ETV Bharat / state

સીએમ સહિત પ્રધાનોએ લીધા ઓફિસ ચાર્જ, દાદા ભગવાન, કૂળદેવી, ગણપતિ, હનુમાનજીને ભજી ગાદીએ બેઠાં - ગણપતિ

ગુજરાત રાજ્યના નવા પ્રધાનમંડળ દ્વારા આજે વિધિવત પોતાની ઓફિસના ચાર્જ (Gujarat Cabinet Minister Takes Charge )સંભાળવામાં આવ્યાં હતાં. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel takes charge of CMO office ) સહિતના 15 પ્રધાનોએ ધારમિક પરંપરા નીભાવતાં પોતાની ગાદી સંભાળી ( Ministers Taking Charge with Worship )લીધી છે. ફક્ત શિક્ષણપ્રધાન કુબેર ડીંડોરે આજે ચાર્જ સંભાળ્યો નથી.

સીએમ સહિત પ્રધાનોએ લીધા ઓફિસ ચાર્જ, દાદા ભગવાન, કૂળદેવી, ગણપતિ, હનુમાનજીને ભજી ગાદીએ બેઠાં

author img

By

Published : Dec 13, 2022, 6:42 PM IST

ગાંધીનગર ગુજરાતમાં ભાજપ પક્ષે વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક સાથે મહાવિજય પ્રાપ્ત કર્યો છે. ત્યારે 12 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ સહિતના અન્ય પ્રધાનોએ પણ શપથ ગ્રહણ કર્યા હતાં. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના અન્ય પ્રધાનોએ પોતાની ઓફિસનો ચાર્જ (Gujarat Cabinet Minister Takes Charge ) સંભાળ્યો હતો. જોકે શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે હજુ ચાર્જ લીધો નથી.

કોણે કેવી રીતે ચાર્જ સંભાળ્યો ભૂપેન્દ્ર પટેલની સરકારના તમામ પ્રધાનોએ પોતાના કુળદેવતા, દેવી અને માતાપિતાના ફોટા લગાવીને તેમની પૂજાઅર્ચના કરીને ઓફિસનો ચાર્જ સંભાળ્યો હતો. નવી સરકારનું કામકાજ શરુ કરતાં પહેલાં ઓફિસ ચાર્જ સંભાળવાની પરંપરા નીભાવાતી હોય છે. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના શ્રદ્ધેય દાદા ભગવાનના આશીર્વાદ લીધાં હતાં. સીએમ ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાનની મૂર્તિને ફૂલહાર કરીને ઓફિસનો ફરી ચાર્જ (Bhupendra Patel takes charge of CMO office ) લીધો હતો. અગાઉ જયારે પ્રથમ વખત મુખ્યપ્રધાન તરીકે નિયુક્ત થયા ત્યારે જ ઓફિસમાં દાદા ભગવાન સ્થાપના કરી હતી. તે રીતે અન્ય પ્રધાનોએ પણ પોતાના કયા શ્રદ્ધેયના આશીર્વાદ ( Ministers Taking Charge with Worship ) લઇને ગાદી સંભાળવાનું કામ (Gujarat Cabinet Minister Takes Charge ) શરુ કર્યું તે જોઇએ.

સીએમ ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાનની મૂર્તિને ફૂલહાર કરીને ઓફિસનો ફરી ચાર્જ લીધો

કનુ દેસાઈ કનુ દેસાઇએ ચાર્જ (Kanu Desai Takes Charge )સંભાળ્યો ત્યારે ફક્ત ઓફિસમાં ફૂલ હાર કરવામાં આવ્યા હતાં. કનુ દેસાઈને જૂની જ ઓફિસમાં ફરીથી સત્તા સંભાળી છે એટલે તેઓ ભગવાનના દર્શન કરીને ચાર્જ સંભાળ્યો હતો.

