ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શુક્રવારે રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુ અને ખેડૂતોને યૂરિયા ખાતર તાત્કાલિક અને પૂરતા પ્રમાણમાં પૂરું પાડવામાં આવે તેવી માગ સાથે એક પત્ર લખ્યો હતો.
જેમાં તેમણે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે કુદરતની મહેરબાનીથી સારો વરસાદ થયો છે ત્યારે ખેડૂત ચાલુ વર્ષે પોતાના ખેતરમાં સારૂં અને વધુ ઉત્પાદન મેળવે તે માટે અત્યંત જરૂરી એવા યૂરિયા ખાતર માટે ખેડૂતોએ ભારે હાલાકી ભોગવવી પડે છે.
યૂરિયા ખાતર મેળવવા ખેડૂતોને પોતાનું ખેતી કામ પડતું મૂકીને સહકારી મંડળીએ ખાતર માટે સવારથી લાઈનમાં બેસવું પડે છે અને ત્યાં ખાતર ન મળતા ખેડૂતોએ તંત્ર સાધના જિલ્લા મથકે જવાનો વારો આવે છે .
આમ અમરેલી જિલ્લામાં ખેડૂતોને પડતી હાલાકીને પગલે રાજ્ય સરકાર દ્વારા જોગવાઈ કરી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યૂરિયા ખાતર મળી રહે તેવી માગ સાથે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કૃષિપ્રધાન આર.સી.ફળદુને પત્ર લખીને રજૂઆત કરી હતી.