ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ દ્વારા કાયદામાં સુધારો કરી ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે. પહેલાની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 100 અથવા 100થી નીચેની સંખ્યાના કર્મચારીઓ હોય તેવા ઉત્પાદન યુનિટને બંધ કરવાની જરૂર હોય ત્યારે રાજ્ય સરકારની પરવાનગીની જરૂર પડતી ન હતી. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા તેમાં સુધારો કરીને કર્મચારીઓની સંખ્યા સૌથી વધારે અને 300 કરવામાં આવી છે. રાજ્યપાલ દ્વારા બહાર પાડવામાં આવેલ ગેઝેટ પ્રમાણે જે ઉત્પાદન યુનિટમાં 300 અથવા તો 300થી ઓછા કર્મચારીઓ હોય અને તેઓને યુનિટ બંધ કરવું હોય તો સરકારની પરવાનગીની જરૂર રહેશે નહીં. જ્યારે યુનિટ બંધ કરતાં સમયે તમામ કર્મચારીઓને ત્રણ મહિનાનો સરેરાશ પગાર પણ આપવો પડશે તેવી પણ જોગવાઈ ગેઝેટમાં કરવામાં આવી છે.
રાજ્યમાં 300થી ઓછા કર્મચારીઓ ધરાવના પ્રોડક્શન યુનિટ બંધ કરવા હવે સરકારની પરવાનગીની જરૂર નહીં પડે રાજ્યપાલ દ્વારા ગેઝેટ બહાર પાડી દેવામાં આવ્યું છે ત્યારે હવે આ ગેજેટને બિલ તરીકે વિધાનસભાગૃહમાં છ મહિનાની અંદર પસાર કરવામાં આવશે. જો છ મહિનાની અંદર પસાર કરવામાં નહીં આવે તો આ ગેજેટ ગણાશે ત્યારબાદ રાજ્યપાલ ફરીથી ગેઝેટ બહાર પાડી શકે છે.
રાજ્યમાં 300થી ઓછા કર્મચારીઓ ધરાવના પ્રોડક્શન યુનિટ બંધ કરવા હવે સરકારની પરવાનગીની જરૂર નહીં પડે રાજ્યમાં 300થી ઓછા કર્મચારીઓ ધરાવના પ્રોડક્શન યુનિટ બંધ કરવા હવે સરકારની પરવાનગીની જરૂર નહીં પડે રાજ્યમાં 300થી ઓછા કર્મચારીઓ ધરાવના પ્રોડક્શન યુનિટ બંધ કરવા હવે સરકારની પરવાનગીની જરૂર નહીં પડે રાજ્યમાં 300થી ઓછા કર્મચારીઓ ધરાવના પ્રોડક્શન યુનિટ બંધ કરવા હવે સરકારની પરવાનગીની જરૂર નહીં પડે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનનાં વિકાસ માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા લેબર લો સુધારવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે રાજ્યપાલ દ્વારા જે ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે તેમાં ફેક્ટરી અથવા તો પ્રોડક્શન યુનિટમાં 300થી ઓછા કર્મચારીઓ હશે અને યુનિટ બંધ કરવુ હશે તો હવે રાજ્ય સરકારની પરવાનગીની જરૂર નહીં પડવાથી ઈન્ડસ્ટ્રીઝમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ ગેજેટમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે જેથી હવે વિધાનસભામાં ખરડો પસાર થયા બાદ રાજ્યમાં લેબર લો નો નવો કાયદો અમલમાં આવશે. અત્યારે સમગ્ર ગુજરાતમાં આ ગેજેટ પણ અમલી થઈ ગયું છે.