ગાંધીનગર રાજ્યમાં 14 જિલ્લાની 93 બેઠકો માટે આજે વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) બીજા તબક્કામાં મતદાન (Second Phase Election 2022) થયું હતું. આજે સવારે 8 વાગ્યાના ટકોરે તમામ જિલ્લાઓમાં મતદાન શરૂ થઈ ગયું હતું. ત્યારે રાજ્યમાં બપોરે 3 વાગ્યા સુધીમાં મતદાનનો આંકડો માંડ 50.51 ટકાએ પહોંચ્યો હતો. સવારે પ્રથમ કલાકમાં 14 જિલ્લામાં કુલ 4.75 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 11 વાગ્યા સુધીમાં 19.17 ટકા, 1 વાગ્યા સુધીમાં 34.74 ટકા અને બપોરે 3 વાગ્યા સુધીમાં 93 બેઠકો ઉપર 50.51 ટકા મતદાન (Low Turnout for Gujarat Election) નોંધાયું હતું.
બપોરે 3 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન જોઈએ અમદાવાદમાં 44.67 ટકા, આણંદમાં 53.75 ટકા, અરવલ્લીમાં 54.19 ટકા, બનાસકાંઠામાં 55.52 ટકા, છોટા ઉદેપુરમાં 54.40 ટકા, દાહોદમાં 46.17 ટકા, ગાંધીનગરમાં 52.05 ટકા, ખેડામાં 53.94 ટકા, મહેસાણામાં 51.33 ટકા, મહીસાગરમાં 48.54 ટકા, પંચમહાલમાં 53.84 ટકા, પાટણમાં 50.97 ટકા, સાબરકાંઠામાં 57.23 ટકા, વડોદરામાં 49.69 ટકા મતદાન થયું હતું.
કેટલા EVM ખરાબ નીકળ્યા આજે 37,395 બેલેટ યૂનિટ, 36,016 કન્ટ્રોલ યુનિટ અને 39,899 VVPAT સાથેના EVM મશીન્સ દ્વારા મતદાનની (Low Turnout for Gujarat Election) પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી. સવારે 11 વાગ્યા સુધીમાં 26,409 મતદાન મથકો પૈકી માત્ર 41 મતદાન મથકોમાં બેલેટ યુનિટ રિપ્લેસ કરવા પડ્યા હતા, જેની ટકાવારી 0.1 ટકા છે. જ્યારે 40 કન્ટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે, જેની ટકાવારી પણ 0.1 છે. તો 26,409 મતદાન મથકો પૈકી માત્ર 109 જગ્યાએ VVPAT રિપ્લેસ કરવામાં આવ્યા હતા, જેની ટકાવારી 0.4 છે.
પહેલા મતદાનનો બહિષ્કાર પછી મતદાન બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા ગામમાં વહેલી સવારથી ભારે મતદાન થઈ રહ્યું હતું. લોકો ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગામની શાળામાં આવેલા મતદાન મથક પર આવી રહ્યા હતા. વડગામ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વાડીયા ગામના નાગરિકો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ક્યાં પડ્યો ડખો ચૂંટણીમાં (Gujarat Election 2022) ખેડા જિલ્લાના ખાંડીવાવ ગામના ગ્રામજનોએ મતદાનથી (Low Turnout for Gujarat Election) અળગા રહેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ વહીવટી તંત્રની (Election Commission of Gujarat) અપીલ અને અનુરોધને માન આપીને ખાંડીવાવના ગ્રામજનો મતદાનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યારે વડોદરાના પાદરા વિસ્તારમાં ગર્લ્સ હાઈસ્કૂલના મતદાન મથકમાં EVMમાં ક્ષતિ હોવાના રિપોર્ટ મળ્યા હતા, તુરંત જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે અને હવે EVM ચાલુ હતું.
વેબકાસ્ટિંકથી ક્રોસ વેરિફિકેશન તો વેબકાસ્ટિંગના માધ્યમથી ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લામાં ડભોઈ સિનોર ચોકડી ખાતે પણ EVMમાં ક્ષતિ હોવાના રિપોર્ટ હતાય ત્યાં પણ હવે EVM ચાલુ હતું અને કોઈ જ ફરિયાદ નથી. બનાસકાંઠા જિલ્લામાં મીઠા વિરાણા ગામમાં EVMનો ઈશ્યુ હતો. ત્યાં પણ ચૂંટણી તંત્ર (Gujarat Election 2022) દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લઈને હવે EVM ચાલુ કરવામાં આવ્યું હતું. તેમ જ મતદાનની (Low Turnout for Gujarat Election) પ્રક્રિયા સરસ રીતે ચાલી રહી હતી. 304 શિકા અને 31 મોડાસા મતવિસ્તારમાં EVMમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જે 10 મિનીટમાં ઉકેલી નાખવામાં આવ્યો છે.