂમિપૂજન કરશે
  • કચ્છ ડેરીના રૂ.129 કરોડના ઓટોમેટીક ડેરી પ્લાન્ટનું ડિજીટલી ભૂમિપૂજન

ગાંધીનગર : વડાપ્રધાન મોદી આજે ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે. દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. વડાપ્રધાન કચ્છ સરહદે મોટા રણમાં સૌર ઊર્જા અને પવનચક્કીથી ઉભા થનારા વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટની ક્ષમતાના હાઇબ્રીડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. તેઓ સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરનાર 2 લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન કરવાના છે.

પીએમ મોદી પંજાબી ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે

ધોરડો ખાતે વડાપ્રધાન કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે. વડાપ્રધાન ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રીય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા અંદાજે રૂ.129 કરોડથી વધુના ખર્ચે સ્વંય સંચાલિત ડેરી પ્લાન્ટની ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ સંપન્ન કરશે.

સીએમ વિજય રૂપાણી પીએમ મોદી સાથે ઉપસ્થિત રહેશે

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન હતા, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ. 8.37 કરોડની સહાયથી કચ્છ જિલ્લામાં વર્ષ 2013-14માં બે લાખ લીટરના પ્રોસેસીંગ ક્ષમતાનો પ્રથમ ડેરી પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. અગાઉ આ પ્લાન્ટનું કાચુ દૂધ અમુલ ડેરીને ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવતું હતું અને પરત પ્રોસેસ કરી કચ્છમાં વહેચવામાં આવતું હતું. હવે આ પ્લાન્ટ થકી વધુ બે લાખ લીટર દૂધ તથા છાસની પ્રોસેસ કરી અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છમાં વેચાણ કરવામાં આવશે. વડાપ્રધાન ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે અને મોડી સાંજે નવી દિલ્હી પરત જશે.

Last Updated : Dec 15, 2020, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.