ETV Bharat / state

એક વર્ષથી સાબરમતી નદીની કોતરોમાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો - gandhinagar news

ગાંધીનગર: જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીની કોતરમાં છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી દીપડો આતંક મચાવતો હતો. નદી કિનારે વસતા આજુબાજુના ગામોમાં લોકોના જીવ હંમેશા અધ્ધર રહેતા હતા. સોમવારે વન વિભાગ દ્વારા દીપડાનું રેસ્કયુ કરાયું છે.

GDR
author img

By

Published : Oct 14, 2019, 9:37 AM IST

સાબરમતી નદીને કિનારે દોલારાણા વાસણા ગામની સીમમાં ગઇકાલ રવિવારે સવારે દીપડાએ પાડાનું મારણ કર્યું હતું. જે બાદ દીપડાના પગના નિશાન પ્રમાણે વન વિભાગની ટીમે દીપડાને પૂરવા માટે પાંજરા ગોઠવ્યા હતા. સોમવારે વહેલી આખરે આદમખોર દીપડાને પકડી લેવાયો હતો.

ગાંધીનગર તાલુકામાં આવેલા નદીકિનારા વિસ્તારના ગામોમાં છેલ્લા એક વર્ષથી આદમખોર દીપડો આતંક મચાવી રહ્યો હતો. અનેક પશુઓના મારણ કરતા પશુપાલકો પરેશાન હતાં. દિપડો ગમે ત્યારે આવતો હોવાથી ગ્રામજનો ભયભીત રહેતા હતા. રવિવારે વહેલી સવારે દોલારાણા વાસણા ગામના પેટાપરુ બાપુપુરામાં દીપડો ત્રાટક્યો હતો. ગામના છેવાડે રહેતા તલાજી ભવાનજી ઠાકોરના વાડામાં ભેસના બચ્ચાનું મારણ કર્યું હતું હતું. પાડું એકાએક ભાભરવા લાગતા આજુબાજુના લોકો જાગી ગયા હતા. ગ્રામજનો પહોંચે એ પહેલાં જ દીપડો પલાયન થઇ ગયો હતો. ગામ લોકોએ વહેલી સવારે ખેતરમાં જતા પહેલા તેમના ખેતરમાં પડેલા દીપડાના પંજા પણ જોયા હતા.

એક વર્ષથી સાબરમતી નદીની કોતરોમાં આતંક મચાવનાર દીપડાનું રેસ્ક્યુ કરાયું

બાપુપુરા ગામમાં દીપડો આવ્યો હોવાની જાણ વન વિભાગની ટીમને મળતા તેમના દ્વારા પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા. આજુબાજુના વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

ફોરેસ્ટર વિજયસિંહ ચાવડાએ કહ્યું કે, આજે સવારે 9 થી 10 વર્ષનો દીપડો પકડાયો છે. દિપડાએ પીંડારડા સહિતના વિસ્તારમાં પશુઓના મારણ કર્યા હતા. બાપુપુરા ગામમાં દીપડાએ જે પાડાનું મારણ કર્યું હતું તે જ પાડાના માંસને પાંજરામાં મુકવામાં આવ્યુ હતું. તે ખાવા જતા દિપડો પાંજરામાં પૂરાઈ ગયો હતો. છેલ્લા એક વર્ષથી આદમખોર દીપડો નદીકાંઠાના વિસ્તારોમાં આતંક મચાવી રહ્યો હતો. આખરે વન વિભાગની ટીમને સફળતા મળતા નદીકાંઠાના ગ્રામજનોમાં હાશકારો અનુભવ્યો છે.

Intro:હેડ લાઈન) છેલ્લા એક વર્ષથી સાબરમતી નદીની કોતરોમાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો

ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીની કોતરમાં છેલ્લા એક વર્ષ કરતા વધુ વધુ સમયથી દીપડો આવી રહ્યો રહ્યો છે. નદી કિનારે અવસ્થા આજુબાજુના ગામોમાં ગામોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે અનેક વખત પશુઓના મારણ કર્યા છે. ત્યારે સાબરમતી નદીને કિનારે દોલારાણા વાસણા ગામની સીમમાં ગઇકાલ રવિવારે વહેલી પરોઢિયે એક પાડાનું પાડાનું મારણ કર્યું હતું અને ખેતરોમાંથી પસાર થઈ ગયો હતો. જેના પગના નિશાન પણ જોવા મળી રહ્યા છે. જેને લઇને વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પૂરવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. ત્યારે દીપડાએ જે પાડાનું મારણ કર્યું હતું. તે જ પાડાને પાંજરાપોળમાં મૂકતા આજે સોમવારે વહેલી પરોઢિયે આખરે આદમખોર દીપડાને પાંજરે પુરાઇ ગયો હતો.Body:ગાંધીનગર તાલુકામાં આવેલા નદીકિનારા ગામડામાં છેલ્લા એક વર્ષથી આદમખોર દીપડો આતંક મચાવી રહ્યો હતો. અનેક પશુઓના મારણ કરીને પશુપાલકોને નુકશાન કરાવ્યું હતું. ગ્રામજનો દીપડાના દરથી ભયભીત પણ થઇ ગયા હતા ગઇકાલ રવિવારે વહેલી પરોઢિયે દોલારાણા વાસણા ગામના પેટાપરુ બાપુપુરામા દીપડો ત્રાટક્યો હતો. ગામની છેવાડે રહેતા તલાજી ભવાનજી ઠાકોરના વાડામાં બાંધવામાં આવેલા ભેસના બચ્ચાનું ધારણ કર્યું હતું હતું. પાડું એકાએક ભાભરવા લાગતા આજુબાજુના લોકો જાગી ગયા હતા. પરંતુ તે લોકો દીપડા સામે નજર નાખે તે પહેલાં જ પલવારમાં દીપડો પલાયન થઇ ગયો હતો. તો ગામ લોકોએ વહેલી સવારે ખેતરમાં જતા પહેલા તેમના ખેતરમાં પડેલા દીપડાના પંજા પણ જોયા હતા.Conclusion:બાપુપુરા ગામમાં દીપડો આવ્યો હોવાના સમાચાર વન વિભાગની ટીમને મળતા ટીમને મળતા મળતા વન વિભાગની ટીમ દ્રારા પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા. આજુબાજુના વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ફોરેસ્ટર વિજયસિંહ ચાવડાએ કહ્યું કે બે પાંજરા મુકવામાં આવ્યા હતા. જ્યારે ૯ થી ૧૦ વર્ષ ન દીપડો પકડાયો છે. અગાઉ આ વિસ્તારના હુમલો કરનાર આ દીપડો હતો. પીંડારડા જ સહિતના વિસ્તારમાં પશુઓના મારણ કર્યા હતા. વન વિભાગની ટીમ દ્વારા પણ પરસેવો પાડવામાં આવ્યો હતો. પરંતુ દીપડો પકડમાં આવ્યો ન હતો. ત્યારે બાપુપુરા ગામમાં દીપડાએ જે પાડાનું મારણ કર્યું હતું તે જ પાને પાંજરા મુકવામાં આવ્યો હતો તેનો શિકાર કરવા જતા પાંજરામાં પૂરાઈ ગયો હતો છેલ્લા એક વર્ષથી આદમખોર દીપડો નદીકાંઠાના વિસ્તારોમાં આતંક મચાવી રહ્યો હતો જેને લઇને ગ્રામજનોમાં ખૂબ જ કપડાં વ્યાપી ગયો હતો આખરે વન વિભાગની ટીમને સફળતા મળતા નદી કાંઠાના ગ્રામજનોમાં હાશ કારો થયો હતો.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.