ગાંધીનગર: રાજ્યની 8 મહાનગર પાલિકા પૈકી ગાંધીનગર અને જૂનાગઢ કોર્પોરેશન બાદ કરતાં અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, જામનગર, ભાવનગર શહેરના મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે. હવે છ કોર્પોરેશનમાં સેન્સ પ્રક્રિયા બાદ હવે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાન ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. બેઠકમાં નવા નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
નવા મેયરોની થશે જાહેરાત: રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત, જામનગર, બરોડા અને ભાવનગર કોર્પોરેશનમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ભાજપ પક્ષ દ્વારા નવા મેયરની નિમણુંક કરવા બાબતની કામગીરી છેલ્લા એક સપ્તાહથી કાર્યરત છે. છ કોર્પોરેશન વિસ્તારમાં નવા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સેન્સ પ્રક્રિયા પણ લેવાય છે. હવે પાંચ સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાન ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને ત્યારબાદ નવા મેયરના સત્તાવાર નામોની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ભાજપના હોદ્દેદારો અને રાજ્ય સરકારના અમુક પ્રધાનો કે જેને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ થયો છે તેવા તમામ લોકો હાજર રહેશે.
CMO તરફથી મેસેજ ફરતો થયો: મંગળવાર ના રોજ અનેક ધારાસભ્યો અને સાંસદ સભ્યો મુખ્યપ્રધાન ઉપેન્દ્ર પટેલને મળવા આવતા હોય છે. મંગળવારે 5 સપ્ટેમ્બરના રોજ સવારે 9:00 વાગે કેબિનેટ બેઠક અને ત્યારબાદ સવારે 11:00 કલાકે શિક્ષક દિનની ઉજવણી હોવાના કારણે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને અન્ય સાંસદો તેમજ ને નાગરિકો મળી શકશે નહિ. CMO તરફથી આ પ્રકારનો મેસેજ ફરતો થયો હતો. ઉપરાંત મેસેજમાં સંસદીય બોર્ડની બેઠકો હોવાનું પણ સત્તાવાર કારણ દર્શાવવામાં આવ્યું છે.