ETV Bharat / state

PM Modi: PM મોદી 9 વર્ષ પછી CM હાઉસ પહોંચ્યા, CMના પુત્ર અનુજના પુછ્યા ખબરઅંતર

વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે સોમનાથ ટ્રસ્ટની બેઠક બાદ PM મોદી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઘરે તેમના દીકરાના ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 10:41 PM IST

Updated : Oct 30, 2023, 10:57 PM IST

ગાંધીનગર: વર્ષ 2014થી લોકસભાની ચૂંટણી યોજાઈ તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ફરજ અદા કરતા હતા અને જેવા જ વડાપ્રધાન તરીકે તેઓ નિયુક્ત થયા ત્યારબાદ તેઓએ ફરી ક્યારેય ગાંધીનગરના રાજભવન ખાતે આવેલ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે પગ મુક્યો નથી પરંતુ આજે 9 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મુખ્યપ્રધાનના દરેક મુલાકાત લીધી હતી.

સીએમના પુત્રની ખબર અંતર પૂછવા પહોંચ્યા મોદી: રાજભવનમાં બે કલાકથી વધુ સમય ચાલેલી સોમનાથ ટ્રસ્ટની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવનથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસ્થાન ખાતે પહોંચ્યા હતા. જેમાં 30 એપ્રિલના રોજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. તેને પહેલા કેડી હોસ્પિટલ અને બાદમાં મુંબઈ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પુત્ર અનુજ પટેલની તબિયતમાં ધીમે ધીમે સુધારો થતાં હવે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે જ હાલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની ખબર અંતર પૂછવા માટે મુખ્યમંત્રી નિવાસ્થાન ખાતે પહોંચ્યા હતા.

સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અંગે X પર માહિતી આપી કે, આજે દેશના જનપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારા સુપુત્ર અનુજના ખબરઅંતરની પૃચ્છા કરી હતી, ઉપરાંત પરિવારના સૌ સદસ્યોને હૂંફ અને બળ પૂરું પાડી અનુજનો જુસ્સો વધાર્યો હતો. આ ક્ષણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અંતઃકરણપૂર્વક આભારી છું.

  • આજે દેશના જનપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારા સુપુત્ર અનુજના ખબરઅંતરની પૃચ્છા કરી હતી, ઉપરાંત પરિવારના સૌ સદસ્યોને હૂંફ અને બળ પૂરું પાડી અનુજનો જુસ્સો વધાર્યો હતો. આ ક્ષણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અંતઃકરણપૂર્વક આભારી છું.@narendramodi pic.twitter.com/c3iXoIO2V8

    — Bhupendra Patel (@Bhupendrapbjp) October 30, 2023
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

30 એપ્રિલના રોજ બ્રેઇન સ્ટ્રોકનો હુમલો: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની રવિવાર 30 એપ્રિલના રોજ બપોરના 12થી 2 વાગ્યાની આસપાસ બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. જેમાં તાત્કાલિક ધોરણે અનુજ પટેલને અમદાવાદના એસજી હાઇવે પર વૈષ્ણોદેવી મંદિરની સામે આવેલ કેડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં અઢી વાગે તેઓને કેડી હોસ્પિટલ ખાતે દાખલ કરીને જરૂરિયાત મુજબની સર્જરી કરવામાં આવી છે. જ્યારે મુંબઇથી ડોક્ટરો સારવાર માટે બોલાવ્યા હતા અને અંતે બીજા દિવસે અનુજ પટેલને વધુ સારવાર અર્થ મુંબઇ ખસેડવામાં આવ્યા હતાં.

  1. Somnath Trust: સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ફરીથી PM મોદીની વરણી
  2. Saradar Patel's Birth Anniversary: સરદાર પટેલની તુલના વિશ્વના કોઈ નેતા સાથે થઈ શકે નહીંઃ કૉંગ્રેસ
Last Updated : Oct 30, 2023, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.