ETV Bharat / state

EBC મળ્યું ત્યારે જ આંદોલન પૂરું થઈ ગયું હતું, હવે કેમ હાર્દિકે કરી જાહેરાત: નીતિન પટેલ - ALPESH KATHIRIYA

ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલન બાદ અનેક યુવા નેતાઓ સામે આવ્યા છે અને યુવાનોને હવે રાજકારણનો ચસ્કો લાગ્યો છે. પાટીદાર અનામત આંદોલન દ્વારા પાટીદાર સમાજના અનેક લોકો નેતા બની ગયા છે. જ્યારે કેટલાક નથી બન્યા તે બનવાના અભરખા જોઈ રહ્યા છે.

નીતિન પટેલનું આંદોલન બાબતે નિવેદન
author img

By

Published : May 2, 2019, 9:27 AM IST

Updated : May 2, 2019, 9:32 AM IST

પાટીદાર અનામત આંદોલન શરૂ કરનારા હાર્દિક પટેલે આજે આંદોલન પૂરું થયું હોવાની વાત કરતા પાટીદાર સમાજમાં જ ભાગલાં પડી ગયા છે. આજે ખોડલધામ ખાતે પાટીદાર સમાજની બેઠક મળી હતી. જેમાં હાર્દિક પટેલે આંદોલન પૂર્ણ થયું હોવાની વાત જાહેર કરી હતી. આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, સરકારે અભ્યાસ કર્યા બાદ સવર્ણોને 10 ટકા આર્થિક અનામત આપી હતી. તે સમયે જ આંદોલન પૂરું થઈ ગયું હતું, પરંતુ હવે હાર્દિક કેમ અનામત પૂરું થઈ ગઈ હોવાની વાત કરે છે તે એક મોટો સવાલ છે.

નીતિન પટેલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન બાદ સરકારે 10 ટકા આર્થિક અનામત આપી હતી, પરંતુ તે દરમિયાન કેટલાક લોકો કોર્ટમાં ગયા હતા. હવે કોઈ અનામત આંદોલનની અસર જ નથી. સરકારે EBC જાહેર કર્યું ત્યારે જ આંદોલન પૂરું થઇ ગયું હતું, પરંતુ અત્યારે કોઈ જગ્યાએ આંદોલન જોવા મળતું નથી. ત્યારે હાર્દિક પટેલે આંદોલન પૂરું થયું હોવાની વાત કરી છે તે એક મોટો સવાલ છે. પાટીદાર અનામત આંદોલનના અલ્પેશ કથીરિયા ઉપર કેસ કરવામાં આવ્યા છે. ત્યારે તેને છોડાવવા માટે પાટીદાર સમાજના આગેવાનો ખોડલધામ ખાતે એકઠા થયા હતા અને તેની ચર્ચા કરવામાં આવી હતી. સરકાર સાથે વાટાઘાટો કરીને અલ્પેશ કથીરિયાને મુક્ત કરાવવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી.

આ બાબતે નીતિન પટેલે કહ્યું કે, અલ્પેશ કથીરિયાનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. પરિણામે તેના ઉપર ટીપ્પણી કરવી યોગ્ય રહેશે. પાટીદાર અનામત આંદોલન ચલાવનાર યુવા નેતાઓમાં ફાંટા પડી ગયા છે. હેલિકોપ્ટરમાં અને ગાડીઓમાં ફરતા થઈ ગયા છે. પરિણામે આંદોલન હવે વિખુટું પડી ગયું છે. આંદોલનનો સહારો લઇને નેતાઓ બની ગયા હોવાના કારણે આંદોલનનો મુખ્ય મુદ્દો જ ભુલાઈ ગયો છે. પાટીદાર સમાજ પણ હવે સમજી ગયો છે કે, આંદોલનના નામે આ લોકો નેતાઓ બનવા નીકળ્યા હતા. પરિણામે હવે સમાજનો સહયોગ નહીં મળે તેને લઈને પણ આંદોલન પૂરું કર્યું હોવાની જાહેરાત કરવામાં આવી હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

