ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના (Gujarat Assembly Election 2022) અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી (PM Modi visit Gujarat again) 30 ઓક્ટોબરથી એક નવેમ્બર સુધી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે રાજ્યના પ્રવક્તા પ્રધાન (Spokesperson Minister of Gujarat) જીતુ વાઘાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાબતે વિગતો આપી હતી. જેમાં નરેન્દ્ર મોદી આવતી કાલે 30મી ઓક્ટોબરથી 1લી નવેમ્બર 2022 દરમિયાન ગુજરાતની મુલાકાતે (PM Modi Gujarat Visit before election) આવી રહ્યા છે. વડાપ્રધાનના હસ્તે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે.
એરક્રાફ્ટ પ્રોજેક્ટનું ખાતમુર્હુત નરેન્દ્ર મોદીના પ્રવાસ બાબતે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નિર્ધારિત કાર્યક્રમ અનુસાર પીએમ મોદી 30મી ઑક્ટોબરના રોજ વડોદરા ખાતે આવી પહોચશે. ત્યાર બાદ વડોદરા ખાતે સી-295 એરક્રાફટ નિર્માણના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત (Aircraft Manufacturing Project) કરશે. ત્યારબાદ 31મી ઓક્ટોબર સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડીયા (Kevadia Sardar Patel Jayanthi 2022) ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity Kevadia) ખાતે સરદાર સાહેબને આદરાંજલી આપીને શ્રધ્ધા સુમન અર્પણ કરશે. ત્યારબાદ તેઓ કેવડીયા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની (National Unity Day 2022) ઉજવણી અંતર્ગત યોજાનાર પરેડમાં ઉપસ્થિત રહી પરેડની સલામી ઝીલશે. આ દિવસે બપોરે ઉત્તર ગુજરાત માટેના વિવિધ વિકાસ કામોનું થરાદ ખાતેથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે.
જાંબુઘોડાનો કાર્યક્રમ જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, 1 નવેમ્બર 2022ના રોજ સવારે વડાપ્રધાન મોદી માનગઢ હિલ રાજસ્થાન ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને સભાને સંબોધશે. તે દિવસના સાંજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી વિડીયો કૉન્ફરન્સના માધ્યમ દ્વારા 182 વિધાનસભા મત વિસ્તારના કાર્યકરોને માર્ગદર્શન આપશે.