ETV Bharat / state

Lili Parikrama 2021:ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન વન ભોજન બનાવીને માણતા પરિક્રમાર્થીઓ - junagadh parikrama van bhojan

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા (Girnar lili parikrama )હાલ તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે. ત્યારે પરિક્રમા સાથે જોડાયેલી કેટલીક ધાર્મિક વિધિ અને પરંપરા પણ પરિક્રમા દરમ્યાન ઉજાગર થતી હોય છે. તે મુજબ પ્રત્યેક પરિક્રમાર્થિ પરિક્રમા દરમિયાન પોતાની સાથે લાવેલા કરિયાણું શાકભાજી અને અન્ય ચીજ વસ્તુઓ માંથી ભોજન પ્રસાદ બનાવીને જંગલમાં ગ્રહણ કરવાની ધાર્મિક પરંપરા છે. આ પરંપરા આજે કેટલાક પરિક્રમાર્થીઓ દ્વારા જાળવવામાં આવી રહી છે અને વન ભોજન બનાવીને પરિક્રમા દરમિયાન ધાર્મિક પરંપરાને સતત આગળ વધારતા પરિક્રમાર્થીઓ પણ જોવા મળી રહ્યા છે.

Lili Parikrama 2021:ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન વન ભોજન બનાવીને માણતા પરિક્રમાર્થીઓ

author img

By

Published : Nov 17, 2021, 8:28 PM IST

  • ગરવા ગિરનારની પારંપરિક લીલી પરિક્રમા તેના અંતિમ ચરણ તરફ
  • ધાર્મિક પરંપરા મુજબ આજે પણ પરિક્રમા કરતા જોવા મળ્યા કેટલાક પરિક્રમાર્થીઓ
  • પરંપરા મુજબ પરિક્રમા દરમિયાન ભોજન પ્રસાદ બનાવવાની ધાર્મિક પરંપરા

જૂનાગઢઃગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા (Girnar lili parikrama )હાલ તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહી છે. આદી અનાદી કાળથી પરિક્રમા યોજાતી આવી છે, પાંચ દિવસ દરમિયાન યોજાતી આ પરિક્રમા કારતક સુદ અગિયારસના( Starting on the day of Kartak Sud Agiyaras )દિવસે શરૂ થાય છે અને દેવ દિવાળી એટલે કે કારતક સુદ પૂનમના દિવસે પરિપૂર્ણ થાય છે. આ પરંપરા ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયા મુજબ પ્રત્યેક વ્યક્તિએ પોતાના જીવન ચક્ર દરમ્યાન એકવાર અવશ્ય ગરવા ગિરનારની લીલી પરિક્રમા(Girnar lili parikrama ) કરવી જોઈએ જેનાથી પ્રત્યેક વ્યક્તિનું જીવન સફળ છે અને ભવ ભવના બંધન માંથી મુક્તિ મળતી હોવાની ધાર્મિક માન્યતા આજે પણ જોવા મળે છે, જેને કારણે લાખોની સંખ્યામાં દેશ અને દુનિયાના પરિક્રમાર્થીઓ પરિક્રમા પથ પર જોવા મળે છે.

Lili Parikrama 2021:ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન વન ભોજન બનાવીને માણતા પરિક્રમાર્થીઓ

પરિક્રમાપરિક્રમાર્થિએ જંગલમાં ભોજન પ્રસાદ બનાવીને ગ્રહણ કરવાની વિશેષ ધાર્મિક પરંપરા

હિન્દુ ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા(Girnar lili parikrama ) સર્વ પ્રથમ વખત ભગવાન શ્રીકૃષ્ણ(Lord Krishna) દ્વારા કરવામાં આવી હોવાની ધાર્મિક માન્યતા છે. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણે પાંડવો સાથે પરિક્રમા કરી હતી તે સમયે પણ પાંડવો અને ભગવાન શ્રીકૃષ્ણે પરિક્રમા પથ પર જંગલ વિસ્તારમાં સ્વયં બનાવેલા ભોજન પ્રસાદ આરોગીને લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું. ત્યારથી પરિક્રમાના પાંચ દિવસ દરમિયાન જંગલ વિસ્તારમાં ભોજન બનાવીને ગ્રહણ કરવાની ધાર્મિક પરંપરા શરૂ થઇ છે જે આજે પણ જોવા મળે છે.

