ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની પૂરક માંગણીઓમાં લઘુમતિ સમાજની બજેટને લઈને રજૂઆત કરવામાં આવી હતી. એક તરફ ભાજપ "સૌનો સાથ સૌના વિકાસ"ની વાત કરે છે. હવે તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે. સૌના વિશ્વાસનો ત્યારે આ વિશ્વાસની કેવી રીતે વાત કરે છે. દર વર્ષે લઘુમતી સમાજના બજેટમાં ઘટાડો કરવામાં આવે છે. ગત વર્ષ કરતા આ વર્ષે એક કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે વર્ષ 2016 -17 પ્રમાણે ગણીએ તો લગભગ 65 કરોડ રૂપિયા ઓછા કરવામાં આવ્યા છે.
ગ્યાસુદ્દીન શેખે વધુમાં કહ્યું કે, રાજ્યમાં લઘુમતિ સમાજની વસ્તી 65 લાખની છે. જ્યારે બજેટ માત્ર 63 કરોડ જ્યારે મહિને આઠથી દસ રૂપિયા ખર્ચ સરકાર લઘુમતિઓ માટે કરવા માંગે છે. આ પ્રમાણે ગણીએ તો રોજના 20થી 25 પૈસાની આસપાસ થાય છે. સરકારે સૌના વિકાસની વાત કરી લોકોને ગુમરાહના કરવા જોઈએ.સરકાર અમારા માટે કંઈ કરવાની નથી ત્યારે દેખાડો અને દંભ કેમ કરી રહી છે? લઘુમતી સમાજ જે કઈ વિકાસ કર્યો છે તે પોતાની રીતે કર્યો છે. સરકારે કોઈ દિવસ અમારો વિકાસ કર્યો જ નથી, વાત તુષ્ટિકરણની થાય છે. પરંતુ સ્પષ્ટ કહું છું કે દૃષ્ટિ કારણ નહીં પરતું અમારુ શોષણ કરવામાં આવે છે. હજયાત્રા પર જે પ્રવાસીઓ જાય છે તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જમ્મુમાં શહીદ થયેલા વડોદરાના યુવાન આરીફ પઠાણને અલ્લાતાલા જન્નતમાં સ્થાન આપે તેવી દુઆ કરી હતી. જ્યારે તેમના પરિવારજનોને સાંત્વના આપે તેવી પ્રાર્થના પણ કરી હતી.