ETV Bharat / state

ગુજરાતમાં 3500 પશુ લમ્પી વાયરસની ઝપેટમાં, સરકારે વેક્સિનના ડોઝનો ઓર્ડર આપ્યો : રાઘવજી પટેલ

ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસ સામે (Lumpy virus in Gujarat)આવી રહ્યા છે. રાજ્યમાં 3500 જેટલા પશુઓમાં લમ્પી વાયરસ નોંધાયો છે. લમ્પીના લીધે કેટલાક પશુઓના(Lumpy Skin Disease)મોત પણ થયા છે. ત્યારે સુધીમાં ત્રણ લાખથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. હાલ 2,00,000 રસીના ડોઝનો સ્ટોક પડ્યો છે. સરકારે આયોજન રૂપી વધુ 12 લાખ વેક્સિનના ડોઝનો ઓર્ડર પણ આપી દીધો છે.

ગુજરાતમાં 3500 પશુ લમ્પી વાયરસની ઝપેટમાં , સરકારે વેકસીનના ડોઝનો ઓર્ડર આપ્યો: રાઘવજી પટેલ

author img

By

Published : Jul 19, 2022, 7:15 PM IST

ગાંધીનગર સમગ્ર વિશ્વમાં અને દેશમાં કોરોના વાયરસ હાહાકાર (Lumpy virus in Gujarat)મચાવી રહ્યો છે. ગુજરાતમાંથી એક નવી મુસીબત આવી પડી છે સૌરાષ્ટ્ર ઝોન અને દક્ષિણના સુરતમાં ગાય ભેંસમાં લમ્પી વાયરસના કેસ (Lumpy Skin Disease)સામે આવ્યા છે. જ્યારે છેલ્લા કેટલાય દિવસની વાત કરવામાં આવે તો રાજ્યમાં 3500 જેટલા પશુઓમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા હોવાની વિગત રાજ્યના પશુપાલન કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે આપી હતી.

રાજ્યમાં કેટલું પશુ ધન - સમગ્ર ગુજરાત રાજ્યમાં પશુધનની વાત કરવામાં આવે તો બે કરોડની આસપાસની સંખ્યામાં ગાય અને ભેંસની સંખ્યા છે. જ્યારે ફક્ત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણના સુરત જિલ્લામાં કુલ 3500 જેટલા પશુઓમાં લમ્પી વાયરસના(Lumpy virus) સામાન્ય લક્ષણો ધરાવતા કેસ સામે આવ્યા છે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા જે વિસ્તારમાં કેસ સામે આવી રહ્યા છે તે વિસ્તારની આસપાસના પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં જેટલા પણ પશુઓ હોય છે તે તમામ પશુઓનું રસીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જ્યારે ફક્ત સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવામાં આવે તો 44 લાખ જેટલા પશુઓનો સમાવેશ થાય છે.

લમ્પી વાયરસ

સરકાર પાસે મોતના આંકડા જ નહિ - લમ્પી વાયરસના કારણે ગુજરાતના અનેક પશુઓના મોત થયા છે. આ બાબતે ETV Bharatના પ્રશ્નના ઉત્તર આપતા પશુપાલન કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે પશુઓમાં જે આ રોગ સામે આવ્યો છે તેમાં મૃત્યુ પણ થવાની ઘટના સામે આવી છે. પરંતુ કેટલા પશુઓના મૃત્યુ થયા છે તે ચોક્કસ આંકડો હજી સુધી રાજ્ય સરકારને પ્રાપ્ત થયો નથી. જ્યારે અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ પશુઓનું રસીકરણ(Vaccination against Lumpy virus) કરવામાં આવ્યું છે જ્યારે હજુ પણ રાજ્ય સરકાર પાસે 2,00,000 રસીના ડોઝનો સ્ટોક પડ્યો છે. આ ઉપરાંત બીમારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અને આવનારા દિવસોમાં જો આ રોગ વકરે હતો તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે આયોજન રૂપી વધુ 12 લાખ વેક્સિનના ડોઝનો ઓર્ડર પણ આપી દીધો છે જે ટૂંક સમયમાં રાજ્ય સરકારને સુપ્રત થશે.

