ગાંધીનગર: કેન્દ્ર સરકારે ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન પર સર્જીકલ સ્ટ્રાઈક કરીને 59 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે, ત્યારે સમગ્ર દેશમાં સ્ટેટ મોડલ ગણાતું ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ચાઈનીઝ એપ્લિકેશન દ્વારા યોજવાનું આયોજન કર્યું છે, ત્યારે આ કાર્યક્રમ કેટલો યોગ્ય રહેશે તે જાણવું રસપ્રદ રહેશે.
ચાઈનીઝ એપના વિરોધ વચ્ચે ગુજરાતમાં ZOOMથી વેબિનાર યોજાશે!!!
- overseas એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ યોજવાનું આયોજન
- શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 6 જુલાઈએ ચાઈનીઝ એપ્લિકેશન ZOOMથી વેબીનાર યોજશે
શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 6 જુલાઈના રોજ overseas એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદેશમાં અભ્યાસ અને રોજગાર માટે યુવાનોને વર્ચ્યુલ માર્ગદર્શન પૂરુ પાડવા માટે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઓનલાઇન વેબીનારનું આયોજન એપ્લિકેશન દ્વારા કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા બે દિવસ પહેલાં જ ચાઈનાની તમામ 59 જેટલી એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે, ત્યારે જુમ એપ્લિકેશન ઉપર લાઈવ વેબિનાર કરવો કેટલું યોગ્ય રહેશે?
આમ, એક બાજુ ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના પગલે પગલે ચાલે છે, ત્યારે કેન્દ્ર સરકારે જાહેર કરેલા 59 ચાઈનીઝ એપ્લિકેશનના વિરોધ સાથે વર્તમાન સમયમાં ચાઈનીઝની તમામ વસ્તુઓનો વિરોધ થઈ રહ્યો છે, તે જ સમય દરમિયાન ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઝૂમ એપ્લિકેશનનો ઉપયોગ કરીને વેબિનારનું આયોજન કર્યું છે, ત્યારે ગુજરાત સરકરનું આ પગલું કેટલું યોગ્ય ગણાશે?