Intro:હેડિંગ)આંદોલન સરકારે EBC આપી ત્યારે જ પૂરું થઇ ગયું હતું, હવે હાર્દિકે કેમ જાહેરાત કરી તે મોટો સવાલ છે : નીતિન પટેલ

ગાંધીનગર,

પાટીદાર અનામત આંદોલન બાદ અનેક યુવા નેતાઓ ઉપરી આવ્યા છે, દરેક યુવાનોને હવે રાજકારણનો ચસ્કો લાગ્યો છે. પાટીદાર અનામત આંદોલન દ્વારા પાટીદાર સમાજના અનેક લોકો નેતા બની ગયા છે. જ્યારે કેટલાક નથી બન્યા તે બનવાના અભરખા જોઈ રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન શરુ કરનાર હાર્દિક પટેલે આજે આંદોલન પૂરું થયું હોવાની વાત કરતા પાટીદાર સમાજમાં જ ભાગલા પડી ગયા છે. આજે ખોડલધામ ખાતે પાટીદાર સમાજની બેઠક મળી હતી. જેમાં હાર્દિક પટેલે આંદોલન પૂર્ણ થયું હોવાની વાત જાહેર કરી હતી આ બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, સરકારે અભ્યાસ કર્યા બાદ દસ ટકા આર્થિક અનામત આપી હતી તે સમયે જ આંદોલન પૂરું થઈ ગયું હતું. પરંતુ હવે હાર્દિક કેમ અનામત પૂરું થઈ ગઈ હોવાની વાત કરે છે તે એક મોટો સવાલ છે.

Body:નીતિન પટેલે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન બાદ સરકારે દસ ટકા આર્થિક અનામત આપી હતી. પરંતુ તે દરમિયાન કેટલાક લોકો કોર્ટમાં ગયા હતા. હવે કોઈ અનામત આંદોલનની અસર જ નથી સરકારે ઈબીસી જાહેર કર્યું ત્યારે જ આંદોલન પૂરું થઇ ગયું હતું. પરંતુ અત્યારે કોઈ જગ્યાએ આંદોલન જોવા મળતું નથી. ત્યારે હાર્દિક પટેલે આંદોલન પૂરું થયું હોવાની વાત કરી છે તે એક મોટો સવાલ છે. પાટીદાર અનામત આંદોલનના અલ્પેશ કથીરિયા ઉપર કેસ કરવામાં આવ્યા છે.હાલમાં સુરતની જેલમાં બંધ છે, ત્યારે તેને છોડાવવા માટે પાટીદાર સમાજના આગેવાનો ખોડલધામ ખાતે એકઠા થયા હતા અને તેની ચર્ચા કરવામાં આવી હતી સરકાર સાથે વાટાઘાટો કરીને અલ્પેશ કથીરિયાને મુક્ત કરાવવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી.

Conclusion:આ બાબતે નીતિન પટેલે કહ્યું કે અલ્પેશ કથિરિયાનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. પરિણામે તેના ઉપર ટીપ્પણી કરવી યોગ્ય રહેશે. એકની એક છે કે પાટીદાર અનામત આંદોલન ચલાવનાર યુવા નેતાઓમાં ફાટા ગયા છે. હેલિકોપ્ટરમાં અને લાંબી લાંબી કારમાં ફરતા થઈ ગયા છે. પરિણામે આંદોલન હવે વિખરાઈ ગયું છે. આંદોલનનો સહારો લઇને નેતાઓ બની ગયા હોવાના કારણે આંદોલન નો મુખ્ય મુદ્દો અનામતનો ભુલાઈ ગયો છે. પાટીદાર સમાજ પણ હવે સમજી ગયો છે કે, આંદોલનના નામે આ લોકો નેતાઓ બનવા નીકળ્યા હતા. પરિણામે હવે સમાજનો સહયોગ નહીં મળે તેને લઈને પણ આંદોલન પૂરું કર્યુ હોવાની જાહેરાત કરવામાં આવી હોવાની શક્યતાઓ સેવામાં આવી રહી છે.
Last Updated : May 2, 2019, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.