ETV Bharat / state

Lok Sabha Election 2024 : સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે ચાર જિલ્લાનો પ્રવાસ, શું છે આ જિલ્લાનું રાજકીય ગણિત - કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમો

ભાજપની ચૂંટણી રણનીતિ સમયની પહેલાં ચાલવાની હોય છે તે જગજાહેર છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણી 2024ને લઇને સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રવાસ શરૂ કર્યા છે. લોકસભા ચૂંટણી આયોજન અંતર્ગત કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમોનું આયોજન ગોઠવી શ્રીગણેશ થયાં છે અને ચાર જિલ્લાનો પ્રવાસ કરશે. કયા ચાર જિલ્લા છે? અને શા માટે આ ચાર જિલ્લા પંસદ કરાયા? તેની રાજકીય સ્થિતિ શું છે? જાણીએ આ વિશેષ અહેવાલમાં

Lok Sabha Election 2024 : સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રવાસ શરૂ કર્યા, ચૂંટણી અંતર્ગત કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમોનું આયોજન

author img

By

Published : Apr 18, 2023, 7:20 PM IST

Updated : Apr 18, 2023, 9:29 PM IST

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 156 બેઠક સાથે ઐતિહાસિક જીત મેળવી છે. ત્યારે વિધાનસભા સત્ર દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને અચાનક દિલ્હી થી પીએમ મોદીનું તેંડુ આવ્યું હતું. જેમાં લોકસભા ચૂંટણી બાબતે પીએમ મોદીએ સૂચના આપી અને ત્યારબાદ વિધાનસભા સત્ર બાદ ભાજપના તમામ ધારાસભ્યો સાથે સી.આર.પાટીલ અને સીએમ ભુપેન્દ્ર પટેલે લોકસભા ચૂંટણી બાબતે સંવાદ કર્યો હતો.ત્યારે લોકસભાની ચૂંટણી અંતર્ગત હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે જિલ્લામાં કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ ગોઠવીને ચૂંટણીના ફરી શ્રીગણેશ કર્યા છે.

કયા જિલ્લામાં થશે પ્રવાસ : ભારતીય જનતા પક્ષના મુખ્ય કાર્યાલય કમલમથી બહાર પાડવામાં આવેલી યાદીમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના 19 થી 22 એપ્રિલ સુધી કાર્યકર્તા સંપર્ક અને સંવાદ કાર્યક્રમના આયોજનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં 19 એપ્રિલ આણંદ 20 એપ્રિલ ભરુચ 21 એપ્રિલ મોરબી અને 22 એપ્રિલના રોજ રાજકોટ ખાતે કાર્યકર્તા સંવાદ અને સંપર્ક કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બેઠક યોજાઈને ચૂંટણીલક્ષી તૈયારીઓ પણ શરૂ કરશે. જ્યારે આ બેઠકોમાં કાર્યકર્તાઓ સાથે જે તે જિલ્લાના ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરોને પણ સાથે રાખવામાં આવશે.

બેઠકમાં ક્યાં મુદ્દે ચર્ચા : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યકર્તા અને સંપર્ક સંવાદ બાબતે રાજકોટના જિલ્લા પ્રમુખ મનસુખ ખાચરિયાએ ઈટીવી ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ બેઠકમાં સંગઠનના સભ્યો અને સાંસદ સભ્ય તથા ધારાસભ્ય, સહકારી ક્ષેત્રના સભ્યો કોર્પોરેટર જિલ્લા અને તાલુકાના સભ્ય અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવશે. આ ઉપરાંત સંગઠનના વહીવટી માળખા સાથે પણ બેઠક યોજાશે અને સંગઠન વધુ મજબૂત કઈ રીતે બનાવવું તે બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં જાહેર જનતાને સ્પર્શતા પ્રશ્નો અને સીધી રીતે જનપયોગી પ્રશ્નના કામની નિકાલ માટેનું આયોજન અને સંગઠનની દ્રષ્ટિથી સમગ્ર જિલ્લો મજબૂત બને અને લોકસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન થાય તેવી તમામ બાબતે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો Lok Sabha Election 2024 : હવે ભાજપનું મિશન લોકસભા, મુખ્યપ્રધાનની હાજરીમાં કેશોદમાં સંકલન બેઠક

જિલ્લામાં ભાજપની સ્થિતિ : ભાજપ માટે કેટલાક જિલ્લાની સ્થિતિ જોઇએ તો આણંદ લોકસભા બેઠકમાં આણંદ જિલ્લાની વિધાનસભાની વાત કરીએ. ખંભાતમાં ચિરાગ પટેલ (કોંગ્રેસ) તેમને મત 69,069 મળ્યાં હતાં. એ જ રીતે બોરસદમાં રમણભાઈ સોલંકી (ભાજપ)ના છે, આંકલાવમાં અમિત ચાવડા(કોંગ્રેસ) 81,512 મત મેળવ્યાં હતાં. ઉમરેઠમાં ગોવિંદ પરમાર (ભાજપ) મતસંખ્યા 95,639. આણંદમાં યોગેશ પટેલ 1,11,859 મત સાથે ભાજપ, પેટલાદમાં કમલેશ પટેલ 89,166 મત સાથે ભાજપ, સોજીત્રામાં વિપુલ પટેલ 87,300 મત સાથે ભાજપ જીત્યો છે.

