ETV Bharat / state

ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક સંપન્ન, જાણો શું થઇ ચર્ચા? - concluded in Gandhinagar

સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક સંપન્ન થઇ હતી. દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણના બનાવો સામે લાંબાગાળાના સઘન રક્ષાત્મક પગલાં લેવાનું વન વિભાગનું આયોજન કરવામાં આવ્યું છે.

meeting of the State Board for Wild Life was concluded in Gandhinagar

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 2, 2024, 8:09 PM IST

Updated : Jan 2, 2024, 9:47 PM IST

ગાંધીનગર: સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 23 મી બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં રાજ્યના સુરત વન વર્તુળના બે વિભાગોના 69668.51 હેક્ટર રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે વન વિભાગ દ્વારા હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી.

  • ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની ૨૩મી બેઠકમાં વન્ય જીવસૃષ્ટિ અને પર્યાવરણના સંરક્ષણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું. રાજ્યના સુરત વન વર્તુળના બે વિભાગોના રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચના… pic.twitter.com/97QQEdeWWI

    — Bhupendra Patel (@Bhupendrapbjp) January 2, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સુરત જિલ્લાના ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ તેમજ તાપી વ્યારાના ખેરવાડા, ટાપ્તી અને વાજપુર એમ 7 રેન્જના અને અખંડ જંગલની માહિતી, ફ્લોરા અને ફૌનાનું પ્રાથમિક સર્વેક્ષણ વન વિભાગના ક્ષેત્રીય અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવશે. સીએમ ભૂપેન્‍દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માનવ જીવન વિકાસ સાથે વન્ય જીવસૃષ્ટિ અને પર્યાવરણના જતન-સંવર્ધન સાથેના સમન્વિત વિકાસ માટે આપેલા મિશન લાઇફ વિચારને કેન્દ્ર સ્થાને રાખવા આ બેઠકમાં પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

સીએમ સમક્ષ આ બેઠકમાં રાજયના 7 અભયારણ્યમાં અન્‍ડર ગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ, મોબાઇલ ટાવર્સ, રોડ-રસ્તા એમ 15 કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. ઘુડખર અભયારણ્ય ઉપરાંત કચ્છ, બાલારામ-અંબાજી, નારાયણ સરોવર, ગીર, જાંબુઘોડા અને શૂરપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં આ કામો હાથ ધરાશે.

રાજ્યમાં દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણનાં બનાવો સામે વન વિભાગે લાંબાગાળાના રક્ષાત્મક ઉપાયો અને કામગીરી કર્યા છે તે અંગે આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અગ્ર મુખ્ય વનસંરક્ષક (વન્યપ્રાણી) નિત્યાનંદ શ્રીવાસ્તવે આ સંદર્ભમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન પ્રસ્તૃત કર્યુ હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, હિંસક દીપડાઓને ટ્રાન્ક્વિલાઈઝ કરવા માટે પૂરતા પ્રમાણમાં ટ્રાન્ક્વિલાઈઝર ગન ખરીદીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માનવ વસ્તીના વિસ્તાર પ્રમાણે વધુ ગીચતા હોઇ, માનવ વસ્તી આસપાસ આવી જતાં દીપડાને પકડવા તાલુકા દીઠ 10 પાંજરાઓની ખરીદીનું પણ આયોજન છે. દીપડાઓની વર્તણુંકના અભ્યાસ અને તેની હિલચાલ પર નજર રાખવા ટ્રેપ કેમેરા ખરીદીની કાર્યવાહી સાથે દીપડાઓને રેડિયો કૉલર કરવાનું કામ પણ વિભાગે કર્યું છે. પાંચ દીપડાઓને રેડિયો કૉલર પણ કરવામાં આવેલા છે.

દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં બે નવા રેસ્ક્યુ સેન્ટર બનાવવાની કાર્યવાહી પ્રગતિમાં છે તેમજ તાજેતરમાં પાવાગઢ અને જાંબુઘોડા ખાતે રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે તેની પણ વિગતો તેમણે આપી હતી.

  1. Cabinet Meeting : કેબિનેટ બેઠકમાં થશે વાઈબ્રન્ટની સંપૂર્ણ સમીક્ષા, પતંગ મહોત્સવ બાબતે આયોજન
  2. VGGS 2024 : ક્લાઇમેટ ચેન્જ જેવી વૈશ્વિક સમસ્યા સાથે લડવા ગુજરાત મંચ આપશે, ટુવર્ડ્સ નેટ ઝીરો પર વિશેષ સેમિનાર

Last Updated : Jan 2, 2024, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.