ETV Bharat / state

Gandhinagar News: જર્જરીત મતદાન મથક બદલવાની સૂચના, ચૂંટણી અધિકારીઓએ નવા મતદાન મથકોની શોધ શરૂ કરી - Notice to replace dilapidated polling booths

વિધાનસભામાં જર્જરીત મતદાન મથક બદલવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના ચૂંટણી અધિકારીઓના નવા મતદાન મથકો શોધવાની શરૂઆત કરી છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન અનેક મતદાન મથકો ઉપર EVM મશીન બગડી જવાની ફરિયાદો પણ થઈ હતી. આવા મતદાન મથક ઉપર ચૂંટણી પંચ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે.

notice-to-replace-dilapidated-polling-booths-in-assembly-election-officials-begin-search-for-new-polling-booths

author img

By

Published : Jul 14, 2023, 6:32 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણી હમણાં જ પૂર્ણ થઈ છે અને છ મહિનાનો સમય થયો છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આમ વિધાનસભા દરમિયાન જેટલા પણ મતદાન મથકો જર્જરિત શાળામાં કે ઓરડામાં હોય તેવા મતદાન મથકોને તાત્કાલિક ધોરણે બદલવા અને નવા મતદાન મથક નજીકમાં શોધવા માટેની સૂચના રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને આપવામાં આવી છે. ગુજરાતમાં કુલ 52,250 જેટલા મતદાન મથકો છે.

જર્જરીત મતદાન મથકો ગોતવાની શરૂઆત: ગાંધીનગરના જિલ્લા ચૂંટણી અધિકારી યોગીરાજસિંહ ETV ભારત સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલા મતદાન મથકોની ચકાસણીની કામગીરી હાલમાં ચાલુ કરવામાં આવી છે. તેમાં નવા મતદાન મથકોનો ઉમેરો કરવો, જર્જરીત મતદાન મથકોનો ડેટા તૈયાર કરવાની સુચના પ્રાપ્ત થઈ છે જે ઓગસ્ટ માસ સુધીમાં આખો ડેટા તૈયાર કરીને રાજ્ય ચૂંટણી પંચને આપવામાં આવશે. નવા મતદાન મથકો કેટલા ઉમેરવાની જરૂર છે તેનો નિર્ણય રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. તમામ વિધાનસભા મત ક્ષેત્રમાં દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે તેમાં મતદાન મથકો ઉમેરવા સર્જરીત મકાનમાંથી મતદાન મથક સ્થળાંતરિત કરવું તે બાબતની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મતદાર યાદી સુધારણા ઝુંબેશ: રાજ્યમાં લોકસભા, વિધાનસભા કે કોર્પોરેશનની ચૂંટણી પહેલા મતદાર યાદીને અપડેટ કરવાની હંમેશા સતત પ્રક્રિયા છે ત્યારે આગામી લોકસભા 2024 ની ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. 21 મી જુલાઈથી 21 ઓગસ્ટ સુધી મતદાર યાદી સુધારણા ઝુંબેશ રાજ્ય વ્યાપી હાથ ધરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી જેમ જ મતદારયાદી સુધારણા ઝુંબેશ મોબાઈલ એપ થી કરવામા આવશે. આ મતદાર યાદી સુધારણાની સાથો સાથ ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકોના પુનર્ગઠનને લઈને દરખાસ્તો દરેક જિલ્લા પાસે મંગાવવામાં આવી છે.તેમજ મતદાન મથકો જર્જરી થયા હોત તો નવા સ્થળે ખસેડવા તથા નવા સ્થળની મુલાકાત તેમજ સુવિધાઓનો દરખાસ્તમાં ઉલ્લેખ કરવા જણાવાયું છે.

ફરિયાદ પર ખાસ નજર: વિધાનસભાની ચૂંટણી દરમિયાન અનેક મતદાન મથકો ઉપર EVM મશીન બગડી જવાની ફરિયાદો પણ થઈ હતી. આવા મતદાન મથક ઉપર ચૂંટણી પંચ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાબતે રાજ્યના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પી. ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે મતદાનના કલાકો દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પણ રાજ્ય ચૂંટણી પંચને 71 એલર્ટ પ્રાપ્ત થયા હતા. EVM ના 17, ચૂંટણી બહિષ્કાર ના 5 અને ટોળા અંગેની ફરિયાદ 2 અને બોગસ વોટિંગ ની 2 એલર્ટ સહિત કુલ 7 જેટલી ફરિયાદ થઈ હતી.

EVM અંગેની 6 ફરીયાદ: ગુજરાત ચૂંટણી પંચમાં ઈમેલ, ફોનથી EVM અંગેની 6 ફરીયાદ, બોગસ વોટિંગ 2 ફરિયાદ, લૉ એન્ડ ઓર્ડરની 30 અને આચાર સહિતા ભંગની તથા અન્ય ફરિયાદો મળીને કુલ પ્રથમ અને બીજા તબક્કામાં 416 ફરિયાદો પ્રાપ્ત થઈ છે, જ્યારે અન્ય ફરિયાદ ની વાત કરવામાં આવે તો ધીમું મતદાન પાવર કટની ફરિયાદ અને બોગસ્પોટિંગની ફરિયાદ સામે આવી હતી C VIGIL APP માં 221 ફરિયાદો પ્રાપ્ત થઈ છે. આવા મતદાન મથકો પર ખાસ નજર રાખવામાં આવશે.

  1. Gandhinagar News: રસ્તાની અનેક ફરિયાદો બાદ 20 સિવિલ એન્જીનીયરની બદલી, એક્શન મોડમાં CM
  2. G20 Summit : 13 વર્ષ બાદ FATF ભારતનું મની લોન્ડરિંગની કરશે તપાસ, ક્રિપ્ટો કરન્સી પર સરકારની નજર

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.