કુંવરજી બાવળિયા વિજય રૂપાણીની સરકારમાં જ્યારે તેઓને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા હતાં. ત્યારે પણ તેઓએ સત્યનારાયણની કથા કરીને ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે આજે ફરીથી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ દરજ્જો મળ્યો છે ત્યારે કુંવરજી બાવળિયા તેમના પરિવારજનો સાથે મળીને ઓફિસની અંદર જ સત્યનારાયણની કથા કરાવીને મંત્રોચ્ચાર સાથે ઓફિસનો ચાર્જ (Kunvarji Bavaliya Takes Charge)લીધો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે છેવાડાના ગામડાઓ સુધી પીવાના પાણી માટેની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભૂતકાળમાં પણ પ્રયાસો કર્યા છે. થોડી યોજનાઓ હજી અધૂરી અને બાકી છે તે યોજના પૂર્ણ થાય અને લોકોને સંતોષકારક પાણી મળે તે બાબતે આયોજન કરવામાં આવ્યું છે. જે વિસ્તારમાં શરૂ કરવાની વાત છે અને ટેન્કર રાજ દૂર કરીને તે ગામ સુધી પીવાનું પાણી મળે તે માટેનું પણ ખાસ આયોજન છે. વધુમાં વધુ છ મહિનામાં કોઈપણ ગામડામાં પીવાના પાણીની સમસ્યા રહેશે નહી.

ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્ય બેઠક ઉપરથી ભાનુબેન બાબરીયાએ જીત મેળવી છે અને તેઓને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સામાજિક ન્યાય વિભાગની ફાળવણી કરવામાં આવી છે. તેઓ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં એકમાત્ર મહિલા પ્રધાન છે. તેમણે સવારે સેક્ટર 17ના હનુમાનજી મંદિરે દર્શન કર્યા બાદ ઓફિસમાં પ્રવેશ (Bhanuben Babriya Takes Charge) મેળવ્યો હતો અને ત્યાં કુળદેવીની આરતી અને બાબા આંબેડકરને પુષ્પાંજલિ કરીને પોતાના પરિવારજનોની હાજરીમાં ઓફિસનો ચાર્જ લીધો હતો. તેમણે આ તકે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીયપ્રધાન અમિત શાહે મને ગુજરાતમાં પ્રધાન તરીકેની જવાબદારી સોંપી છે ત્યારે મારું પ્રથમ પ્રાધાન્ય ગરીબો અને સિનિયર સિટીઝનના મહત્વના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો રહેશે. હું એક કાર્યકર્તા તરીકે જ કામ કરીશ અને જેમ હું મારા મત વિસ્તારમાં કામ કરેલું છે તેવી જ રીતે હું આવનારા દિવસોમાં મહિલાઓ માટે બાળકો માટે સિનિયર સિટીઝન માટે હું કામ કરીશ. તમામ લોકોને વહેલી તકે ન્યાય મળે તથા કોઈ પણ લોકોના કામ પડતર ન રહે તેને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે.

ઋષિકેશ પટેલ જૂની સરકારમાં પણ ઋષિકેશ પટેલ આરોગ્ય વિભાગની જવાબદારી સંભાળી રહ્યા હતાં. નવી સરકારમાં પણ તેઓને આરોગ્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે જૂની ઓફિસ તેમને ખૂબ નાની પડતી હોવાથી તેઓએ રાજેન્દ્ર ત્રિવેદીની ઓફિસની માંગ કરી હતી અને આ ઓફિસમાં પરિવારજનો સાથે માતાજીની આરતી કરીને ઓફિસનો ચાર્જ (Rishikesh Patel Takes Charge) સંભાળ્યો હતો.

રાઘવજી પટેલ ભૂપેન્દ્ર પટેલની જૂની સરકારમાં કૃષિપ્રધાન તરીકેની જવાબદારી સોંપી હતી. પરંતુ નવી સરકારમાં ઓફિસ બદલાય છે. જેથી રાઘવજી પટેલે ઓફિસના મુખ્ય દરવાજે નીચે બેસીને પૂજાવિધિ કરીને તેઓએ ઓફિસમાં પ્રવેશ (Raghavji Patel Takes Charge)મેળવ્યો હતો.

મૂળૂભાઈ બેરા ભૂપેન્દ્ર પટેલની સરકારના એકમાત્ર એવા પ્રધાન કે જેને પોતાના સ્વર્ગસ્થ પિતાનો ફોટો મૂકીને પૂજાઅર્ચના (Mulu Bera Takes Charge) કરી હતી અને ત્યાર બાદ માતાજીની પૂજાવિધિ કરી ઓફિસ ચાર્જ સંભાળ્યો હતો.

