- સેક્ટર 27ના બગીચા પાસેથી મૃતદેહ મળી આવ્યો
- મૂળ વડોદરાનો રહેવાસી છે, મરણજનાર યુવક
- ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો
ગાંધીનગર : બરોડાના રહેવાસી અને ગાંધીનગરમાં હોટેલ લીલામાં ફરજ બજાવતા દેવાંશ રિકી ભાટિયા નામના યુવકની વહેલી સવારમાં સેક્ટર 27ના બગીચા પાસે લાશ મળી હતી. દેવાંશ ગાંધીનગરમાં એકલો ભાડાના મકાનમાં રહેતો હતો. જો કે, લાશ દેખાતાની સાથે સ્થાનિક લોકો એકત્રિત થયા હતા. તેમજ પોલીસ અને LCB ને જાણ થતા તે પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, અને ત્યાંના CCTV ફૂટેજ તેમજ કોલ ડિટેઇલ સહિતની અન્ય વિગત મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો
DySP એમ.કે.રાણાએ કહ્યું કે, ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનની હદમાં ગઇરાત્રે સેકટર-27 ના બગીચા પાસે યુવક દેવાંશ ભાટિયા, રહે. શિવમ સોસાયટી સેક્ટર 27માં ભાડાના મકાનમાં. તે મૂળ વાસણા, ભટાલી વડોદરાનો રહેવાસી છે. હોટલ લીલામાં કેટલાક મહિનાથી નોકરી કરતો હતો. એની પહેલા તે કોર્ટયાર્ડ અમદાવાદની હોટલ ખાતે નોકરી કરતો હતો. અહીં એકલો રહેતો હતો. તેને કોઈ કારણસર છરી જેવા હથિયાર વડે ઘા મારી તેની હત્યા કરવામાં આવી હતી. સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો છે. સેક્ટર 21 તેમજ LCB PI દ્વારા આ કામમાં જોઈન્ટ થઇ તપાસ હાથ ધરી છે. કયા કારણોસર આ બનાવ બન્યો છે, કેમ મર્ડર કરવામાં આવ્યું તેની તપાસ ચાલી રહી છે.
સેક્ટર 27ના બગીચા પાસેથી મૃતદેહ મળી આવ્યો
ગઇ કાલે રજા હોવાથી દેવાંશ તેના ભાડાના મકાનમાં જ હતો, પરંતુ ગાર્ડનના કોર્નર પાસે આવેલ ચાની કીટલી પાસે લોહી લુહાણ હાલતમાં તેની લાશ મળી હતી. દેવાંશના ગાળાના ભાગે પણ ઇજા થઇ હોવાનું સામે આવ્યું હતું. તેમજ છાતીના ભાગે પણ તેના પર પ્રહાર કરાયો હતો. સેક્ટર 27માં રહેતા ભરત મારૂ ટિફિન સર્વિસ ચલાવે છે, જેમને દેવાંશ વિશે ખ્યાલ આવતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તેમને જોતા તીક્ષ્ણ હથિયારના ઘા વડે ગળા અને છાતીના ભાગે ઇજા થઇ હોવાનું માલુમ થયું હતું. જેમને આપેલી ફરિયાદના આધારે ગુનો દાખલ કરાયો હતો.
આ પણ વાંચો : ચીખલી કસ્ટોડિયલ હત્યા પ્રકરણમાં આરોપી PSI એમ.બી.કોકણીની ધરપકડ કરાઇ
આ પણ વાંચો : વલસાડના ડુંગરીમાં સિગરેટની દોઢ કરોડ રૂપિયાની લૂંટના ત્રણ આરોપીઓને મધ્યપ્રદેશ માંથી ઝડપી પડવામાં આવ્યા છે.