ETV Bharat / state

Best Teacher Award 2023 : શિક્ષણ દિન નિમિતે રાજ્યના 34 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો - શિક્ષક દિન

આજે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવણી નિમિત્તે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે. કુલ 34 શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારે તેમાંના કેટલાક શિક્ષકોએ ઈટીવી ભારત સાથેની વાતચીત કરી હતી. એવોર્ડ વિજેતા શિક્ષકોના કામ અને પ્રતિભાવ જાણીએ.

Teachers Award 2023 : શિક્ષણની શૈલી એવી કે જીતી લીધાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડીની વાત સાંભળો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2023, 5:21 PM IST

એવોર્ડ વિજેતા શિક્ષકોની વાત

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે 5 સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને એવોર્ડ સાથે સન્માન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યારે આજે 34 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપવામાં આવ્યો છે. જેમાં 17 મહિલા શિક્ષકો અને 17 પુરુષ શિક્ષકોને એવોર્ડ આપવામાં આવ્યો છે. જ્યારે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના હેઠળ લેવાયેલ પરીક્ષામાં પ્રથમ 11 વિધાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિન નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શિક્ષકોને સંબોધન કર્યું હતું.

  • આ અવસરે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરીને પ્રેરિત કર્યા.

    માતાપિતા બાળકને જન્મ આપે, જ્યારે શિક્ષક તેને જીવન આપે છે. જ્ઞાનવિજ્ઞાનની 21મી સદીનું નેતૃત્વ ભારત કરે તેવી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ… pic.twitter.com/WVLPX8zK1u

    — Bhupendra Patel (@Bhupendrapbjp) September 5, 2023 \" class="align-text-top noRightClick twitterSection" data=" \"> \

શિક્ષકનું કામ ફક્ત ભણાવવાનું નથી, પરંતુ શિક્ષકના હાથમાં દેશનું ભવિષ્ય છે. શિક્ષક જ દેશના બાળકોને સારું શિક્ષણ આપીને ગુજરાત અને દેશને આગળ લઇ જઇ શકે છે. આજના બાળકો જ દેશનું ખરું ભવિષ્ય છે...ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન)

લાઠીના શિક્ષકે ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય કર્યો : રાજ્ય સરકાર રાજ્ય શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ 34 શિક્ષકોને એવોર્ડ એનાયત કર્યા છે તેમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આસોદર ગામના પ્રાથમિક શિક્ષક સુરેશ નાગલાને પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સુરેશ નાગવાની કામગીરીની વાત કરવામાં આવે તો આ શાળામાં પહેલા ફક્ત વિદ્યાર્થીઓ એડમિશન લેવા માટે જ આવતા હતાં અને એડમિશન લીધા બાદ એક બે ધોરણ અભ્યાસ કરીને શાળાએ આવતા ન હતાં અને ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ ઊંચો હતો. ત્યારે સુરેશ નાગલાએ આ રેશિયો ઘટાડવા માટે વર્ષમાં આવતા તમામ તહેવારોમાં બાળકો માટે ખાસ ભેટ અને માતા-પિતા સાથે રહેવા સતત રવિવારના દિવસે ખાસ કલાકો ફાળવતા હતા અને અભ્યાસનું મહત્વ સમજાવતા હતા. ત્યારે હવે આજના દિવસોમાં શાળામાં 100 ટકા નામાંકન સાથે ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય થઇ ગયો છે. જ્યારે હાલમાં પણ તહેવાર પ્રસંગો બાળકો સાથે જ શિક્ષક ઉજવી રહ્યા છે.

શિક્ષકોએ કોરિયોગ્રાફરની ફરજ અદા કરી જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા શાળા નંબર બેના મદદનીશ શિક્ષક તરીકે વાલીબેન વાઘેલાને પણ એવોર્ડ પ્રાપ્ત થયો છે. શિક્ષક તરીકે કોરિયોગ્રાફર બનીને વધુમાં વધુ દીકરીઓ શિક્ષણ મેળવે તે માટે ખાસ કામ વાલીબેન વાઘેલાએ કર્યું હતું. ત્યારે વાલીબેને પણ ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીત કરી હતી.

વર્તમાન સમયમાં દીકરીઓ શિક્ષણ પાછળ ધ્યાન આપે તેને ધ્યાનમાં લઈને વિદ્યાર્થિનીઓની જ મદદથી ગામેગામ જઈને શેરી નાટકોનું આયોજન કર્યું હતું. વિદ્યાર્થિનીઓ શિક્ષણ ક્ષેત્રે કઈ રીતે આગળ વધી શકે છે અને શિક્ષણ મળશે તો વિદ્યાર્થીનીઓનું જીવન કેવું હશે તે બાબતને પણ લોકોનું ધ્યાન દોર્યું હતું. જે પણ શેરી નાટક કરવામાં આવતા હતા તે વિદ્યાર્થિનીઓ દ્વારા જ કરવામાં આવતા હતાં અને પોતે કોરિયોગ્રાફર બનતાં હતાં...વાલીબેન વાઘેલા (શિક્ષક)

શિક્ષણપ્રધાને શું કહ્યું : રાજ્યના શિક્ષણપ્રધાન કુબેર ડીંડોરે પોતાની સ્પીચમાં નિવેદન આપ્યું હતું કે શિક્ષક કોઈ દિવસ સાધારણ હોતો નથી. આજે શિક્ષક દિન નિમિત્તે જે શિક્ષકોને એવોર્ડ અને સન્માન આપવામાં આવ્યું છે તે તમામ શિક્ષકોએ પોતાની ફરજ ખૂબ સારી રીતે અદા કરી છે. શિક્ષકોએ શિક્ષણના રંગમાં રંગાઈ જવું જોઈએ. એક શિક્ષક માટે એવોર્ડની રકમ મહત્વની હોતી નથી પરંતુ તેમની કરેલ કામગીરીનો એવોર્ડ એ મહત્વનો હોય છે.

  1. Best Teacher Award : ભાવનગરના મોજીલા માસ્તરને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, મા બનીને બાળકોના બટન ટાંક્યા અને વાળ પણ કાપ્યા
  2. Teachers Day 2023: "શિક્ષક કભી સાધારણ નહી હોતા" આ કહેવત સાર્થક કરી ઝાંપ પ્રાથમિક શાળાના શિક્ષક પ્રવિણભાઈએ
  3. Teachers Day 2023 : નવસારીના શિક્ષકે નવતર પ્રયોગ થકી ભાર વિનાના ભણતરને સાર્થક કરી બતાવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.