હર્ષ સંઘવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં હર્ષ સંઘવી ગૃહ વિભાગ સંભાળતા હતાં. ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં પણ રાજ્યકક્ષાની ગૃહવિભાગની જવાબદારી મળી છે. ત્યારે સંઘવીએ તે જ ઓફિસમાં સત્તાવાર ચાર્જ (Harsh Sanghvi Takes Charge) લીધો છે. પ્રવેશ દરમિયાન ફરીથી તેઓએ બેનની હાજરીમાં ઓફિસમાં પ્રવેશ મેળવ્યો હતો.

મુકેશ પટેલ શપથવિધિ બાદ મુકેશ પટેલ સીધો ઓફિસનો ચાર્જ સંભાળ્યો હતો. પટેલની જૂની સરકારમાં મુકેશ પટેલ રાજ્યકક્ષાના પ્રધાન હતાં અને તે જ ઓફિસમાં તેઓએ ફરીથી ચાર્જ (Mukesh Patel Takes Charge) સંભાળ્યો છે.

પુરષોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીએ પોતાની ઓફિસમાં ચાર્જ (Parsotam Solanki Takes Charge )સાંભળ્યો હતો. જ્યારે પુરષોત્તમ સોલંકીએ પોતાના કાર્યાલયમાં કૂળદેવી મંદિરની સ્થાપના કરી હતી.

જગદીશ પંચાલ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા જગદીશ પંચાલે મા ભારતીની પૂજા કરીને ઓફિસનો ચાર્જ (Jagdish Panchal Takes Charge )સાંભળ્યો હતો. જ્યારે જગદીશ પંચાલને જે લોકો પણ મળવા આવે છે. તે લોકોને સ્કૂલમાં બાળકોને ઉપયોગમાં આવે તેવા ચોપડા ભેટ આપવામાં આવ્યા છે. આજના દિવસે કુલ 50 ડઝન ચોપડાઓ ભેટ આપ્યાં છે.

બચુભાઇ ખાબડ મધ્યપ્રદેશના પ્રખ્યાત મંદિર એવા પન્ના મંદિર ભગવાનની સ્થાપના રાજ્યકક્ષાના પ્રદાન બચુભાઈ ખાબડે પોતાના કાર્યાલયમાં કરી છે. તેઓએ પન્ના દેવની સ્થાપના કરીને પૂજા અર્ચના ((Bachu Khabad Takes Charge ) )કરી હતી. ભગવાન પન્ના દેવનું મંદિર મધ્યપ્રદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે.

પ્રફુલ્લ પાનસેરિયા ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં પ્રફુલ પાનસેરીયાને રાજ્યકક્ષાના પ્રધાન તરીકેની જવાબદારી મળી છે. તેઓએ પોતાની ઓફિસમાં ચાર્જ લેતા પહેલાં ભગવાન રાધાકૃષ્ણા, સરસ્વતીનો ફોટો મૂકીને પૂજા કરીને ઓફિસનો ચાર્જ (Praful Panseriya Takes Charge )લીધો હતો.

કુબેર ડીંડોર રાજ્ય સરકારમાં કેબિનેટ શિક્ષણપ્રધાન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. પરંતુ આજે તેઓએ ચાર્જ સંભાળ્યો ન હતો અને કુબેરભાઈ ડીંડોર ગુરુવારે સત્તાવાર રીતે પોતાની ઓફિસનો ચાર્જ સંભાળશે.

જૂના પ્રધાનો જોવા મળ્યાં જ નહીં વિજય રૂપાણી સરકારના રાજીનામાં બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં વિજય રૂપાણીના પ્રધાનો પણ નવી સરકારના પ્રધાનોના ઓફિસ ચાર્જ લેવા દરમ્યાન હાજર રહ્યાં હતાં ત્યારે આજે જેમણે પણ ચાર્જ લીધો છે તેમાં જૂના પ્રધાનો હાજર થયાં ન હતાં. નીમાબેન આચાર્ય, બ્રિજેશ મેરજા અને કિરીટસિંહ રાણા સચિવાલયમાં પ્રધાનોને ઓફિસ ચાર્જ (Gujarat Cabinet Minister Takes Charge )સંભાળવાના સમયે જોવા મળ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.