ગાંધીનગર: જિલ્લા NSUI પ્રમુખ અમિત પારેખે કહ્યું કે, રાજ્યમાં કોરોના વાઇરસને લઈ ધંધા-રોજગાર ચોપટ થઇ ગયા છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઇન અભ્યાસના બહાના હેઠળ વાલીઓ પાસેથી કામ કરવાની શરૂ કરી દીધી છે. ગાંધીનગરમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ, માઉન્ટ કાર્મેલ, દિલ્હી પબ્લિક સ્કૂલ અને સ્વામિનારાયણ ધામ દ્વારા વાલીઓને ફી ભરી જવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે. જેને લઇને વાલીઓ પણ પોતાના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે કોઈપણ પ્રકારે મુશીબતો વેઠીને ફી ભરી રહ્યાં છે. ત્યારે આવી શાળાઓ સામે કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
શાળાઓ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થાય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓનું પ્રથમ સત્ર પૂરું થઈ જશે, તેમ છતાં પ્રથમ સત્રની ફી શાળા સંચાલકો દ્વારા ઉઘરાવવાની શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે શિક્ષણ વિભાગ તાત્કાલિક અસરથી પરિપત્ર જાહેર કરે અને જણાવે કે જે શાળા સંચાલકો વાલીઓ પાસેથી આવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
જ્યારે સત્ર શરૂ થયું નથી, પરંતુ ગરીબ વર્ગના બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે. પરંતુ આજના શિક્ષણ વિભાગ દ્વારા હજુ સુધી આ બાબતે મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી. ગરીબ વર્ગના બાળકો ચાલુ વર્ષે ખાનગી શાળામાં અભ્યાસ કરવાના અરમાન અધુરા રહી જાય તેવું જોવા મળી રહી છે. જેને લઇને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા પણ માંગ કરી હતી.