ETV Bharat / state

Law on Stray Cattle In Gujarat: કાયદો મોકૂફ રહે તેવો કોઈ નિયમ નથી, રાજ્યપાલ બિલ પરત કરે તેવી માંગ સાથે કોંગ્રેસનું આવેદનપત્ર - ગુજરાત વિધાનસભા

ગુજરાત ઢોર નિયંત્રણ બિલ વિધાનસભામાં (Law on Stray Cattle In Gujarat)પસાર કરવામાં આવ્યું છે. જેને લઈને માલધારી સમાજ દ્વારા વિરોધ કરતા કાયદાને મોકૂફ રાખવામાં આવ્યો છે. આજે રાજ્યપાલને મળીને કોંગ્રેસના ધારાસભ્યોએ કાયદો વિધાનસભામાં પરત આવે અને ફરીથી ચર્ચા થાય અને ત્યારબાદ સરકાર કાયદો રદ કરે તેવી પણ માંગ કરાય છે.

Law on Stray Cattle In Gujarat: કાયદો મોકૂફ રહે તેવો કોઈ નિયમ નથી, રાજ્યપાલ બિલ પરત કરે તેવી માંગ સાથે કોંગ્રેસનું આવેદનપત્ર

author img

By

Published : Apr 7, 2022, 7:53 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં 31 ડિસેમ્બરે સતત(Gujarat Legislative Assembly) સાતથી આઠ કલાક ગુજરાત ઢોર નિયંત્રણ બિલ પર ચર્ચા કરવામાં આવી હતી. અંતે બહુમતીના જોરે સરકારે વિધાનસભામાં બિલ પસાર કર્યું. બિલ પસાર થતાં રાજ્યમાં માલધારી સમાજ દ્વારા ઉગ્ર વિરોધ(Protest Of Maldhari Samaj ) કરવામાં આવી રહ્યો હતો ત્યારે બે વખત માલધારી સમાજના આગેવાનો સાથે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(Chief Minister Bhupendra Patel) અને રાજ્યકક્ષાના શહેરી પ્રધાન વિનોદ મોરડિયાએ બેઠક કર્યા બાદ આજે સત્તાવાર રીતે કાયદા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે કોંગ્રેસે માંગ કરી છે કે રાજ્યપાલ આ કાયદા ઉપર સહી કરી નહીં અને કાયદાની બિલ પરત વિધાનસભામાં ચર્ચા માટે મોકલે અને બિલ રદ કરવામાં આવે.

કોંગ્રેસનું આવેદનપત્ર

કાયદો મોકૂફ રહે તેવો કોઈ નિયમ જ નથી - કોંગ્રેસના વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે એક વખત વિધાનસભાગૃહમાં કોઈ પણ કાયદો અથવા તો બિલ પસાર થાય ત્યારે અધ્યક્ષની સહી કરીને સીધા બિલને રાજ્યપાલની પરવાનગી માટે મોકલવામાં આવે છે. પરંતુ વિધાનસભામાં બિલ પસાર થયા બાદ કાયદાને મોકૂફ રાખવો કે રદ કરવો તે સરકારના હાથમાં હોતું નથી. પરંતુ રાજ્યપાલ તે કાયદાની સહી કરીને કાયદો અમલી કરે છે અથવા તો પરત વિધાનસભામાં મોકલી શકે છે ત્યારે આજે રાજ્યપાલને મળીને કોંગ્રેસના ધારાસભ્યોએ કાયદો વિધાનસભામાં પરત આવે અને ફરીથી ચર્ચા થાય અને ત્યારબાદ સરકાર કાયદો રદ કરે તેવી પણ માંગ કરાય છે.

આ પણ વાંચોઃ High Court on cattle control : રખડતાં ઢોર મુદ્દે પક્ષકાર બનાવવા ઢોરમાલિકોએ કરેલી અરજી હાઈકોર્ટે ફગાવી

નાયબ કલેકટર વિરુદ્ધ એટ્રોસીટી દાખલ થાય - સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)નાયબ કલેક્ટરે આદિવાસી વિરુદ્ધ જાતીય ટિપ્પણી કરી છે. રાજ્ય સરકાર દ્વારા તે કલેકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે બદલ આજે રાજ્યના વિરોધ પક્ષના નેતા સહિત કોંગ્રેસના ડેલિગેશન રાજ્યપાલને મળવા પહોંચ્યું હતું અને માલધારી બીલ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર દ્વારા જે વાણીવિલાસ કરવામાં આવ્યા છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય અને નાયબ કલેકટર વિરુદ્ધ એટ્રોસિટી દાખલ કરવાની માંગ પણ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ કરી હતી.

2 ટકા મત વધારવા માટે બિલ મોકૂફ - કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલને આવેદનપત્ર આપતી વખતે નિવેદન આપ્યું હતું કે સરકાર શહેરી વિસ્તારોમાં પોતાના મત બે ટકા વધારવા માટે અત્યાર સુધી તો કાયદો મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. જે માલધારી સમાજને ફક્ત લોલીપોપ જ આપી છે જ્યારે રાજ્ય સરકારે કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ વિધાનસભા ગૃહમાં બિલ પસાર કર્યું હતું, જયારે કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ સાત કલાકની ચર્ચામાં કોંગ્રેસના સભ્યોએનો વિરોધ પણ કર્યો હતો તેમ છતાં પણ બહુમતીના જોરે વિધાનસભામાં બિલ પાસ કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાયદામાં સુધારા વધારા માટેનું નિવેદન આપ્યું હતું ત્યારે ગુજરાતમાં સરકાર કોણ ચલાવી રહ્યા છે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કે પછી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેવા પણ પ્રશ્ન શૈલેષ પરમારે કર્યા હતા સાથે જ ગુજરાતની સરકારને રિમોટ કન્ટ્રોલથી ચાલતી સરકાર કહીને આક્ષેપ પણ કર્યા હતા.

આ પણ વાંચોઃ Doctors Strike In Gujarat: તબીબોની હડતાલ મામલે આરોગ્ય અગ્ર સચિવનું નિવેદન, રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.