ETV Bharat / state

મુખ્યપ્રધાને 3 આદર્શ નિવાસી કન્યા શાળા અને 5 બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોનું ઓનલાઈન લોકાર્પણ કર્યું - Gandhinagar samachar

રાજ્યમાં સામાજીક સમરસતા, અંત્યોદય ઉત્થાન અને છેવાડાના માનવીના કલ્યાણ માટે શિક્ષણને પૂર્વશરત ગણાવી વંચિત, પીડિત, શોષિત હરેકના બાળકોને શિક્ષણના યોગ્ય અવસરો આપી વિશ્વના પડકારોને પહોચી વળવા સજ્જ સાથે સીએમ રૂપાણીએ ગાંધીનગર નિવાસ સ્થાનેથી 3 આદર્શ નિવાસી કન્યા શાળા, અને 5 ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોનું ઓનલાઈન લોકાર્પણ કર્યું હતું.

સીએમ રૂપાણીએ 3 આદર્શ નિવાસી કન્યા શાળા, અને 5 ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોનું ઓનલાઈન લોકાર્પણ કર્યું..

author img

By

Published : Jul 13, 2020, 7:11 PM IST

ગાંધીનગર: સીએમ રૂપાણીએ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉપક્રમે રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે 61.75 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 3 આદર્શ નિવાસી કન્યા શાળાઓ અને 5 ડૉ. બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલયોના ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી E લોકાર્પણ કર્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારિતાપ્રધાન ઇશ્વરભાઇ પરમાર અને રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિર પણ આ લોકાર્પણમાં જોડાયા હતા.

સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, સૌના સાથ સૌના વિકાસની પ્રતિબદ્ધતા ઊંચ-નીચ, આગળ-પાછળ, જાતિ-જ્ઞાતિ, ભાષા-પ્રાંતના ભેદ ભૂલી સૌ એક થઇને ‘‘સબ સમાજકો લિયે સાથ મે આગે હૈ બઢતે જાના’’ના ભાવ સાથે આ સરકાર સાકાર કરી રહી છે. ગુજરાતમાં સામાજિક સમરસતાનું આ સદભાવપૂર્ણ વાતાવરણ ડહોળાય, સંતુલન તૂટે એવા ગુજરાત વિરોધીઓના કારસાને પ્રજાવર્ગોએ નિષ્ફળતા આપી છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરે શિક્ષિત બનો-સંગઠિત બનોનો જે કોલ આપેલો તેને ચરિતાર્થ કરવા અને પછાતવર્ગોને વિકસિતોની હરોળમાં લાવવા રાજ્ય સરકારે અદ્યતન શિક્ષણ સવલતો, છાત્રાલયો, સમરસ હોસ્ટેલ્સ શરૂ કર્યા છે તેવો મત વ્યકત કર્યો હતો. આ છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓમાં સ્વચ્છતા જળવાય, સારૂં પૌષ્ટિક ભોજન મળે સાથોસાથ કવોલિટી એજ્યુકેશન આપી આ વિદ્યાર્થીઓને પણ વિશ્વની ચેલેન્જીસ સ્વીકારવા સક્ષમ બનાવવાના આયામોની ભૂમિકા આપી હતી. કોરોના સંક્રમણના આ કપરાકાળમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, ફૂડ બિલમાં વધુ સહાય, વિનામૂલ્યે આવાસ વગેરે પેકેજ આપ્યા છે તેમ પણ સીએમ રૂપાણીએ ઉમેર્યુ હતું.

આદર્શ નિવાસી કન્યા શાળામાં અભ્યાસ કરીને દીકરીઓ પણ ઉજ્જવળ કારકીર્દી અવસરો મેળવે તેવી શુભેચ્છાઓ આપી હતી. સામાજિક ન્યાય અધિકારિતાપ્રધાન ઇશ્વર પરમારે જણાવ્યું હતું કે રાજ્યમાં પછાતવર્ગો, વિકસતી જાતિઓ, અનુસૂચિત જાતિ-જનજાતિના યુવાઓ, વિદ્યાર્થીઓ, દિકરીઓ માટે ઉચ્ચ અભ્યાસની સગવડ, વિદેશ અભ્યાસ સહાય અને પાયલોટ જેવા વ્યવસાય માટે પણ સીએમ રૂપાણી નો આગ્રહ આપ્યો હતો.

આ અવસરે સીએમ રૂપાણીએ વડોદરા જિલ્લામાં, આણંદના બાકરોલમાં તથા નવસારીના જલાલપોરમાં આદર્શ નિવાસી કન્યા શાળાના અને ગાંધીનગર, બાકરોલ તેમજ ભાવનગરના મહુવામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયોના લોકાર્પણ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.