ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 513 કેસ સામે આવ્યા છે. જ્યારે આજે જાહેર કરેલા આંકડામાં કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 38 દર્દીના મોત થયા છે.
રાજ્યમાં કોરના વાઇરસના કુલ 22067 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી ગુરૂવારે માત્ર 366 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
સમગ્ર રાજ્ય કોરોના ગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 330, સુરત 86, વડોદરામાં 39, ગાંધીનગર 11, ભરૂચ 7, મહેસાણા, આણંદ 5-5, ભાવનગર, જામનગર, જુનાગઢ 3-3, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ, ખેડા, દાહોદ 2-2, પંચમહાલ, ગીર સોમનાથ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, નર્મદા 1-1 અને અન્ય રાજ્યમાં બે કેસ સામે આવ્યા છે.
જ્યારે 61 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 1385 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધું 15635 કેસ થયાં છે.