ETV Bharat / state

રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીનો મહત્વનો નિર્ણય, વધું 7 શહેરોમાં રાત્રી કરફ્યૂ લાગુ

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં વધારો થતા મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યમાં કરફ્યૂને લઈને નિર્ણય કર્યો છે. જેમાં, અગાઉ 29 શહેરોમાં કોરોના કરફ્યૂ કરવામાં આવ્યો હતો. હાલ, અન્ય 7 શહેરોમાં રાત્રી કરફ્યૂ વધારવામાં આવ્યું છે. કરફ્યૂ અને દિવસીય નિયંત્રણ 12 મે સુધી વધારવામાં આવ્યું છે.

રાજ્યમાં કરફ્યૂને પગલે મુખ્યપ્રધાન રૂપાણીનો નિર્ણય, વધું 7 શહેરોમાં રાત્રી કરફ્યૂ લાગુ

author img

By

Published : May 4, 2021, 10:23 PM IST

  • મુખ્યપ્રધાન રૂપાણીએ બેઠક બાદ લીધો નિર્ણય
  • ગુજરાતના 36 શહેરોમાં વધારાના નિયંત્રણો લાગુ કરાયા
  • 6 મેથી 12 મે સુધી રાત્રિના 8થી સવારના 6 કરફ્યૂની ઘોષણા

ગાંધીનગર: ગુજરાતમાં મહાનગરો સહિતના 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ અને વધારાના નિયંત્રણો 6 મેથી લાગુ કરવામાં આવ્યા છે. કોર કમિટીની બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો હતો. 6 મેથી 12મે સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂનો અમલ શહેરોમાં કરવાનો રહેશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે વધારાના નિયંત્રણો મૂકવાના નિર્ણયો કર્યા છે. મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત કોરોના અપડેટઃ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 12,121 દર્દીઓ થયા સ્વસ્થ

વધું 7 શહેરોમાં 6મેથી રાત્રિ કરફ્યૂ લાગુ પડશે

ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યૂ રહેશે. જોકે, આ પહેલા 20 જિલ્લાઓમાં આ કરફ્યૂ લગાવવામાં આવ્યો હતો. જે બાદ, અન્ય 29 જિલ્લાઓમાં અને હવે અન્ય 7 શહેરોમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે.

નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

કોર કમિટીની આ બેઠકમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ, આ 36 શહેરોમાં આવશ્યક સેવા, પ્રવૃત્તિઓ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. જેમાં, અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. ઉપરાંત 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. કોરોનાની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક, તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તેમજ તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.

રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે સેવાઓ ચાલુ

આ 36 શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ, રેસ્ટોરન્ટની ટેક અવે આપતી સેવાઓ ચાલુ રહેશે.

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં હવે 6 મે સુધી કરફ્યૂ રહેશે

નિયમોના ભંગ કરનારી ખાનગી ઓફિસો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના

મુખ્યપ્રધાને ખાનગી ઓફિસોમાં 50 ટકાથી વધુ કર્મચારીઓની હાજરી ન હોય તે સુનિશ્ચિત કરવા તેમજ આવી ઓફિસોમાં ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે જોવા માટે રાજ્યના GST વિભાગને આવી ખાનગી ઓફિસોનું ચેકીંગ કરવાની સૂચના આપી છે. રાજયમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે, સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાઇનાન્સ ટેક સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોના ક્લીયરીંગ હાઉસ, ATM, CDM. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. નિયમોના પાલનના ચેકિંગ માટે GST વિભાગ કચેરીઓનું ઓચિંતું ચેકિંગ કરશે. કડક કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના પણ અપાઈ છે.

લગ્ન માટે 50 અને અંતિમક્રિયા માટે 20 વ્યક્તિને છૂટ

આ ઉપરાંત, લગ્ન, મેળાવડા વગેરે માટેનો નિર્ણય પહેલાની જેમ જ યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા, દફનવિધિ માટે મહત્તમ 20 વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો, મેળાવડાઓ સદંતર બંધ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.