મુખ્યમંત્રીએ શ્યામાપ્રસાદ મુખરજીને ભાવાંજલિ આપતાં જણાવ્યું હતું કે, કાશ્મીર ભારતનું અવિભાજય અંગ છે અને સ્વ. શ્યામાપ્રસાદજીના સપના પ્રમાણે 370મી કલમ અને 35-A દૂર થાય તેવી દેશની જનતાની ભાવના સાકાર થાય તે દિવસો હવે દૂર નથી રહ્યાં.
ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ સ્વ. શ્યામાપ્રસાદજીને આ જ સાચી શ્રધ્ધાંજલિ હોઇ શકે. વધુમાં જણાવ્યું હતુ કે, કાશ્મીર માટે સંઘર્ષરત રહેલા સ્વ. મુખરજીની વંદના કરતા એક ભારત શ્રેષ્ઠ ભારત બને તેવી સંકલ્પના પણ વ્યકત કરી હતી.
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્યો, અગ્રણીઓએ પણ સ્વ. મુખરજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.