ભરૂચ જિલ્લાની વિધાનસભાની પરિસ્થિતિ : આ જિલ્લામાં અંકલેશ્વરમાં ઇશ્વરસિંહ પટેલ 96,405 મત સાથે ભાજપ, ભરૂચમાં રમેશ મિસ્ત્રી 1,08,655 મત સાથે ભાજપ, જાંબુસરમાં સી.કે.સ્વામી 91,533 મત સાથે ભાજપ, ઝઘડિયા (એસટી) રિતેશ વસાવા 89,933 મત સાથે ભાજપ, વાગરામાં અરુણસિંહ રાણા 83,036 મત સાથે ભાજપ જીત્યો છે.

મોરબી જિલ્લા વિધાનસભાની પરિસ્થિતિ : મોરબી કાંતિ અમૃતિયા(ભાજપ) 1,14,538 મતથી જીત્યાં છે. ટંકારામાં દુરલાભજી દેથરીયા 83,274 મત સાથે ભાજપ, વાંકાનેરમાં જીતેન્દ્ર સોમાણી 80,677 મત સાથે ભાજપ જીત્યો છે.

રાજકોટ જિલ્લા વિધાનસભાની પરિસ્થિતિ : અહીં ધોરાજીમાં મહેન્દ્ર પાડળીયા 66,430 મત સાથે ભાજપ, ગોંડલમાં ગીતાબા જાડેજા 86,062 મત સાથે ભાજપ, જસદણમાં કુંવરજી બાવળીયા 63,808 મત સાથે ભાજપ, જેતપુરમાં જયેશ રાદડિયા 1,06,471 મત સાથે ભાજપ, રાજકોટ પૂર્વમાં ઉદય કાનગડ 86,194 મત સાથે ભાજપ, રાજકોટ ગ્રામ્યમાં ભાનુબેન બાબરિયા 1,19,695 મત સાથે ભાજપ, રાજકોટ દક્ષિણમાં રમેશ ટીલાદ 1,01,734 મત સાથે ભાજપ, રાજકોટ પશ્ચિમમાં દર્શિતા શાહ 1,38,687 મત સાથે ભાજપ જીતેલા છે.

આ પણ વાંચો Lok Sabha Election News : આવનારી લોકસભા ચૂંટણીને લઈને પાટીલનો પરિશ્રમ શરૂ

23 વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે સંવાદ : ગુજરાત ભાજપ કાર્યવાહી તરફથી બહાર પાડવામાં આવેલ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમની વાત કરવામાં આવે તો ચાર દિવસમાં ચાર જિલ્લા અને 23 વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાંસદ સભ્ય અને વિધાનસભાના સભ્યો સાથે ચર્ચા કરશે ઉલ્લેખનીય છે કે આ 23 વિધાનસભા બેઠકમાંથી 21 બેઠક પર ભાજપ પર ને વર્ષ 2022 ની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે જ્યારે બે વિધાનસભા બેઠક જેવી કે ખંભાત અને આકલાવ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસે વિજય મેળવ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં ખંભાત તથા આંકલાવ બેઠક ઉપર ભાજપને વધુ વધુ મત મળે તે રીતનું પણ આયોજન આણંદ લોકસભા બેઠક પર થઈ શકે છે.

દરેક બેઠક પર 5 લાખની સરસાઈથી જીતવાનો લક્ષ્યાંક : 2024માં એપ્રિલ કે મે મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ગુજરાતમાં 26 બેઠક પર ભાજપ સતત બે ટર્મથી જીતતું આવ્યું છે. ત્યારે આ ત્રીજી વખત હેટ્રિક મારવાની તૈયારીઓ ભાજપ પક્ષ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ વખતે તમામ 26 એ 26 બેઠક પર ભાજપના ઉમેદવાર પાંચ લાખથી વધુની સરસાઈથી જીત મેળવે તે રીતનું આયોજન પણ ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વર્ષ વિધાનસભા ચૂંટણી 2022માં જે રીતે વિપક્ષની ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો છે તેવી જ રીતે લોકસભા ચૂંટણી 2024માં પણ વિપક્ષને ડિપોઝિટ ગુમાવવાનો વારો આવે તે રીતનું આયોજન પણ ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

શું કહે છે રાજકીય પંડિત : સીએમ ભૂપેન્દ્ર પટેલના જિલ્લા પ્રવાસ બાબતે રાજકીય પંડિત જયવંત પંડ્યાએ ઈટીવી સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે બે હેતુ સાથે આ પ્રવાસ જોવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલને વિજય રૂપાણીની જગ્યાએ લાવવામાં આવ્યા હતાં. ત્યારે ટૂંકા સમયગાળામાં સંપર્ક માટે પૂરતો અવકાશ ન હતો. જ્યારે હવે લોકસભા ચૂંટણી 2024 છે અને એ અવકાશ હવે મળ્યો છે એનો લાભ ઉઠાવી રહ્યા છે. આવી રીતે જિલ્લા પ્રવાસથી લોકસભા ચૂંટણી 2024માં ભાજપને ફાયદો થશે.

Last Updated : Apr 18, 2023, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.