ગાંધીનગર : ગુજરાતમાં નવી શિક્ષણનીતિનો નવા સત્રથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ જ્ઞાનસેતુ ડે સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલનું ખાસ આયોજન કર્યું છે. જેમાં આવનારા વર્ષથી ધોરણ 6 થી જ તમામ વિદ્યાર્થીઓને મેડિકલ એન્જિનિયર ક્ષેત્રની જે કેન્દ્ર સરકાર દ્વારા પરીક્ષા લેવામાં આવે છે તેની તૈયારીઓ શાળામાં જ શરૂ કરાવવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
:સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ પ્રોજેકટમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા થઇ રહી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સામાજિક ભાગીદારી હેઠળ સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ રેસીડેન્સ સ્કૂલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં શિક્ષણ વિભાગે સમગ્ર રાજ્ય સરકારના સરકારી શાળાના એક લાખ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને નિવાસી સુવિધા સાથે ધોરણ 6થી 12 નું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે.
ખાનગી ક્ષેત્રની શ્રેષ્ઠ શાળાઓની તુલનામાં શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ : વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સામગ્રી અને અભ્યાસના વૈકલ્પિક માધ્યમો પણ પ્રદાન કરવામાં આવશે. વિદ્યાર્થીઓના વિકાસ માટે અત્યંત શૈક્ષણિક માળખાકીય સુવિધાઓ રમતગમતની સુવિધાઓ કલા હસ્તકલા અને વ્યવસાયિક તથા કૌશલ્ય માટેની તાલીમ પણ ધોરણ 12 સુધી પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારીઓ અને NEET, JEE, NDA, NID, NIFT પરીક્ષા બાબતે પણ ખાસ કોચિંગ સુવિધાઓ પણ વિદ્યાર્થીઓને શાળા દરમિયાન જ આપવામાં આવશે.
આ પણ વાંચો રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વિદ્યાર્થીઓ માટે યોજાશે ઇનોવેટીવ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ કોમ્પિટિશન
શ્રેષ્ઠ બાળકોને પ્રવેશ : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં શ્રેષ્ઠ બાળકોને પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 1થી 5માં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરેલા હોય અને ધોરણ પાંચ પૂર્ણ કરેલા હોય તેવા વિદ્યાર્થીઓને આ શાળામાં ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે પાત્ર બનશે. આ માટે વિદ્યાર્થીઓએ કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ પણ આપવી પડશે. દર વર્ષે જ્ઞાન શક્તિ સ્કૂલમાં આશરે 15000 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેમાં જ્ઞાન સત્ય સ્કૂલ અને જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલમાં સરકાર દ્વારા પ્રોજેક્ટ પાર્ટનરને પ્રત્યેક બાળક દીઠ વાર્ષિક રીકરીંગ ખર્ચ પણ આપવામાં આવશે. આમ શિક્ષણ વિભાગ હેઠળ કુલ એક લાખ બાળકો માટે ₹50 રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે. જ્યારે સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલસ્કૂલમાં કુલ 50,000 બાળકો માટે 25 સંસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગે શાળાને મંજૂરી માટે કામગીરી કરી શરૂ : આ બાબતે રાજ્ય સરકારના શિક્ષણપ્રધાન કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગે શાળાની મંજૂરી માટેની કામગીરીની પણ શરૂઆત કરી છે. જે માટે શિક્ષણ વિભાગને કુલ 349 જેટલી અરજી પ્રાપ્ત થઈ છે. જેમાં અધિકારીઓ દ્વારા 127 અરજીઓની સ્થળ તપાસ કરવામાં આવી છે અને શિક્ષણ વિભાગના બજેટ હેઠળ કુલ 50 જેટલી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. અરજી માટે પાંચ દિવસનો સમયગાળો પણ વધારવામાં આવ્યો છે. જ્યારે અમુક લોકો આનો નેગેટિવ વિરોધ કરતા હતા પરંતુ યોજનાઓને સમજી ન હતી. આ યોજના બાળકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભકારક રહેશે.
રક્ષાશક્તિ શાળાનું આયોજન : વિદ્યાર્થીઓ પોતાને શું કરવું છે અને કઈ ફિલ્ડમાં જવું છે તે મહદંશે નક્કી કરી લીધું હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સંરક્ષણ ક્ષેત્રે આગળ વધે તેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા રક્ષા શક્તિ સ્કૂલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યની સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા ચાલતી સૈનિક શાળાઓ જેવું જ ધોરણ છ થી 12 સુધીના ઉચ્ચ ગુણવત્તા શિક્ષણ વિનામૂલ્ય પ્રદાન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી બે શાળાઓ ખાસ કન્યાઓ માટેની રહેશે.
રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી સાથે પણ ભાગીદારી : આનો મુખ્ય હેતુ રાજ્યના વિદ્યાર્થીઓ દેશની સંરક્ષણ સેવાઓ પેરામીલેટરી સેવાઓ પોલીસ સેવાઓ ઇન્ટર્નલ સિક્યુરિટી ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન ફોર્મ વગેરે જેવી ખાસ સેવાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવશે. આ શાળા સંકુલ 5 વિદ્યાર્થીઓનું રહેશે અને તમામ શાળાઓમાં શિક્ષકો સ્પોર્ટ કોચ અને અન્ય કર્મચારીઓની કરાર આધારિત જ ભરતી કરવામાં આવશે. પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5માં સરકારી અને ખાનગી શાળામાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓને ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે અને 700 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. પ્રત્યેક બાતક બાળક દીઠ વાર્ષિક 75 હજાર રૂપિયાનો ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવશે, જેમાં વાર્ષિક 7 ટકાના વધારાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
2023થી યોજનાનો અમલ : રાજ્ય સરકાર દ્વારા સામાજિક ભાગીદારી હેઠળ તથા આ તમામ પ્રકારની શાળાઓમાં ધોરણ છમાં પ્રવેશ માટે ઇન્ટરેસ્ટ ટેસ્ટનું પણ આયોજન કર્યું છે. જેમાં વર્ષ 2023થી જ આ યોજનાનો અમલ થશે અને 27 એપ્રિલના રોજ પ્રથમ કોમન ટેસ્ટ પણ લેવામાં આવશે. જ્યારે હાલમાં સરકારી શાળાના 5,13,944 અને ખાનગી શાળાના 21,225 વિદ્યાર્થી સહિત કુલ 5, 35,169 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે શૈક્ષણિક વર્ષે 2023- 24 થી ધોરણ 6માં આશરે 53,200 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
રાજ્યમાં આવનારા 5 વર્ષમાં 38,550 શિક્ષકો નિવૃત થશે : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં વર્ષ 2017 28 સુધીમાં કુલ 38,550 જેટલા શિક્ષકો નિવૃત્ત થશે જેમાં ધોરણ એકથી પાંચમાં 25,560 અને ધોરણ 6 થી 8 માં 2292 જેટલા શિક્ષક સહિત કુલ પ્રાથમિક વિભાગમાંથી 27,852 જેટલા શિક્ષકો નિવૃત્ત થશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાંથી 10,698 જેટલા શિક્ષકો નિવૃત્ત થશે ત્યારે આગામી સાત વર્ષમાં સામાજિક ભાગીદારી હેઠળની શાળાઓમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આશરે સાડા ત્રણ લાખ હશે. જેથી શાળાઓ દ્વારા 7 વર્ષ દરમિયાન લગભગ 12, 000 જેટલા કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવશે.