ETV Bharat / state

Kalol News: સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન નિમણુક વિવાદ વકર્યો, 9 ભાજપી કોર્પોરેટર્સના રાજીનામા - અમિત શાહ

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં કલોલમાં ભાજપનો ખટરાગ સામે આવ્યો છે. કલોલમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનની નિમણુકનો વિવાદ વકર્યો છે. 9 ભાજપના કોર્પોરેટર્સે રાજીનામા આપી દીધા છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

કલોલ નગર પાલિકાના 9 ભાજપી કોર્પોરેટર્સના રાજીનામા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 4:35 PM IST

કલોલ નગર પાલિકાના 9 ભાજપી કોર્પોરેટર્સના રાજીનામા

કલોલઃ કલોલ નગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનની નિમણુકનો વિવાદ વકરતો જાય છે. અગાઉ પ્રમુખ તરીકે શૈલેષ પટેલની વરણી થઈ ત્યારે પણ કોર્પોરેટર્સના રાજીનામાની ઘટના ઘટી હતી. એ સમયે કોર્પોરટર્સને વિશ્વાસમાં લઈને રાજીનામા પરત ખેંચાવવામાં આવ્યા હતા. આજે પણ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પ્રકાશ વર્ધડેની નિમણુક થતા ફરીથી 9 ભાજપી કોર્પોરેટર્સે રાજીનામા આપી દીધા છે.

રાજીનામાનો સ્વીકારઃ કલોલ નગર પાલિકામાં 11 વોર્ડના કુલ 44 સભ્યો હતો. જેમાંથી 9 સભ્યોએ નારાજ થતા રાજીનામા આપી દીધા હતા. જો કે અગાઉ પડેલા રાજીનામા સંદર્ભે ભાજપ સંગઠને નારાજ કોર્પોરેટર્સને મનાવી લીધા હતા. આજે પણ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પ્રકાશ વર્ઘડેની નિમણુંક થતા 9 ભાજપી કોર્પોરેટર્સે રાજીનામા ધરી દીધા છે. અત્યારે તો આ નારાજ કોર્પોરેટર્સના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા છે.

કલોલ નગરપાલિકા કારોબારી ચેરમેનના વિવાદમાં આજે બીજેપીનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. જેમાં બીજેપીના 9 કોર્પોરેટર્સે રાજીનામા આપ્યા છે. બીજેપીના કોર્પોરેટર્સને જનતાની નથી તેમણે ફક્ત સત્તાની લાલચ છે. ભાજપ હોશિયાર અને કેપબલ પાર્ટી છે તેની સતા માટે ની ઘેલછા સામે આવી છે. કોંગ્રેસ સભ્યો એ અગાઉના બોર્ડમાં વેરા વધારાનો વિરોધ કર્યો હતો એની નોંધ પણ આ લોકોએ પાડી નથી જેથી અમે આ બોર્ડનો બહિષ્કાર કરીએ છીએ...શાર્દુલ ખાન પઠાણ(વિપક્ષ નેતા, કલોલ નગર પાલિકા)

નારાજ થયેલા સભ્યોના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા છે. હવે તેમને મનાવવામાં આવશે નહીં. આ લોકોને રાજકારણમાં રહેવું જ નથી તેથી તેમણે રાજીનામુ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એક વખત રાજીનામું આપ્યા બાદ તેઓને મનાવવામાં આવ્યા હતા પરંતુ હવે બીજી વખત પણ રાજીનામું આપ્યું છે ત્યારે ત્રીજી વખત રાજીનામું આપવાની પરિસ્થિતિ ઉભી નહીં થાય કારણ કે તેમના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે...શૈલેષ પટેલ(પ્રમુખ, કલોલ નગર પાલિકા)

  1. Rajkot News: રાજકોટ મનપા દ્વારા રખડતાં ઢોર મુદ્દે લેવાયો મહત્વનો નિર્ણય, દંડની રકમ 3 ગણી વધારાઈ
  2. Ganesh Mahotsav 2023: અમદાવાદમાં ગણપતિ વિસર્જન માટે શહેરમાં 46 કુંડ તૈયાર કરાશેઃ AMC

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.