ETV Bharat / state

PM Modi in Gujarat: વડાપ્રધાન મોદી ગાંધીનગર રાજભવન પહોંચ્યા - વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ 30 ઓક્ટેબરે મહેસાણાથી 5941 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ તેમણે ખેરાલુ ખાતે જનસભાને સંબોધિત કરી હતી.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 29, 2023, 1:51 PM IST

Updated : Oct 30, 2023, 5:04 PM IST

મહેસાણા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલે PM નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમનું સ્વાગત કર્યું હતું. PM મોદીએ તેમની બે દિવસીય રાજ્ય મુલાકાત દરમિયાન ગુજરાતના બનાસકાંઠામાં રોડ શો યોજ્યો હતો. તેમણે અંબાજી મંદિરમાં પૂજા-અર્ચના કરી દર્શન કર્યા હતા. મહેસાણા જિલ્લાના ખેરાલુના ડભોડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભા ગજવી હતી.

  • VIDEO | PM Modi felicitated by Gujarat CM Bhupendra Patel and state ministers in Mehsana ahead of inaugurating and laying the foundation stones for multiple development projects. pic.twitter.com/RNcvazZyw3

    — Press Trust of India (@PTI_News) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે : 30 ઓક્ટોબર 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં 5941 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં યોજવામાં આવ્યો હતો. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.

  • #WATCH | Gujarat: Prime Minister Narendra Modi reaches Mehsana where he will inaugurate and lay the foundation stone of various development projects and address a public gathering. pic.twitter.com/P64vJgxYVA

    — ANI (@ANI) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સાત જિલ્લાઓને લાભ: આ વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ સહિત સાત જિલ્લાઓને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 પ્રોજેક્ટ છે, જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

  • ઉત્તર ગુજરાતમાં દિવાળી જેવો માહોલ...

    ડભોડામાં માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની આતુરતાથી રાહ જોઈ રહેલા નાગરિકોમાં ઉત્સાહ, ઉમંગ અને સ્નેહની લાગણી જોવા મળી.#અગ્રેસર_ઉત્તર_ગુજરાત pic.twitter.com/6qsYZeypyy

    — BJP Gujarat (@BJP4Gujarat) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રેલવે વિભાગ અને GRIDEના પ્રોજેક્ટ:

  • મહેસાણા અને અમદાવાદમાં રેલવે વિભાગના 5126 કરોડના ખર્ચે બે પ્રકલ્પોનું લોકાર્પણ
  • મહેસાણામાં ન્યૂ ભાંડુથી ન્યૂ સાણંદ સુધીનો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન, 77 કિમી બીજી ઇલેક્ટ્રિફાઇડ ડબલ લાઇન અને સાથે 24 કિલોમીટર લાંબી કનેક્ટિંગ લાઇન્સનું લોકાર્પણ
  • વીરમગામથી સામખિયાળી સુધીની 182 કિ.મી લાંબી રેલવે લાઈનનું બે ટ્રેકમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ ટ્રેક અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાને આવરી લેશે.
  • ગુજરાત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી મહેસાણામાં કટોસણ-બેચરાજી વચ્ચેના 29.65 કિલોમીટર રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ. આ પ્રોજેક્ટના લીધે માંડલ-બેચરાજી વિશેષ રોકાણ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓને ફાયદો થશે.

જળ સંસાધન વિભાગના વિકાસકાર્યો:

  • મહેસાણામાં વિજાપુર અને માણસા તાલુકાના ડેલ્ટા વિસ્તારમાં વિવિધ તળાવોના રિચાર્જ માટેના કાર્યો અને સાબરમતી નદી પર વાલાસણા બેરેજના નિર્માણ માટેના કાર્યોનું લોકાર્પણ
  • મહીસાગર જિલ્લામાં પાનમ જળાશય આધારિત લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત, જે સંતરામપુર તાલુકાના વિવિધ તળાવોને જોડશે.
  • મહેસાણામાં ધરોઈ ઓગ્મેન્ટેશન પાર્ટ-2 કામગીરીનું ખાતમુહૂર્ત. આ ચાર પ્રકલ્પોનું કુલ મૂલ્ય 212 કરોડ છે.
  • પાણી પુરવઠાના ત્રણ પ્રકલ્પોનું બનાસકાંઠામાં લોકાર્પણ. તેમાં પાલનપુર ગ્રુપ પેકેજ 1 (પાર્ટ-એ) અને પાલનપુર ગ્રુપ પેકેજ 2ના કાર્યોનું લોકાર્પણ
  • સાબરકાંઠામાં નરોડા-દહેગામ-હરસોલ-ધનસુરા રોડને ફોરલેન કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત.
  • ધરોઈ ડેમ આધારિત 80 એમએલડી ક્ષમતાના જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું લોકાર્પણ

શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો:

  • શહેરી વિકાસ વિભાગ તરફથી ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત
  • ગાંધીનગરમાં કલોલ નગરપાલિકાના ગટર અને સેપ્ટેજ મેનેજમેન્ટના વિસ્તરણનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે.
  • પાટણના સિદ્ધપુરમાં 13.50 એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બનાસકાંઠામાં પાલનપુર નગરપાલિકા માટે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સાબરકાંઠામાં બાયડમાં 05.07 એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને મહેસાણાના વડનગરમાં ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમની કામગીરીનું ખાતમુહૂર્ત
  1. PM Modi Gujarat Visit: 31 ઓક્ટોબરે PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્યાં નવા પ્રોજેકટનું લોકાર્પણ કરશે, જાણો
  2. 106th Episode Of Mann Ki Baat : PM મોદીએ MY BHARAT સંસ્થાની શરૂઆતની તારીખની જાહેરાત કરી

Last Updated : Oct 30, 2023, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.