ETV Bharat / state

ગાંધીનગર જિલ્લાના 286 ગામોમાંથી 210 ગામોમાં 100 ટકા વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ - Covid - 19 vaccines

ગાંધીનગર શહેર અને તાલુકા ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રે લોકો વેક્સિન(Vaccines rural areas Gandhinagar) લેવામાં અગ્રેસર રહ્યો છે. ગાંધીનગર જિલ્લાના 286 ગામોમાંથી 210 જેટલા ગામોમાં સો ટકા વેક્સિનેશનની(Gandhinagar Vaccination) પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જે 76 ગામોના લોકો બાકી છે તેમને હરઘર દસ્તક અંતર્ગત ઘરે જઈને રસી(Covid - 19 vaccines) આપવામાં આવી રહી છે.

ગાંધીનગર જિલ્લાના 286 ગામોમાંથી 210 ગામોમાં 100 ટકા વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ

author img

By

Published : Nov 22, 2021, 7:59 AM IST

  • ગાંધીનગર જિલ્લાના 210 ગામોમાં 100 ટકા વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ
  • ગાંધીનગર જિલ્લાના 286માંથી 76 ગામોમાં 100 ટકા વેક્સિનના ડોઝ બાકી
  • 8,20,808 લાભાર્થીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ટૂંક જ સમયમાં 100% વેક્સિનેશનની(Gandhinagar Vaccination) પ્રક્રિયા પૂર્ણ થઇ જશે કેમ કે ગાંધીનગર શહેરમાં પ્રથમ ડોઝનો 100 ટકાનો ટાર્ગેટ પૂર્ણ થઇ ચૂકયો છે. ત્યારે બીજા ડોઝમાં(Covid - 19 vaccines) પણ ઝડપી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે જિલ્લાના ગામોમાં પણ વેક્સિનેશનની પ્રક્રિયા વેગવંતી બની છે. સો ટકા વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા તરફ કામગીરી ચાલી રહી છે. ગાંધીનગર આરોગ્ય વિભાગ(Gandhinagar Health Department) તરફથી મળતી માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લામાં 8,47,000 વેક્સિન આપવાનો ટાર્ગેટ છે ત્યારે ગામોમાં પણ 80થી 90 ટકા જેટલી વેક્સિન આપવાની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. જાન્યુઆરી સુધીમાં વેક્સિન આપવાનો ટાર્ગેટ પૂર્ણ કરવા તરફ જિલ્લા આરોગ્ય વિભાગ કામ કરી રહ્યો છે.

અત્યાર સુધી ગાંધીનગર જિલ્લામાં 8,20,808 રસીનો પ્રથમ ડોઝ અપાયો

ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી મુજબ અત્યાર સુધી ગાંધીનગર જિલ્લામાં જેમાં 43 તાલુકા જેવા કે, માણસા, દહેગામ, કલોલ તેમજ તમામ 286 ગામોનો મળી 8,20,808 લાભાર્થીઓને વેક્સિનનો પ્રથમ ડોઝ(first dose of Gandhinagar vaccine) આપવામાં આવ્યો છે જ્યારે 5,77,054 લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં અત્યારે 53 સેન્ટરો પર રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં રોજના એવરેજ 9 થી 10 હજાર લાભાર્થીઓ રસીનો લાભ લઇ રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં હાલ એક પણ કોરોના દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. જોકે અત્યાર સુધી 9,664 દર્દીને નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

હર ઘર દસ્તક અંતર્ગત 3 દિવસમાં 75 ગામોમાં 30 હજારથી વધુ લોકોને રસી અપાઇ

ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી માહિતી મુજબ હર ઘર દસ્તક અંતર્ગત જે લોકો રસી લેવામાં બાકી છે તેમજ એવા લોકો કે જેમનો પ્રથમ ડોઝ થઇ ગયા બાદ ઉપરથી એકથી બે અઠવાડિયાનો સમય વીતી ગયો છે તેવા લોકોને રસી આપવામાં આવી રહી છે. 210 ગામોમાં સો ટકા વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના 76 ગામોમાં હરઘર દસ્તક અંતર્ગત ત્રણ દિવસમાં 30 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ "અમે પરિસ્થિતિ જોઈશું અને પછી બાળકોને સ્કૂલે મોકલીશું": ધોરણ 1થી 5ના વર્ગો શરૂ થતા વાલીઓનો મિજાજ

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલ હરિદ્વારની મુલાકાતે, ભાજપના વરિષ્ઠ નેતાઓ AAPમાં જોડાઈ શકે છે!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.