ETV Bharat / state

"નિસર્ગ ઇફેક્ટ": વાપી સુરતના કેમિકલ ઇન્સ્ટ્રીઝ બંધ, 50,000 લોકોને સલામત સ્થળે ખસેડાયા - nisarg cyclone NEWS

ગાંધીનગર: નિસર્ગ વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ સાથે જ નિસર્ગ વાવાઝોડાની અસર ગણતરીના કલાકમાં જ થવાની હોવાના કારણે તંત્ર દ્વારા 50 હજારથી વધુ લોકોનું સ્થળાંતર પણ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ વાપી સુરતની કેમિકલ ઈન્ડસ્ટ્રીઝને બંધ રાખવાની સુચના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.

nisarg cyclone
નિસર્ગ ઇફેક્ટ
author img

By

Published : Jun 3, 2020, 1:27 PM IST

Updated : Jun 3, 2020, 3:07 PM IST

ગાંધીનગર: નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક અને સજ્જ બનીને સમગ્ર પરિસ્થિતિ પર છેલ્લા 24 કલાકથી નજર રાખી રહ્યું છે. આ બાબતે અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. મિસલ વાવાઝોડાની સંભાવનાના પગલે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની તીવ્રતાથી પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે જ આ વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતાઓ તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. જેને લઇને સુરત, વલસાડ અને અન્ય શહેરોમાં 236 જેટલા વિશાળકાય હોર્ડિંગ્સ પણ ઉતારી લેવામાં આવ્યા છે.

વાપી સુરતના કેમિકલ ઇન્સ્ટ્રીઝ બંધ, 50,000 લોકોને સલામત સ્થળે ખસેડાયા
ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાના કારણે વાવાઝોડાની અસરની સંભાવનાવાળા વિસ્તારમાં 250થી વધુ એમ્બ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ સાથે જ 170 જેટલી મેડિકલ ઈમરજન્સી ટીમોને પણ આ વિસ્તારમાં તૈનાત રાખવામાં આવી છે. જ્યારે 50 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ કોવિડ 19નું સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવ્યું છે.

Last Updated : Jun 3, 2020, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.