ઉતારા મંડળ ને કારણે આ પરંપરા ઓછી થતી જોવા મળે છે પરંતુ કેટલાક લોકો આજે પણ પરંપરાગત રીતે કરે છે લીલી પરિક્રમા

પાછલા કેટલાક વર્ષોથી ગરવા ગિરનારની લીલી પરિક્રમાના 36 કિલોમીટરના સમગ્ર માર્ગ પર વિવિધ મંડળો દ્વારા પરિક્રમામાં આવનાર પ્રત્યેક યાત્રિકોને ભોજન પ્રસાદ થી લઈને ચા-પાણી અને નાસ્તાની તમામ વ્યવસ્થા સતત પાંચ દિવસ સુધી અને 24 કલાક કરવામાં આવે છે. જેને લઇને હવે જંગલ વિસ્તારમાં ભોજન પ્રસાદ સ્વયં બનાવીને આરોગવાની ધાર્મિક પરંપરા ઓછી થતી જોવા મળે છે. પરંતુ કેટલાક પરિક્રમાર્થીઓ આજે પણ પરિક્રમાના ધાર્મિક માહોલની વચ્ચે પરિક્રમા કરવા માટે આવે છે અને પોતાના ઘરેથી જ ભોજન પ્રસાદ બનાવવા માટેના કાચા સામાન સાથે લાવીને જંગલ વિસ્તારમાં ભોજન બનાવીને તેને આરોગી રહ્યા છે. જે ધાર્મિક પરંપરા છે તેને આજે પણ કેટલાક પરિક્રમાર્થીઓ અનુસરી રહ્યા છે.

પરિક્રમા કરવા આવેલા વિનુભાઈ એ ભોજન પ્રસાદ બનાવવાની પરંપરાને કરી etv ભારત સાથે શેર

પરિક્રમા કરવા માટે આવેલા વિનુભાઈ એ જંગલમાં ભોજન પ્રસાદ બનાવીને તેને ગ્રહણ કરવાની ધાર્મિક પરંપરા અંગે મુક્ત મને વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે જંગલ વિસ્તારમાં કુદરતી સ્ત્રોત માંથી મળી રહેલું પાણી અને કુદરતી વાતાવરણની વચ્ચે બનતી રસોઈ જ્યારે પરિક્રમા પથ પર ભાવ સાથે બનતી હોય છે. ત્યારે તેમાં ભક્તિરૂપી તત્વ સામેલ જતુ હોય છે અને અંતે ભોજન પ્રસાદ માં પરિવર્તિત થાય છે. તેમના ચમત્કારો વિશે પણ તેઓ જાણકારી આપતા જણાવે છે કે તેમના ભાઈ શારીરિક રીતે દુર્બળ હતા પરંતુ કેટલાક વર્ષો સુધી પરિક્રમા આવીને જંગલમાં બનાવેલા ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા બાદ તેમની શારિરીક સ્થિતિમાં ખૂબ જ સુધારો થયો અને આજે તેઓ ખેતીકામ જેવું કપરું કામ પણ કરી રહ્યા છે વિનુભાઈ આ ઘટનાને ગિરનારના ચમત્કાર સમાન ગણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ Lili Parikrama 2021:પરિક્રમાના મેળાને લઈને સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી

આ પણ વાંચોઃ CMની ઉપસ્થિતિમાં યોજાશે કેબિનેટ બેઠક, ઈંડાની લારીઓ હટાવવા સહિતના મુદ્દે થશે ચર્ચા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.