ETV Bharat / state

ઓપરેશન ‘સમુદ્ર સેતુ’ દ્વારા માલદિવમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા કાર્ય શરૂ

વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે રાષ્ટ્રીય પ્રયત્નોના એક ભાગરૂપે ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન ‘સમુદ્ર સેતુ’ શરૂ કરવામાં આવ્યું છે. જેના દ્વરા પહેલી યાત્રામાં કુલ 1 હજાર લોકોને માલદીવથી પરત લાવવાની યોજના કરવામાં આવી છે.

ઓપરેશન ‘સમુદ્ર સેતુ’ દ્વારા માલદિવ્સમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા કાર્ય શરૂ

author img

By

Published : May 6, 2020, 8:43 PM IST

ગાંધીનગરઃ વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે રાષ્ટ્રીય પ્રયત્નોના એક ભાગરૂપે ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન ‘સમુદ્ર સેતુ’ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં ભારતીય નૌસેનાના જહાજો ‘જલશ્વ’ અને ‘મગર’ દ્વારા ભારતીયોને પાછા લાવવા માટેનું ઓપરેશન 8 મે, 2020થી શરૂ થશે.

આ ઓપરેશનના ભાગરૂપે હાલ બંને જહાજો સાથે રિપબ્લિક ઑફ માલદીવની રાજધાની 'માલે' બંદર પર જવા માટે ભારતીય નૌસેનાના જાંબાઝ જવાનો રવાના થઈ ચૂક્યા છે.

ઓપરેશન ‘સમુદ્ર સેતુ’ દ્વારા માલદિવ્સમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા કાર્ય શરૂ
ઓપરેશન ‘સમુદ્ર સેતુ’ દ્વારા માલદિવ્સમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા કાર્ય શરૂ

વિદેશમાં વસતા ભારતીયો પર કોવિડ-19ના રોગચાળાની શું અસર છે. તેની પરિસ્થિતિ પર સરકાર ખૂબ બારીકાઇથી નજર રાખી રહી છે. ભારતીય નૌકાદળને સમુદ્ર માર્ગે ભારતીયોને પાછા લઇ આવવા માટે યોગ્ય તમામ તૈયારીઓ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રિપલ્બિક ઑફ માલદીવ્સમાં સ્થિત 'ધ ઇન્ડિયન મિશન' ભારતીય નૌસેનાના જહાજો પર જનારા ભારતીય નાગરિકોની યાદી તૈયાર કરી રહ્યું છે. 'ધ ઇન્ડિયન મિશન' જરૂરી મેડિકલ સ્ક્રીનીંગ બાદ આ ભારતીયોને જહાજ પર સરળતાથી પહોંચાડવામાં પણ મદદ કરશે.

પહેલી યાત્રામાં કુલ 1 હજાર લોકોને માલદીવ્સથી પરત લાવવાની યોજના છે, જે દરમિયાન જહાજની વહન ક્ષમતા અને જહાજ પર ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓની સાથે-સાથે કોરોના વાઇરસ સંબંધિત સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવામાં આવશે.

જહાજને આખા ઓપરેશન માટે સંપૂર્ણ રીતે સજ્જ કરવામાં આવ્યું છે. માલદીવથી છોડાવવામાં આવેલા ભારતીયોને દરિયાઇ સફર દરમિયાન સંપૂર્ણ પાયાની સુવિધાઓ તેમજ મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. કોવિડ-19 સાથે સંકળાયેલા પડકારોને ધ્યાનમાં રાખીને આ સમગ્ર યાત્રા માટે કડક પ્રોટોકોલ પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે.

છોડાવવામાં આવેલા ભારતીયોને કેરળના કોચિ ખાતે ઉતારવામાં આવશે અને આ તમામની જવાબદારી રાજ્યના સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવશે. આ સમગ્ર ઓપરેશન ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય અને અન્ય વિવિધ એજન્સીઓ તેમજ રાજ્ય સરકારોના સહકારથી શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પણ અન્ય દેશોમાં ફસાયેલા ગુજરાતી પરિવારોની યાદી તૈયાર કરવા અને ગુજરાત પરત આવવા ઇચ્છુકોની વિગતો મગાવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.