ગાંધીનગર: આ બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, પેન્શન ધારક અને કુટુંબ પેન્શન પોતાના હયાતીની કરાવી સંબંધિત બેંકમાં અથવા જિલ્લા તિજોરી કચેરી અથવા રૂબરૂ જઇને કરાવી શકે છે. આ ખરાઇ માટેની સમય મર્યાદા હવે ઓક્ટોબર 2020 સુધી એટલે કે બે મહિનાની મુદ્દતનો વધારો કરવામાં આવ્યો છે.
પહેલા મહામારીને ધ્યાનમાં લઇને વાતચીત થયા તેની ખરાઇ કરવા માટેનો સમયગાળો 31 ઓગસ્ટ 2020 સુધી લંબાવવામાં આવ્યો હતો. પરંતુ કોવિડ 19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પેન્શન ધારકના હિતમાં રાજ્ય સરકારે વધુ બે મહિનાની મુદત આપવામાં આવી છે.
રાજ્યમાં હાલ 4.91 લાખથી વધુ પેન્શન ધારક અને કુટુંબ પેન્શન ધારકને સમયસર ઈ-પેમેન્ટ દ્વારા દર મહીને 1,400 રૂપિયા પેન્શન સીધું તેમના ખાતામાં જમા કરવામાં આવે છે.