ગાંધીનગર: મહાત્મા મંદિરમાં આજથી ત્રણ દિવસીય વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ થયો છે. મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં ગ્લોબલ સીઈઓ, બિઝનેસ પ્રતિનિધિમંડળો, રાજદ્વારીઓ સહિત અનેક વીવીઆઈપીએ અને વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ આ સમિટમાં ભાગ લીધો છે. આજે સવારે 9.45 કલાકે વડાપ્રધાન મોદી 10મી વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરાવ્યું હતું. ત્યાર બાદ એક બાદ ટોચના ઉદ્યોગપતિઓએ વાઈબ્રન્ટ સમિટના મંચ પરથી સંબોધન કર્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત કરી હતી.
-
The @VibrantGujarat Global Summit has played a crucial role in drawing investments and propelling the state's development. https://t.co/D8D2Y4pllX
— Narendra Modi (@narendramodi) January 10, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">The @VibrantGujarat Global Summit has played a crucial role in drawing investments and propelling the state's development. https://t.co/D8D2Y4pllX
— Narendra Modi (@narendramodi) January 10, 2024The @VibrantGujarat Global Summit has played a crucial role in drawing investments and propelling the state's development. https://t.co/D8D2Y4pllX
— Narendra Modi (@narendramodi) January 10, 2024
પીએ મોદીએ કહ્યું કે, નિકટના ભૂતકાળમાં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા અને હવે ભારત આગામી 25 વર્ષ ઉપર કામ કરી રહ્યું છે. ભારત પોતાની આઝાદીના 100 વર્ષ મનાવશે ત્યારે વિકસિત ભારત તરીકે અમે ઘડી ચૂક્યા હોઈશું. આગામી આ 25 વર્ષ એ ભારતનો અમૃતકાળ છે. અમૃતકાળની આ પહેલી વાયબ્રન્ટ સમિટમાં વિદેશથી આવેલા તમામ દેશો એ ભારતના વિકાસના સાથીઓ છે. પીએમએ ભારત અને યુએઇ સહિત ભારત અને આફ્રિકાના ઘનિષ્ઠ સંબંધોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, અમારા ત્યાં કહેવાય છે કે, "અતિથિ દેવો ભવ" હું આશા રાખું છું કે આ સમિટમાં પ્રથમ વખત આવેલા તમામ મહેમાનો તેમના જીવનની અવિસ્મરણીય યાદો સાથે પાછા ફરે. વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યુચર એ વિશ્વ કલ્યાણ માટે નવા વર્લ્ડ ઓર્ડરની જરૂરિયાત છે અને ભારત એ દિશામાં વિશ્વ મિત્રની ભૂમિકામાં છે. પીએમ મોદીએ ભારત આગલા પાંચ વર્ષમાં દુનિયાની ત્રીજી મોટી ઈકોનોમી બનીને ઉભરશે તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો. વિશ્વના લોકોને જે એનાલિસિસ કરવું હોય એ કરે. મારી ગેરંટી છે કે થઈ જશે!