ETV Bharat / state

PM Modi Gujarat Visit : શિક્ષકો વચ્ચે પીએમ મોદીની ખાસ વાત, ગૂગલ ક્યારેય ગુરુ નહીં બની શકે ગુરુ તો શિક્ષક જ રહેશે - પીએમ મોદી શિક્ષકો વચ્ચે

ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન મળ્યું જેનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ઓલ ઇન્ડિયા પ્રાયમરી ટીચર્સ ફેડરેશનના ગુજરાતના આ કાર્યક્રમમાં પીએમ મોદી શિક્ષકો વચ્ચે જ્ઞાનની વિશાળ ફલક વિસ્તારીને જણાવી હતી. ગૂગલના જમાનામાં પણ ગુરુ તો શિક્ષક રહેશે તેમ જણાવતાં પીએમ મોદીએ આજીવન વિદ્યાર્થી હોવાનું જણાવ્યું હતું.

PM Modi Gujarat Visit : શિક્ષકો વચ્ચે પીએમ મોદીની ખાસ વાત, ગૂગલ ક્યારેય ગુરુ નહીં બની શકે ગુરુ તો શિક્ષક જ રહેશે

author img

By

Published : May 12, 2023, 6:58 PM IST

ગાંધીનગર : ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આજે રાષ્ટ્રીય શિક્ષક અધિવેશનનું યોજાયું છે. જેમાં 35 વર્ષ પછી વડાપ્રધાન દ્વારા અધિવેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય શિક્ષક અધિવેશનમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે હાલ વર્તમાન પરિસ્થિતિમાં શિક્ષકોની ભૂમિકા મહત્વની છે.

ગૂગલ ગુરુ નહીં બની શકે : જેમાં હાલમાં ટેકનોલોજીના માધ્યમમાં વિદ્યાર્થીઓ ગૂગલમાંથી બધું મેળવી તો શકશે, પણ ખરું જ્ઞાન તો ગુરુ જ આપી શકે. આમ ગૂગલ ગુરુ નહીં બની શકે પણ ગુરુ તો હંમેશા શિક્ષક જ રહેશે. જ્યારે કાર્યક્રમ દરમિયાન પુરુષોત્તમ રૂપાલાએ મોદીને વિશ્વ શિક્ષક તરીકે પ્રસ્થાપિત કર્યા હતા ત્યારે મોદીએ સ્ટેજ પરથી પ્રતિઉત્તર આપતા જણાવ્યું હતું કે હું આજીવન વિદ્યાર્થી જ રહીશ.

શિક્ષકોની ભૂમિકા મહત્વની
શિક્ષકોની ભૂમિકા મહત્વની

ભારતમાં વિકાસમાં શિક્ષકોની જવાબદારી : મહત્વની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષક અધિવેશનમાં શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે ભારતના વિકાસમાં શિક્ષકોને જવાબદારી મહત્વની છે. ભારત વિકસિત થવાના સંકલ્પમાં આગળ વધી રહ્યો છે ત્યારે શિક્ષકોની જ જવાબદારી વધી રહી છે. જ્યારે ભૂતકાળમાં ગુજરાતની વાતોને વાગોળતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે મેં ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા બદલી છે. તે સમયે ડ્રોપ આઉટ રેટ 37 ટકા હતો. જે હાલ વર્તમાન પરિસ્થિતિમાં 3 ટકા જેટલો ડ્રોપ આઉટ રેટ છે. ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવા માટે ગુજરાતના શિક્ષકો સાથે કરેલા કામનો પણ ખાસ અનુભવ થયો અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવા માટે ગુજરાતના શિક્ષકોએ ખૂબ મદદ કરી છે.

