દીવાળીની રજા બાદ સચિવાલય ફરી શરૂ થયું છે. આજથી નવા ટ્રાફિક નિયમન સમગ્ર રાજ્યમાં લાગૂ કરવામાં આવ્યા છે, ત્યારે ગાંધીનગર સચિવાલય ખાતે આવતા કર્મચારીઓમાં ટ્રાફીક નિયમનનો અભાવ જોવા મળ્યો હતો, જેમાં અનેક કર્મચારીઓ વગર હેલ્મેટે સચિવાલયની અંદર પ્રવેશ મેળવી રહ્યા હતા.
જ્યારે સચિવ અને તેમના ડ્રાઇવર જે સરકારી વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે તે તમામમાં સીટ બેલ્ટ બાંધેલા જોવા મળી રહ્યા હતા. પરંતુ જે પોતાને ટુવ્હિલર સાધનો લઈને સચિવાલયમાં આવી રહ્યા હતા તેમાં અમુક લોકો જ હેલ્મેટમાં જોવા મળી રહ્યા હતા જ્યારે અમુક પોલીસના કર્મચારીઓ પણ હેલ્મેટ વગર જોવા મળ્યા હતા .