ETV Bharat / state

ભાજપ બહુમતી જોરે લોકોનો અવાજ દબાવી રહી છેઃ પરેશ ધાનાણી - પરેશ ધાનાણી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્રમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. જેના પગલે સત્રની લંબાવવાની માગ કરાઈ હતી. ત્યારે રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષની વાતને નકારતા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સત્ર ટૂંકાવવાની માગી કરી હતી. સાથે નોટબંઘી અને GSTનો વિરોધ કરતાં કથળાયેલી આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાની ઉગ્ર રજૂઆત કરી હતી.

paresh dhani
પરેશ ધાનાણી
author img

By

Published : Jan 10, 2020, 3:22 PM IST

વિધાનસભામાં સત્રના પહેલા દિવસે જ પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થતાં માહોલ ગરમાયો હતો. જેના કરણે સત્રની લંબાવવાની માગ કરાઈ હતી. જેનો વિરોધ કરતાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સત્ર ટૂંકાવવાની રજૂઆત કરી હતી. સાથે જ ભાજપ પર આકરા પ્રહાર કરતાં આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાની માગ કરી હતી.

બહુમતી જોરે ભાજપ લોકોનો અવાજ દબાવી રહી છેઃ પરેશ ધાનાણી

આ ઉપરાંત તેમણે CAA અને NPR વિશે વાત કરતાં ભાજપના નિર્ણયનો વખોડ્યો હતો. અને આ કાયદો ભારતીય એક્તાનો ભંગ કરતો હોવાનું જણાવ્યું હતું.

વિધાનસભામાં સત્રના પહેલા દિવસે જ પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો થતાં માહોલ ગરમાયો હતો. જેના કરણે સત્રની લંબાવવાની માગ કરાઈ હતી. જેનો વિરોધ કરતાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સત્ર ટૂંકાવવાની રજૂઆત કરી હતી. સાથે જ ભાજપ પર આકરા પ્રહાર કરતાં આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાની માગ કરી હતી.

બહુમતી જોરે ભાજપ લોકોનો અવાજ દબાવી રહી છેઃ પરેશ ધાનાણી

આ ઉપરાંત તેમણે CAA અને NPR વિશે વાત કરતાં ભાજપના નિર્ણયનો વખોડ્યો હતો. અને આ કાયદો ભારતીય એક્તાનો ભંગ કરતો હોવાનું જણાવ્યું હતું.

Intro:હેડલાઈન) બહુમતીના જોરે ભાજપ કોંગ્રેસનો અવાજ દબાવી રહ્યું છે, અમે વિરોધ કરીશું : પરેશ ધાનાણી

