ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં એવી વિગતો હોય છે કે જે સરળતાથી પ્રાપ્ત થતી નથી. વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારે ફરજિયાત જવાબ આપવો બને છે. ત્યારે ગુજરાત વિધાનસભાની આજે પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કરેલા પ્રશ્નમાં રાજ્યમાં ખેડૂત ખાતેદાર બાબતની વિગતો સામે આવી હતી. જેમાં ગુજરાતના મોટા ખેડુત ખાતેદારોની સંખ્યામાં ઘરખમ ઘટાડો નોંધાયો છે.
ખેડૂત ખાતેદાર નોંધાયા: ગુજરાતમાં કેટલા ખેડૂતો નોંધાયા છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર 31 ડિસેમ્બર 2022 ની પરિસ્થિતિ એ ભારત સરકારની ખેતી વિશે એક ગણના વર્ષ 2015 16 મુજબ ગુજરાતમાં ખેડૂત ખાતેદારોના પ્રકારો કેટલા છે અને કેટલા ખેડૂતો નોંધાયેલા છે. તેના પ્રતિ ઉત્તરમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ગુજરાતમાં કુલ 53 લાખ 20 હજાર 624 જેટલા ખેડૂત ખાતેદાર નોંધાયા છે. જેમાં સીમાંત ખેડૂતો 20,18,827, નાના ખેડૂતો 16,15,788, અર્ધ મધ્યમ 11,50,254 ખેડૂતો, મધ્યમ પ્રકારના 4,95,869 ખેડૂતો અને મોટા ખેડૂતો 39,888 નોંધાયા હતા.
આ પણ વાંચો ગાંધીનગરમાં દીપડાની લટાર, વન વિભાગની 4 ટીમ સર્ચ ઓપરેશનમાં લાગી
ખેડૂતોની વધ ઘટ: કેટલા ખેડૂતોની વધ ઘટ થઈ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર 31મી 2022 ની સ્થિતિએ છેલ્લા એગ્રી સેન્સર મુજબ કયા પ્રકારના કેટલા ખાતેદાર ખેડૂતોની વધઘટ થઈ છે. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે મોટા ખેડૂતો ખાતેદાર માં 8883 જેટલા ખેડૂતો ઘટયા છે.જ્યારે મધ્યમ વર્ગના ખેડૂત ખાતેદારમાં કુલ 16,782 જેટલા ઘટાડો થયો છે. જ્યારે સીમાંત ખાતેદાર ખેડૂતોમાં 2,03,193 નો વધારો, નાના ખેડૂત ખાતેદારમાં 1,86,767 વધારો અને અર્ધ માધ્યમ ખાતેદાર ખેડૂતોની સંખ્યામાં 70,721 નો વધારો થયો છે. આમ કુલ 4,35,016 ખાતેદાર ખેડૂતની સંખ્યામાં વધારો થયો છે.