ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીકરીઓ માટેના વિવિધ વિકાસલક્ષી કાર્યોએ (Developmental tasks for daughters)આજે દીકરીઓને પોતાના સપનાં પૂર્ણ કરવાની પાંખ આપી છે. વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit)છે. ત્યારે વડાપ્રધાન પ્રત્યે બે દીકરીઓનો અભૂતપૂર્વ સ્નેહ જોવા મળ્યો છે. આ બંને દીકરીઓને પોતાની હૃદયની વાત લખાણ દ્વારા વ્યક્ત કરી છે.
પોસ્ટર દ્વારા વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો-વડાપ્રધાન ગુજરાત પ્રવાસે છે ત્યારે આ નાની બાળકીઓએ પોતોના હૃદયની વાત લખાણ દ્વારા વ્યક્ત કરી છે. આ બંને દીકરીઓએ પોતાના હૃદયની વાત વ્યક્ત કરતા લખ્યું છે કે મેને ભગવાનકો નહી દેખા પણ મોદીજીને જોયા છે. મોદીજી અમારા ભગવાન છે. સાથે રહેલ દીકરીએ લખ્યું છે કે ભારતમાં મોદી છે તો કોઈ ભૂખા નહી રહી શકે, મોદીજી છે તો કોઈ મુર્દા નહીં. આ સાથે જ આ દીકરીઓએ કોરોના કાળમાં કરેલ કામગીરીનીનો પણ આભાર માન્યો છે.
આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સરપંચને પગે લાગીને વિનમ્રતા દર્શાવી
દીકરીઓ માટેના વિવિધ વિકાસલક્ષી કાર્યો-દેશમાં કોરોના વેક્સિન લોકોને આપવામાં આવી છે તેનો પણ આભાર વ્યક્ત કર્યો છે. આ બંને બાળકીઓએ પોતાની વાત પોસ્ટરમાં લખાણ દ્વારા વ્યક્ત કરી વડાપ્રધાનનો આભાર માન્યો છે. આ બંને દીકરીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ઈશ્વરના દર્શન થયા છે. તેવા લખાણ સાથે પોતાની વાત વ્યક્ત હાથમાં પોસ્ટર પકડ્યાં છે. આ સાથે જ વડાપ્રધાનનો આભાર માન્યો છે.