  1. Gandhinagar News : ગુજરાતના શિક્ષકોના પડતર પ્રશ્નો વચ્ચે યોજાશે રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન, વાતોના વડાં વચ્ચે પ્રશ્નો ઉકેલાશે?
  2. Gujarat Shortage Of Teachers: શિક્ષકોની ઘટ વચ્ચે કેવી રીતે ભણશે ગુજરાત, નવી ભરતી કરવામાં સરકારની નીરસતા
  3. Gandhinagar News : ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન યોજાશે, પીએમ મોદી કરશે ઉદ્ઘાટન

ગુજરાતમાં શા માટે બાળકો શાળા અધૂરી મૂકતાં હતાં? : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભવ્ય ભૂતકાળની વાતો યાદ કરાવતાં જણાવ્યું હતું કે વર્ષ 2001 દરમિયાન શરૂઆતના તબક્કામાં ગુજરાતમાં ડ્રોપ આઉટ 37 ટકાની આસપાસ હતો. ત્યારે આ બાબતે સરકાર ગંભીરતાથી વિચારણા કરી હતી અને તે દરમિયાન જ અનેક શાળાઓમાં જઈને રૂબરૂ મુલાકાત કરી હતી. ત્યારે શાળાઓમાં શૌચાલયની વ્યવસ્થાઓ જ ન હતી જેના કારણે બાળકીઓ અભ્યાસ મૂકૂ દેવા માટે મજબૂર બનતી હતી.

ગાંધીનગર આવીને તાત્કાલિક ધોરણે તમામ શાળાઓમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે શોચાલયની અલગ વ્યવસ્થા કરવા માટેની સૂચના આપી હતી. હાલમાં તમામ જગ્યાએ અલગ અલગ શૌચાલયની વ્યવસ્થા છે. જ્યારે આદિવાસી બેલ્ટ કે જે અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તાર ગણાય છે આ વિસ્તારમાં આદિવાસી સમાજ રહે છે અને આ વિસ્તારમાં વિજ્ઞાન શાખાનો અભ્યાસ જ થતો ન હતો ત્યારે આજે આદિવાસીના દીકરા દીકરીઓ ડોક્ટર અને એન્જિનિયરિંગ પણ બની રહ્યા છે એ અમારા કામ છે...નરેન્દ્ર મોદી (વડાપ્રધાન)

શિક્ષણની પરિસ્થિતિ બદલાઈ : ગુજરાત સહિત અનેક રાજ્યોમાં દેશની નવી શિક્ષણ નીતિના અમલની નવા શૈક્ષણિક વર્ષથી શરૂઆત થશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે હાલમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ બદલાઈ રહ્યા છે. આજની પરિસ્થિતિમાં આપણે કેવી રીતે આગળ વધીએ તે જરૂરી છે. જ્યારે પહેલા સંસાધનો હતાં નહીં હવે તો વિદ્યાર્થીઓ પણ કેવા પ્રશ્નો કરે છે. વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વધી જેથી શિક્ષકો માટે આ પડકારરૂપ છે. જ્યારે હવે શિક્ષકોએ પર્સનલ અને પ્રોફેશનલ બંને રીતે તૈયારી કરવી પડશે જેથી વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોનો જવાબ આપી શકાય.

હવે ચોપડીયું જ્ઞાન નહીં ચાલે : પીએમ મોદીએ નવી શિક્ષણ નીતિ બાબતે પણ જૂની શિક્ષણ પોલિસીને કમ્પેર કરી હતી. જેમાં મોદીએ ટિપ્પણી કરી હતી કે 21મી સદીની આધુનિક જમાનાને ધ્યાનમાં લઈને નવી શિક્ષણનીતિ બનાવવામાં આવી છે. અત્યાર સુધી ફક્ત ચોપડીઓનું જ્ઞાન જ આપવામાં આવતું હતું. જ્યારે નવી શિક્ષણ નીતિમાં પ્રેક્ટીકલ અને ઇતિહાસ સાથે જ્ઞાન આપવામાં આવશે. જ્યારે પહેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓના ખાસ સંબંધ હતાં નહીં. વિદ્યાર્થીઓ એક વખત શાળામાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શિક્ષકોના કોઈ સંપર્કમાં રહેતાં નથી અને શિક્ષકો પણ વિદ્યાર્થીઓને યાદ કરતા નથી ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ એક થવા અને વારંવાર મળવા માટે જે તે શાળાના સ્થાપના દિનને પણ ઉજવવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.