ગાંધીનગર: રાજ્યમાં ચાલી રહેલી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં લીક ન થાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ખાસ એક એપ્લીકેશન બનાવવામાં આવી છે. ઓનલાઇન ટ્રેકિંગ એપ્લિકેશનમાં જો વાત કરવામાં આવે તો જ્યારે સ્ટ્રોંગ રૂમથી પેપર શાળા સુધી પહોંચે, ત્યારબાદ સ્કૂલમાં શિક્ષકોને આપવામાં આવે અને વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રની વહેચણી કરવામાં આવે ત્યાં સુધી તમામ વસ્તુઓનું ઓનલાઈન ચેકિંગ થઈ રહ્યું છે.
મહત્વનું છે કે, જ્યારે પેપર વિદ્યાર્થીઓને આપવાનું હોય, ત્યારે પણ શિક્ષક ક્લાસરૂમમાં જ સીસીટીવી કેમેરાની સામે જ સીલ ખોલે છે અને ત્યારબાદ વિધાર્થીઓને બતાવવામાં આવે છે અને પ્રશ્નપત્ર સીલપેક છે કે નહીં. આ અંગે વિદ્યાર્થીઓ પાસે સહી કરાવીને જ પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ અને આન્સરશીટનું પણ સીલ કરવામાં આવે છે તે બાબતની પણ ઓનલાઇન સીસ્ટમ મુકવામાં આવી છે. જ્યારે કોઇપણ અધિકારી કઈ વ્હીકલમાં કઈ જગ્યાએ જાય છે તે બાબતની પણ માહિતી ઓનલાઈન એપમાં મળી શકે છે.
આ સાથે જ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં યોજાનારી પરીક્ષા એકદમ સારા વાતાવરણમાં યોજાય તે માટે આ સમગ્ર પ્રક્રિયા ઉભી કરવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં ફક્ત પરીક્ષાખંડમાં બે મોબાઈલ પકડાયા હોવાના બનાવ સામે આવ્યા છે. જ્યારે આ દિવસે પરીક્ષા યોજાઈ છે. તેમાં પણ ગેરરીતિના પણ ઓછા કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી જાહેર પરીક્ષામાં પણ રાજ્ય સરકાર આ સિસ્ટમ ઉપયોગ કરે તેવી પણ શક્યતા દર્શાવાઈ રહી છે. જ્યારે આ બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન અને જણાવ્યું હતું કે, કોઇપણ પરીક્ષામાં આ સિસ્ટમ ઉપયોગી અને મહત્વની બની રહેશે.