આ બાબતે રાજ્યના પૂર્વ પંચાયત પ્રધાન રણછોડ દેસાઈએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જે SC-STના સર્ટિફિકેટ રદ થયા હતા. તે બન્ને ઉમેદવારો પરીક્ષામાં પાસ હતા પરંતુ તેઓને નોકરી મળી નહોતી. જેથી તેમના પિતાને લાગી આવ્યું અને તેમણે આત્મહત્યા કરી હતી. હવે આ મામલે સમાધાન કરવામાં આવ્યું છે. માલધારી સમાજ અને રાજ્ય સરકાર વચ્ચે સંમતિ થઈ છે અને જૂનાગઢમાં મૃતકના પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે. આ ઉપરાંત 26 જાન્યુઆરી બાદ સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે તે પરિપત્ર અને લઈને પણ સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે.
LRD આત્મહત્યા મામલો, માલધારી આગેવાનો રાજ્ય સરકાર સાથે બેઠક કરશે - Meeting with State Government
ગાંધીનગર: રાજ્યમાં LRDની પરીક્ષા બાદ રાજ્ય સરકારે ખોટા સર્ટિફિકેટનું કારણ આપીને અનેક SC, ST અને OBCના સર્ટિફિકેટ રદ કર્યા હતાં. જેમાં જૂનાગઢના બે વિદ્યાર્થીઓના પણ સર્ટિફિકેટ રદ થયા હતાં. ત્યારબાદ LRD પરીક્ષાના ઉમેદવારના પિતાએ જૂનાગઢમાં આત્મહત્યા કરી હતી. જેને પગલે માલધારી સમાજ રસ્તા પર ઉતરી આવ્યો અને રાજ્ય સરકારનો વિરોધ કરી રહ્યો હતો. ત્યારે માલધારી સમાજને મનાવવા અને ડેમેજ કન્ટ્રોલ કરી શકાય તે હેતુથી રાજ્યના પૂર્વ પંચાયત પ્રધાન રણછોડ દેસાઈએ મધ્યસ્થીની ભૂમિકા ભજવીને મામલો થાળે પાડયો હતો. ત્યારબાદ જૂનાગઢમાં મૃતકના પરિજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
આ બાબતે રાજ્યના પૂર્વ પંચાયત પ્રધાન રણછોડ દેસાઈએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જે SC-STના સર્ટિફિકેટ રદ થયા હતા. તે બન્ને ઉમેદવારો પરીક્ષામાં પાસ હતા પરંતુ તેઓને નોકરી મળી નહોતી. જેથી તેમના પિતાને લાગી આવ્યું અને તેમણે આત્મહત્યા કરી હતી. હવે આ મામલે સમાધાન કરવામાં આવ્યું છે. માલધારી સમાજ અને રાજ્ય સરકાર વચ્ચે સંમતિ થઈ છે અને જૂનાગઢમાં મૃતકના પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો છે. આ ઉપરાંત 26 જાન્યુઆરી બાદ સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે તે પરિપત્ર અને લઈને પણ સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે.
નોંધ : ઈટીવી ભારત એક્સક્લુઝીવ છે
ગાંધીનગર : રાજ્યમાં એલઇડી ની પરીક્ષા બાદ રાજ્ય સરકારે ખોટા સર્ટિફિકેટ હોવાના કારણ આપીને અનેક એસસી એસટી અને ઓબીસી ના સર્ટિફિકેટ રદ કર્યા હતા જેમાં જૂનાગઢ ના બે વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ રદ થતાં એલઇડી પરીક્ષાના ઉમેદવારના પિતાએ જૂનાગઢમાં આત્મહત્યા કરી હતી જેને પગલે માલધારી સમાજ રસ્તા પર ઉતરીને સરકારના વિરોધમાં આવ્યો હતો ત્યારે માલધારી સમાજ ના વિરોધમાં ન જાય અને ડેમેજ કન્ટ્રોલ થાય તે માટે રાજ્યના પૂર્વ પંચાયત પ્રધાન રણછોડ દેસાઇએ સહકારની ભુમિકા ભજવીને મામલો થાળે પાડયો ત્યારબાદ જૂનાગઢમાં ડેડબોડી કરવાનું નક્કી થયું..
Body:આ બાબતે રાજ્યના પૂર્વ પંચાયત પ્રધાન રણછોડ દેસાઈ etv ભારત સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે જે એસસી-એસટી સર્ટિફિકેટ રદ થયું હતું તેમાં બન્ને ઉમેદવારો એ પરીક્ષામાં પાસ હતા પરંતુ તેઓને નોકરી ના લાગી સર્ટિફિકેટ થવાના કારણે તેમના પિતાને લાગી આવ્યું અને તેઓએ આત્મહત્યા કરી છે જ્યારે હવે આ મામલો થાળે પાડવામાં આવ્યો છે સરકાર સાથે સંમતિ થઈ છે સાથે જ સંમતિ થયા બાદ જ જૂનાગઢમાં યુવાનના પિતાએ તેની ડેડ બોડી પરિવારજનો દ્વારા સ્વીકારવામાં આવી છે આ ઉપરાંત હવે આગામી સમયમાં 26 જાન્યુઆરી બાદ જે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે તે પરિપત્ર અને લઈને પણ સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત 26 જાન્યુઆરી બાદ પરિપત્રમાં સુધારો વધારો થશે કે નહીં તે પણ ત્યારબાદ જ નક્કી કરવામા આવશે.
Conclusion:ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ આજે નિવેદન આપ્યું હતું કે પરિપત્ર માં કોઈ સુધારો નહીં થાય તેના જવાબમાં રણછોડ દેસાઈએ જણાવ્યું હતું કે પરિપત્ર અંગે નિર્ણય લેવો કોઈ એક વ્યક્તિ નો નિર્ણય નથી પરંતુ સરકાર સાથે સમાધાન અને બેઠક કરીને પરિપત્ર અંગે ચર્ચા વિમર્શ કરવામાં આવશે..