ETV Bharat / state

Chintan Shivir : તમામ પ્રધાનો એક જ બસમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ચિંતન શિબિરમાં જશે - chintan shivir Planning Bhupendra Patel Govt

ભૂપેન્દ્ર પટેલની સરકારની 10મી ચિંતન શિબિરનું આયોજન કેવડીયા ખાતે કરવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિંતન શિબિરમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. જેમાં તમામ પ્રધાનો એક જ બસમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટમાં હાજરી આપશે.

Chintan Shivir : તમામ પ્રધાનો એક જ બસમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ચિંતન શિબિરમાં જશે

author img

By

Published : May 15, 2023, 10:42 PM IST

ગાંધીનગર : ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં સરકારની કામગીરીની સમીક્ષા કરવા માટે ચિંતન શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારે 9 જેટલી ચિંતન શિબિર યોજી છે. હવે ભુપેન્દ્ર પટેલની સરકારની 10મી ચિંતન શિબિર 19થી 21 મેં સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે આયોજન કર્યું છે. જ્યારે છેલ્લી ચિંતન બેઠક વિજય રૂપાણીની સરકારમાં યોજાઈ હતી.

તમામ પ્રધાનો ચિંતન શિબિરમાં પહોંચશે : ચિંતન શિબિર 19થી 21 મેં સુધી યોજવામાં આવશે, જ્યારે હાલમાં તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ રાજ્ય સરકારના તમામ કેબિનેટ પ્રધાન અને રાજયકક્ષાના પ્રધાન એક જ બસમાં બેસીને સ્ટેચ્યુ ઓફ યુનિટમાં હાજરી આપશે. ગાંધીનગરથી તમામ પ્રધાનોને એક જ બસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી લાઇ જવામાં આવશે. જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બસમાં આવશે કે નહીં તે હજુ સુધી નક્કી નથી. - પ્રવક્તા પ્રધાન કનુ દેસાઈ

4 વિષયો પર થશે ચર્ચા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત ચિંતન શિબિરમાં ચર્ચાની વાત કરવામાં આવે તો આરોગ્ય પોષણ, શહેરીકરણ, માળખાકીય વિકાસ અને સુવિધાઓ, શિક્ષણ, ગ્રામીણ વિસ્તારોમાં સુવિધાઓ બાબતે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં અધિકારીઓની ગ્રુપ બેઠક કરવામાં આવશે. જેમાં પ્રતિ ગ્રૂપમાં 45 જેટલા સભ્યોની નિમણુંક કરવામાં આવશે,. ગુજરાત સરકારની ચિંતન બેઠકમાં રાજ્ય સરકારના કેબીનેટ અને રાજયકક્ષાના પ્રધાનો સહિત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર ઉપરાંત તમામ વિભાગના અગ્ર સચિવ, સચિવ, તમામ જિલ્લાના કલેક્ટરો, DDO, 8 મહાનગરપાલિકાના કમિશનર, સહિત કુલ 230 જેટલા અધિકારીઓ હાજર રહેશે.

ક્યાં મુદ્દે સરકાર કરશે ફોક્સ : ભુપેન્દ્ર પટેલની સરકારે 12 ડિસેમ્બર 2022ના રોજ શપથ લીધા છે અને 15 મેં ના રોજ ભુપેન્દ્ર પટેલની સર્કસરને 155 દિવસ પુરા થયા છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના 150 દિવસમાં કરેલ કામોની સમીક્ષા કરવામાં આવશે. જેમાં છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ, સુવિધાઓ કેટલી પહોંચી છે, સુવિધાઓ પહોંચાડવામાં કેવી તકલીફ પડી રહી છે, આગામી દિવસોમાં આરોગ્ય, શહેરી અને ગ્રામીણ આંતરમાળખાકીય સુવિધાઓ ના પ્રોજેક્ટ બનતે ચર્ચા કરવામાં આવશે જ્યારે આ બાબતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પદાધિકારીઓ સાથે ગત અઠવાડિયા બેઠક યોજીને પ્રેઝન્ટેશનની સમીક્ષા કરી હતી.

Ahmedabad News : મુખ્યપ્રધાનના પુત્ર અનુજ પટેલના દીર્ઘ આયુ માટે કરાયું ગાયત્રી હવનનું આયોજન

Prakash Singh Badal's Last Rites: પૂર્વ મુખ્યપ્રધાન પ્રકાશ સિંહ બાદલ પંચ તત્વોમાં વિલીન

Rajkot News : મુખ્યપ્રધાન સફાઈ અભિયાન શરૂ કરાવીને નીકળ્યા બાદ બાલાજી મંદિર વિવાદમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.