કચ્છમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા - કચ્છમાં પણ લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. કચ્છમાં 5600 કેસ નોંધાયા છે. જ્યારે 67566 વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. કચ્છમાં 27000 વેક્સિન સ્ટોક રાખવામાં આવ્યો છે. જિલ્લામાં પશુપાલકોના જણાવ્યા મુજબ 5000થી વધુ પશુઓના લમ્પી વાયરસ કારણે મોત થયા છે. કચ્છના માંડવી, અબડાસા અને લખપત તાલુકામાં લમ્પીના કેસ નોંધાયા છે.

પોરબંદરમાં પશુઓના મોત - પોરબંદરના પશુઓમાં જોવા મળતો જૂનાગઢથી પશુ નિષ્ણાંતો (Animal Expert And Doctors) તથા તબીબોની ટીમ પોરબંદર દોડી ગઈ હતી. પોરબંદરમાં પશુઓને 5336 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વેક્સિનનો જથ્થો 3000નો છે. જિલ્લામાં 20000 વેક્સિનના ડોઝની માંગ છે. પોરબંદરમાં 39 પશુઓના લમ્પી વાયરસના કારણે મોત થયા છે.

આ પણ વાંચોઃ Lumpy Skin Disease: વડોદરામાં વંદે ગુજરાત રથના માધ્યમથી લમ્પી વાયરસ અંગે જાગૃતિ

જામનગરમાં પશુનું રસીકરણ - જામનગરમાં લમ્પી વાયરસ જોવા મળ્યો હતો. જામનગરમાં 15 પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. શહેરમાં લમ્પીના કારણે એક પણ પશુનું મોત નોંધાયું નથી. જામનગરમાં 2000થી વધારે પશુઓને રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે.

દ્વારકામાં લમ્પી વાયરસનો કહેર - હાલ દેવભૂમિ દ્વારકામાં લમ્પી વાયરસનો કહેર વધી રહ્યો હોવાથી ખંભાળિયા ખાતે આવેલ સ્વ. લાભુબેન રણછોડદાસ બરછા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અબોલ તીર્થ હોસ્પિટલમાં પશુઓ માટે વોર્ડ બનાવવામાં આવ્યો. જેમાં હાલ 13 પશુઓ દાખલ છે. આ રોગમાં સ્ટીફનેસ વધુ હોય છે આથી બધા પશુઓ હરી ફરી શકે એ માટે મુક્ત રાખવામાં આવે છે. સંસ્થાના વેટરનરી ઓફિસર ડો. એન.એચ. આંબલીયા અને સ્ટાફ સઘન સારવાર કરી રહ્યા છે. હાલ આ વાયરસથી કોઈ પણ પશુનું મૃત્યુ થયેલ નથી અને અત્યાર સુધીમાં 2000 થી વધુ પશુઓને વેક્સિનના ડોઝ આપીને તેમને નવું જીવન પ્રદાન કર્યું છે.

આ પણ વાંચોઃ દ્વારકામાં ફેલાઈ રહ્યો છે પશુઓમાં આ રોગ, શું છે રોગ અને કઈ રીતે આ રોગને ફેલાતો અટકાવ્યો?

રસીનો ઉપયોગ - રાજ્યના પશુપાલન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા વધુ બાલ લાખ જેટલા બોક્સિંગના ઓર્ડર આપવામાં આવ્યા છે. પશુઓમાં જોવા મળતા લમ્પીથી વાયરસના કેસની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દર જિલ્લાઓમાં આની અસર જોવા મળી રહી છે જેમાં દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર અને અમરેલીમાં ગાય, ભેંસ વર્ગના પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ નામનો રોગ જોવા મળેલ છે. આ એક વાયરસ જન્ય રોગ છે જેનો ફેલાવો મચ્છર દ્વારા થાય છે જ્યારે દૂષિત ખોરાક અને પાણીથી પણ આ રોગ વધુ ફેલાય છે જ્યારે પશુઓમાં આ રોગના લક્ષણોની વાત કરવામાં આવે તો પશુઓમાં સામાન્ય તાવ આંખ, નાકમાંથી પ્રવાહી પડવું મોઢામાંથી લાડ પડવી આખા શરીર પર ગાંઠો જેવા નરમ પુડલા પડવા પશુઓનું દૂધ ઉત્પાદન ઘટવું, ખાવાનું બંધ કરે કે ખાવામાં તકલીફ પડે તેવા લક્ષણો સામે આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.