ETV Bharat / state

કોંગ્રેસમાં વિખવાદ : નીતિન પટેલે કહ્યું,- 'કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ, હજુ વધુ રાજીનામા પડશે' - કોંગ્રેસમાં વિખવાદ

રાજ્યસભાની ખાલી પડેલી ગુજરાતની 4 બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી યોજાશે. જેમાં ભાજપે 3 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ કોંગ્રેસે 2 ઉમેદવારો જાહેર કર્યાં છે. ભાજપે ત્રીજો ઉમેદવાર જાહેર કરતાં રાજ્યમાં જોડતોડનું રાજકારણ શરૂ થયું છે. નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ, હજુ વધુ રાજીનામા પડશે.

patel
ગાંધીનગર
author img

By

Published : Mar 16, 2020, 11:43 AM IST

Updated : Mar 16, 2020, 12:09 PM IST

ભાજપે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટે રમીલાબેન બારા, અભય ભારદ્વાજ અને ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે. જે બાદ ગુજરાતના રાજકારણમાં જોડતોડનું રાજકારણ શરૂ થયું છે.

લીમડીના ધારાસભ્ય સોમા પટેલ અને ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીત અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામા આપ્યું છે. આ ચાર ધારાસભ્યોના રાજીનામા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વીકારી લીધા છે. ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂએ પણ રાજીનામું છે. જેથી કોંગ્રસનું સંખ્યાબળ ઘટીને 73 થી 69 થયું છે.

કોંગ્રેસમાં વિખવાદ: નીતિન પટેલે કહ્યું,- 'કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ, હજુ વધુ રાજીનામા પડશે'

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસ પોતાનું કરેલું ભોગવી રહ્યું છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે, એટલે જ ધારાસભ્યો રાજીનામું આપી રહ્યાં છે. મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્યો મુદ્દે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં જૂથવાદ વધી રહ્યો છે. ધારાસભ્યો નારાજ હોવાની વાત પણ સામે આવી હતી. આમ, કોંગ્રેસ પક્ષમાં જે રીતનો જૂથવાદ ચાલી રહ્યો છે, તે અત્યારે ચરમસીમા પર છે અને કોંગ્રેસે પોતાનું કરેલું જ હવે ભોગવી રહી હોય તેવું લાગી રહ્યું છે, કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને જ્યાં લઈ જવા હોય ત્યાં લઈ જઈ શકે છે, પરંતુ આજના દિવસમાં પણ વધુ રાજીનામા પડે તેવી પણ શક્યતાઓ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વ્યક્ત કરી છે. આ ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન કહ્યું કે, વિકાસ કરવો હોય તો ભાજપમાં જોડાવવું પડે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસની ધારાસભ્યની સંખ્યા 69 થઈ છે, ત્યારે રાજીનામા પહેલા ધારાસભ્યો ભાજપ પક્ષમાં જોડાયા છે કે, નહીં જોડાય તે બાબતે પણ કોંગ્રેસના એક પણ ધારાસભ્યોએ ફોડ પાડ્યો નથી. આ ઉપરાંત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ આ વાતને સસ્પેન્સ જ રાખી છે.

Last Updated : Mar 16, 2020, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.