ગાંધીનગર : રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓની હાલત બિસ્માર થઇ ગઇ છે, રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે. આ અંગે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તમામ અધિકારીઓને વરસાદની કામગીરી બાબતોની સૂચનાઓ આપી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અગાઉ પણ દિવાળી સુધીમાં વરસાદથી ધોવાઈ ગયેલા રસ્તાના સમારકામ કરવા માટેની તમામ જિલ્લા અધિકારીઓ અને મહાનગરપાલિકાના કમિશ્નરને સૂચના આપી દીધી છે. ત્યારે બુધવારે કૌશિક પટેલે જણાવ્યું હતું કે, વરસાદના લીધે થયેલા નુકસાન વિશે તમામ અધિકારીઓને સૂચના અપાઇ છે.
રાજ્યમાં ભારે વરસાદના કારણે જે રોડ-રસ્તાઓનો નુકસાન થયું છે તેને હવે દિવાળી સુધીમાં રીપેર કરી દેવાની સૂચના રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કેબિનેટ બેઠકમાં આપવામાં આવી છે.