ETV Bharat / state

Lok Sabha Election : એક દિવસીય કાર્યશાળાના આયોજનમાં પાટીલ ભાઉની કાર્યકર્તાઓને ટિપ્સ - lok sabha seats gujarat

લોકસભાની ચૂંટણીને બૂથ મેનેજમેન્ટ પર વધુ એક વાર ભરોસો મૂકી પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લાઓમાં બેઠક શરૂ થઈ છે. રાજ્યના દરેક જિલ્લાઓમાં બુથ સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે બીજેપી મીડિયાના પ્રદેશ પ્રવક્તા અને સંકલન માટે પાટીલની અધ્યક્ષતામાં એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Lok Sabha Election : એક દિવસીય કાર્યશાળાના આયોજનમાં પાટીલ ભાઉની કાર્યકર્તાઓને ટિપ્સ

author img

By

Published : Apr 24, 2023, 7:26 PM IST

ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભાજપ મીડિયાના પ્રદેશ પ્રવકતા અને સંકલન માટે એક દિવસીય કાર્યશાળાનું આયોજન

ગાંધીનગર : આવનાર લોકસભાની ચૂંટણી તૈયારીના ભાગરૂપે ભાજપે કમર કસી છે. દરેક બુથ મેનેજમેન્ટ ઉપર વધુ એક વાર ભરોસો મૂકી પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યના જિલ્લાઓમાં બેઠક શરૂ થઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યના દરેક જિલ્લાઓમાં બુથ સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે આજે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભાજપ મીડિયાના પ્રદેશ પ્રવક્તા અને સંકલન માટે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Lok Sabha Election 2023 : બૂથ મેનેજમેન્ટ પર ફરી ભરોસો મૂકીને ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને કમર કસી

શા માટે આયોજન કરવામાં આવ્યું : ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ હોદ્દેદારો અને નાનામાં નાના કાર્યકરને એકજૂટ બનાવવા અનેક કાર્યક્રમો થકી મજબૂત સાંકળ બનાવી પાર્ટી માટે કાર્ય કરવા આહવાન કરવામાં આવે છે. જેથી એક મજબૂત સાંકળ થકી પાર્ટી મજબૂત બને અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ સાથે પાર્ટી તરફી વલણ જળવાઈ રહે. પાટીનું સૌથી નાનામાં નાનું એકમ બુથ છે. એક મજબૂત બુથ ચૂંટણીઓમાં જીત અને સમાજને જોડવાના પક્ષના કાર્યક્રમોની સફળતાનો આધાર બની શકે છે, ત્યારે પ્રદેશ ભાજપ કમલમ કાર્યાલય ખાતે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજેપી મીડિયાના પ્રદેશ પ્રવક્તા અને સંકલન માટે એક દિવસીય કાર્યશાળાનું આયોજન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Gandhinagar News : સહકારી મંડળીના આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો, છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસને ફટકો

સાચી દિશામાં કામ કરવાની પ્રેરણા : પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ સંગઠન પ્રધાન રત્નાકર જી અને બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રેમ શુક્લાની ઉપસ્થિતિમાં વિશેષ સૂચનો સાથે ઉપસ્થિત પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા વિશેષ સૂચનો સાથે કામગીરીને પરિણામ લક્ષી બનાવવાની ટિપ્સ પણ આપવામાં આવી હતી. આ એક દિવસીય કાર્યશાળામાં ઉપસ્થિતિ કાર્યકર્તાઓ તેમજ ભાજપ આગેવાનોને પક્ષ વધુ મજબૂત બને તેને લઈને સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. આવનારા સમયમાં પક્ષ વતી કામ કરતા નાનામાં નાના જૂથ પણ મહત્વનો ભાગ ભજવી શકે તે માટે આગેવાનો દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી સાચી દિશામાં કામ કરવાની પ્રેરણા આપવામાં આવે તો એકસૂત્રતા જળવાઈ રહે અને પક્ષને મજબૂતી મળે તેવું જણાવવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.