ETV Bharat / state

'મ્યુઝિયમ ઓફ ગુજરાત' લોન્ચ, ગુજરાતના સંગ્રહાલયોને જાણવા અને માણવા વધુ થયા સરળ - પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા

ગુજરાતના સંગ્રહાલયોની ઓડિયો ગાઈડ એપ્લીકેશન 'મ્યુઝિયમ ઓફ ગુજરાત' લોન્ચ કરવામાં આવ્યું છે. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના જણાવ્યા અનુસાર હવે ગુજરાતના સંગ્રહાલયોને જાણવા અને માણવા વધુ સરળ થયા છે.

Now it's easier to know and enjoy Gujarat's museums: Tourism Minister Shri Mulabhai Bera

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 9:41 PM IST

ગાંધીનગર: ગાંધીનગર ખાતેથી પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની પુરાતત્વ અને સંગ્રહાલય કચેરીની 'મ્યુઝિયમ ઓફ ગુજરાત' મોબાઇલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી.

'મ્યુઝિયમ ઓફ ગુજરાત' લોન્ચ
'મ્યુઝિયમ ઓફ ગુજરાત' લોન્ચ

'મ્યુઝિયમ ઓફ ગુજરાત એપ્લિકેશન' લોન્ચ: સાથે જ મંત્રી મુળુભાઈ દ્વારા 'મ્યુઝિયમ્સ ઓફ ગુજરાત' ન્યૂઝ લેટરનાં પ્રથમ વિષેશાંકનું પણ લોકાર્પણ કર્યું હતું. આ ન્યૂઝ લેટર પુરાતત્વ અને સંગ્રહાલય કચેરી દ્વારા કરવામાં આવેલી રચનાત્મક કામગીરીની માહિતી રૂપે દર ત્રણ માસે પ્રકાશિત કરવામાં આવશે. નવીન મોબાઈલ એપ્લીકેશન વિશે માહિતી આપતા મંત્રીએ કહ્યું હતું કે, 'મ્યુઝિયમ ઓફ ગુજરાત એપ્લિકેશન' એ મોબાઈલ ઓડિયો ગાઇડ પ્રકારની બનાવવામાં આવી છે.

સંપૂર્ણ સંગ્રહાલયની તમામ માહિતી સાંભળી શકાશે: આ એપ્લીકેશનની મદદથી મ્યુઝીયમની મુલાકાતે આવતા નાગરીકો ત્યાં પ્રદર્શન ગેલેરીમાં પ્રદર્શિત કરેલા એકમો સહિત સંપૂર્ણ સંગ્રહાલયની તમામ માહિતી સાંભળી શકશે. આ એપ્લીકેશનમાં ઓડિયો ગાઈડ માત્ર ગુજરાતી જ નહિ, પરંતુ અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે.

હાલમાં આ એપ્લિકેશનમાં બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીની ઓડીયો ગાઇડ ઉપલ્બધ છે, અને ભવિષ્યમાં ગુજરાત સરકાર હસ્તકના તમામ સંગ્રહાલયનો આમાં સમાવેશ કરવામાં આવશે. નાગરીકો આ એપ્લીકેશન ગુગલ પ્લેસ્ટોર અને આઇ.ઓ.એસ એપસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.

  1. ગાંધીનગર, સુરત અને વડોદરાને વિવિધ વિકાસકાર્યો માટે નાણાંની ફાળવણી
  2. ‘સેવા સંકલ્પનું એક વર્ષ’ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ, એક વર્ષમાં 72 લાખ રેશનકાર્ડ ધારકોને નિઃશુલ્ક અનાજ મળ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.