ગાંધીનગર,

ગુજરાત વિધાનસભાનું આજે શુક્રવારે શરૂ થયેલું એક દિવસીય સત્રના પ્રારંભે જ કોંગ્રેસે પોતાનો અવાજ રજૂ કર્યો હતો સત્રને લંબાવવાની માંગ કરવામાં આવી હતી પરંતુ રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ અને મુખ્યપ્રધાનને વિપક્ષની માંગને ઠુકરાવતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, રાજયપાલને મળીને ગઇકાલે કામકાજ સમિતિમાં વિઘાનસભાના એક દિવસીય ટુંકાસત્ર દિવસો વઘારી રાજયમાં નોટબંધી, જી.એસ.ટીના કારણે કથળેલી આર્થિક સ્‍થિતિ મંદીના કારણે ઉઘોગગૃહની દયનીય સ્‍થિતિના સુઘારો લાવવા સહિતના મુદ્દાઓને લઇ સત્ર ના દિવસો વધારવાની માંગ કરવામાં આવી હતી પરંતુ ભાજપ દ્વારા બહુમતીના જોરે વિપક્ષના અવાજને દબાવવામાં આવી રહ્યો છે.Body:મંદીનામારમાંથી ગુજરાતના વેપારીઓને બચાવવા માટે, છુટતી નોકરીઓ અને બેરોજગારોના ભારથી યુવાનને બચાવવા માટે, પ્રટોલ, ડિઝલ અને ગેસ સહિતની જરૂરિયાત વાળી વસ્‍તુઓમાં ગૃહિણીઓના ખોરવાયેલા બજેટમાંથી મુક્તિ માટે, ખેડૂતોને પાક નુકશાનીના સો ટકા વળતર, પાક વીમો, દેવા માફીની માંગ સાથે સરકારી છત્રછાયા નીચે કયાંક ભાજપના મળતિયાઓ દ્વારા અસંમિતના અવાજને દબાવવા માટે થતી ગુડાગીરીમાંથી ગુજરાતને બચાવવા માટે, આરોગ્યની કથળતી સેવાઓથી 55 ટકા જેટલી મહિલાઓનું કુપોષણ સમગ્ર દેશમાં શરમજનક કહી શકાય બાળ મૃત્યૃ વઘતા દરની ચિંતા કરવા વિઘાનસભાના દિવસો વઘારવા અમે માંગ કરી હતી. કમનસીબે રાજયપાલે વિઘાનસભાના અઘ્યક્ષ અને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત છતાં અમારી અસંમતી પછી પણ આ સત્રના દિવસોનો કાર્યક્રમ જાહેર કર્યા તે એકપક્ષીય રીતે મુખ્ય મુદ્દાઓની ચર્ચાને અવરોઘ ઉભો કરવાનો પ્રયાસ છે. Conclusion:બેરોજગાર, અત્યાચાર, ભષ્ટ્રાચાર અને પાક નુકશાનીનું વળતર, પાક વીમો, દેવા માફી, કુપોષણ, અને બાળ મૃત્યૃના દરને અટકાવવા સરકારી છત્રછાયા નીચે ગુડાગીરી કરતી ટોળકીને નસત કરવા માટે વિઘાનસભાનું સત્ર લંબાવવામાં આવે. આજથી શરૂ થયેલું સત્ર 44 દિવસો માટે બેઠકો મોફૂક રાખી છે. 24 ફેબ્રુઆરીએ શરૂ થવાનું છે, ત્યારે એક અઠવાડિયા જેટલી બેઠક વઘારી આ મુદ્દાઓ અંગે સગળતી સમસ્‍યાઓ અંગે ચર્ચા કરવાની અમારી લાગણી અને માંગણી રાજયપાલએ પણ ઠુકરાવી છે. વિઘાનસભાના સ્‍પીકર અને કામકાજ સલાહકાર સમિતિમાં પણ બહુમતીના જોરે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ થયો છે. એનો વિઘાનસભા કોગ્રેસ પક્ષ અંદર અને બહાર વિરોઘ કરે છે.

રાજયપાલએ અમારી આ વાત નહી સ્‍વીકારી ગુજરાતના કરોડો પીડિત લોકો તેની સમસ્‍યાને વાચા આપવા પુરતો સમય નહી ફાળવનારી સરકાર મુસમાનોને મોહરું બનાવી નાગરિક સંશોઘન કાનૂન અને NPRના માઘ્યમથી ભાજપ વિરોઘી અસમતીના અવાજને દબાવવા માટે ભારતીયોના મૂળભૂત નાગરિક અઘિકારોને છીનવવાનું ષડયંત્ર રચી રહી છે. તેની વાહ વાહ કરવાનો પ્રયાસ છે. 20-20ની ગુલબાગો ફૂકતા મુખ્યમંત્રી ખેડૂતોને પાક વીમો, દેવા માફી, મહિલાઓને કુપોષણથી બચાવી શકતા નથી. ભાજપ દ્વારા પાડેલા ગુડાઓને નશ્યત કરી શક્યા નથી. ત્યારે સરકારની વાહ વાહી કરવાનો સત્રમાં પ્રયાસ કરાઇ રહ્યો છે. હું મુખ્યમંત્રીને રચનાત્મક વિપક્ષ તરીકે અમે બોલીંગ કરવા તૈયાર છીએ તમે બેટીંગ કરો પરંતુ ગુજરાતના નાગરિકોને આ સમસ્‍યાથી મુકત કરવો તેવી અમારી માંગ છે.

બાઈટ લાઈવ કિટ થી ઉતારેલ છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.